પ્રાણી કે જીવ જંતુ સપનામાં આવે તો થાય છે આ લાભ, જાણી લો જલદી તમે પણ

કહે છે કે સ્વપ્નો અક્ષરો સમાન હોય છે કે જે અચેતન મન સાથે જોવાયેલા હોય છે. જો તેમની યોગ્ય રીતે ઓળખ કરી લેવામાં આવે, તો આપણે તેમના કહેવાનો મતલબ સ્પષ્ટ સમજી શકીએ. સ્વપ્નો સારા-નરસા ઘણા પ્રકારનાં હોય છે. સપનાં સૌ કોઈને આવે છે. કોઇકને પોતાના જીવન સાથે જોડાયેલા સપના આવે, કોઇકને બિહામણા સપના દેખાય, કોઇકને વૃક્ષ-રોપાઓ અને પ્રાણીઓ સપનામાં દેખાય છે. કેટલીક વાર આપણને સપનામાં જીવ-જંતુ કે જાનવર દેખાતા હોય છે, તેનો મતલબ તે નથી કે તમે પ્રાણી પ્રેમી છો. પ્રાણીઓ દેખાવા તે પણ તમારા જીવનમાં આવનાર પરિસ્થિતિનો એક સંકેત છે. આજે અમે તમને જણાવીશું કે તમને ક્યું પ્રાણી દેખાય તો તેનો અર્થ શું છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણને આવનાર સપના ભવિષ્યનો સંકેત આપે છે. વિજ્ઞાન માને છે કે સપનાનો કોઇ અર્થ નથી હોતો પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનું કોઇ સંકેત આપે છે.

કાળો નાગ

image soucre

સપનામાં જો તમને કાળો નાગ દેખાય છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા કામમાં વૃદ્ધિ થવાની છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સાપ તેવા લોકોને પણ દેખાય છે કે જેમને પૈસા અને ફાયદા મળવાનાં છે. જો કોઈ પણ સાપ ફીણ ફેલાવેલું હોય અને આપ તેની પાછળ તરફ જુઓ, તો આપના માટે શુભ ફળ આપનાર રહેશે. આપની સાથે નાગ દેવતાના આશીર્વાદ રહેશે.

સસલું

image source

જો તમને સપનામાં સસલું દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રેમ વધશે વૈવાહિક જીવન વ્યવસ્થિત રીતે જશે.

ગરોળી

image soucre

ગરોળીને સપનામાં જોવી તે પણ એક સારો સંકેત છે. આ સપનાનો અર્થ છે કે તમને અચાનક ઘનપ્રાપ્તિ થવાની છે. કરજ જેવી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળવાની છે અને તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે.

બકરી

image source

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં બકરી દેખાવી તે બદલાવનો સંકેત છે. જે તમે વ્યવસાયિક યાત્રા કે મિત્રો સાથે યાત્રા કરવાના છો તો તે સુખદ અને સફળ સાબિત થશે.

માછલી

image soucre

જો તમને સપનામાં માછલી દેખાય છે તો તેનો અર્થ છે કે તમારુ અટકેલુ ધન પ્રાપ્ત થશે અને જો તમે અવિવાહિત છો તો જલ્દી જ તમારા લગ્ન થઇ જશે.

સિંહ

image soucre

સિંહનું સપનામાં આવવું તે ઇશારો કરે છે કે તમારુ પદ અને પ્રભાવ વધવાનો છે. તમને તમારા કાર્યમાં સફળકતા મળશે અને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો.

હાથી

image source

સ્વપ્નશાસ્ત્ર અનુસાર હાથીને સપનામાં જોવો તે શુભ સંકેત છે. તેનાથી તમને કોઇ પણ માધ્યમથી ધન પ્રાપ્ત થઇ શકે છે. આવનારી મોટી સમસ્યા સામે લડવા તમે તૈયાર છો તેવું પણ સાબિત થાય છે.

ઘોડો

image soucre

તમને જણાવી દઈએ કે જો તમે તમારા સપનામાં કોઈ જગ્યાએ ઘોડા પર સવારી કરતા જોશો તો તેનો અર્થ એ કે તમને ખૂબ જ જલ્દી ફાયદો થવાનો છે. આ સિવાય તમે કામ સાથે જોડાયેલા કોઈપણ નવા કામ મેળવી શકો છો, સ્વપ્નમાં વરસાદ જોઈને અને તેમાં ભીંજાયેલા ઘરે આવવું પણ શુભ સંકેત માનવામાં આવે છે, આ સ્વપ્ન તમને ભવિષ્યમાં પૈસા આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,