ચેટ ગુમાવ્યા વગર બદલવો છે તમારો વોટ્સએપ નંબર? તો જાણી લો આ સરળ રીત

એ વાત કોઈ નકારી નથી શકતું કે વોટ્સએપ એ આપણા જીવનનો એક ખુબ જ અગત્યનો ભાગ બની ગયું છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની અંદર તમે ફોટોઝ, ડોક્યુમેન્ટ્સ વગેરે મોકલી શકો છો અને સમયની સાથે હવે તમે તેની અંદર વોઈસ અને વિડિઓ કોલ પણ કરી શકો છો. ટૂંકમાં આજ કાલના સમયમાં કમ્યુનિકેશન માટે એ વન સ્ટોપ સાબિત થઇ ગયું છે. અને આવા સમયમાં ઘણી વખત એવું પણ બનતું હોઈ છે કે તમે તમારો જે અત્યારનો નંબર હોઈ તે કાઢી નાખતા હોવ પરંતુ તમને એવું હશે કે વોટ્સએપનો ડેટા જતો ન રહે અને આવી પરિસ્થિતિની અંદર તમારો વોટ્સએપનો ડેટા ન જાય તેના માટે ઘણા બધા રસ્તાઓ છે. અને આવું કરવા માટે વોટ્સએપનું પોતાનું જ એક ફીચર છે જેનું નામ ‘ચેન્જ નંબર’ છે તેની અંદર તમે તે જ એકાઉન્ટની અંદર તે જ ફોન પર નંબરને બદલી શકો છો. અને આ ફીચર દ્વારા તમારો બધો જ ડેટા, જેમાં તમારી પ્રોફાઈલની માહિતી, તમારા ગ્રુપ્સ વગેરે તમારા નવા નંબર પર ટ્રાન્સફર

image source

થઇ જશે. અને માત્ર તેટલું જ નહીં તે તમારા જુના નંબર સાથે સંકળાયેલા બધી જ વસ્તુઓને ડીલીટ કરી નાખશે જેના કારણે તમારા કોન્ટેક્ટના લોકોને તમારો જૂનો નંબર તેમના લિસ્ટમાં જોવા જ નહીં મળે. તમે જયારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તમારા વોટ્સએપ નંબરને બદલતા હોવ ત્યારે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરવાની જરૂર છે. જો તમે તમારો વોટ્સએપ નંબર બદલવા માંગો છો પણ ચેટ ડિલીટ થઈ જવાની બીકે આવું નથી કરી શકી રહ્યાં તો હવે હેરાન થવાની જરુર નથી. આજે તમે જાણશો ચેટ ગુમાવ્યા વગર વોટ્સએપ નંબર બદલવાની સરળ રીત. નંબર બદલ્યો હોવાની માહિતી તમારા કોન્ટેક્ટને મળશે

image source

વોટ્સએપ તેનાં યુઝર્સની સુવિધા માટે જરુરી તમાર ફિચર્સ ઓફર કરે છે. જેમાંથી એક છે ચેન્જ નંબર ફિચર. જેની મદદથી ચેટ ગુમાવ્યા વગર વોટ્સએપ નંબરને સરળતાથી બદલી શકાય છે. આ ફિચરની વધુ એક ખાસ બાબત છે કે યૂઝર્સ પોતાનો કોન્ટેક્ટ નંબર બદલાયો હોવાની માહિતી ઓટોમેટીકલી તેના કોન્ટેક્ટને આપી દે છે. તો જાણીએ ચેટ ગુમાવ્યા વગર કેવી રીતે સરળતાથી વોટ્સએપ નંબર બદલી શકાય છે.

જુનો નંબર વોટ્સએપ પર રજિસ્ટર્ડ હોવો જરુરી

image source

વોટ્સએપ નંબર બદલવાની પ્રોસેસ શરુ કર્યા પહેલા ફોનમાં એક નંબર વાળુ સીમ લગાવી લો અને એ સુનિશ્ચિત કરી લો કે તે નંબર પર ફોન અને એસએમએસ રિસીવ થઈ રહ્યાં હોય. એ બાબતનું ધ્યાન જરુર રાખો કે તમારો જુનો નંબર હજુ પણ વોટ્સએપ પર રજિસ્ટર્ડ છે કે નહીં. તમે વોટ્સએપ પર પોતાના રજિસ્ટર્ડ નંબરને વોટ્સએપ સેટિંગ્સ મેન્યૂમાં પ્રોફાઇલ પર ટેપ કરીને જોઈ શકશો.

આ સ્ટેપ્સને ફોલો કરો.

– ફોનમાં વોટ્સએપ ઓપન કરો

image source

– જો તમે આઈફોન યૂઝર છો તો સેટિંગ્સમાં જાઓ.

– જો આપ એન્ડ્રોઇડ યૂઝર છો તો એપમાં ઉપર આપવામાં આવેલ ત્રણ ડોટ પર ટચ કરો

– હવે, એકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરીને ચેન્જ નંબરમાં જાઓ

– ત્યાં તમને એક સ્ક્રીન જોવા મળશે જેને કન્ફર્મ કરવાનું રહેશે કે તમે નવા નંબર પર કોલ અને એસએમએસ રિસીવ કરી શકો છો.

image source

– જેને કન્ફર્મ કર્યાં બાદ નેક્સ્ટ બટન પર ટેપ કરો

– હવે તમારા જુના અને નવા નંબરને એન્ટર કરો

– નેક્સ્ટ પર ટેપ કરીને વોટ્સએપ નંબર ચેન્જ કરવાનાં ફાઇનલ સ્ટેપર આવો.

– હવે વોટ્સએપ આપને પુછશે કે શું તમે નંબર ચેન્જ થવાની જાણકારી તમારા કોન્ટેક્ટને આપવા માંગો છો.

– જ્યાં તમને All contacts, Contacts i have chat with કે Custom numbersનું ઓપ્શન મળશે. તમારા નંબર ચેન્જ કરવાની માહિતી વોટ્સએપ ગ્રૂપને ઓટોમેટીકલી પહોંચી જશે.

– હવે ડન પર ટેપ કરી દો.

નવા નંબરથી ચેટીંગ શરુ કરી શકશો

image source

છેલ્લે વોટ્સએપ તમને નવો ફોન નંબર રજિસ્ટર કરવા માટે કહેશે. નંબર રજિસ્ટર કરવા માટે તમારી પાસે એસએમએસથી 6 અંકનો એક કોડ કે ફોન કોલ આવશે. રજિસ્ટર થયા બાદ તમે પહેલાની જેમ તમારા નવા નંબરથી ચેટીંગ શરુ કરી શકશો. તમે તમારા નંબરની સાથે ફોનને પણ ચેન્જ કરી રહ્યાં છો તો તમને ગૂગલ ડ્રાઇવ કે આઈક્લાઉડ થી ચેટનું બેકઅપ લેવુ પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,