નાયગ્રા ફોલની આ હકીકતો જાણી તમે ચકિત થઈ જશો…

નાયગરા ફોલની આ હકીકતો જાણી તમે ચકિત થઈ જશો. નાયગરા ફોલ્સનું અદ્ભુત સૌંદર્ય તેનો વૈભવ તે કંઈ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઘૂંઘવાયેલું પાણી જ્યારે સેંકડો ફૂડ નીચે પુરા જોરથી પડે છે ત્યારે નાઇગરાના ધોધો પ્રચંડ ઘોંઘાટ કરે છે. જગતનું 20 ટકા શુદ્ધ પાણી તળાવોમાં સમાયેલું છે જેમાંનું મોટા ભાગનું નાઇગરાના ધોધોમાં વહી જાય છે.


નાઇગરાના ધોધો કેનેડા તેમજ યુનાઇટેડ સ્ટેટ્સના જોવાલાયક સ્થળોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે તે તો તમે જાણતા જ હશો, તેમ છતાં તમે તે સાથે જોડાયેલી કેટલીક હકીકતોથી આજે પણ અજાણ હશો.

1. નાયગરાના ધોધ વાસ્તવમાં ત્રણ અલગ અલગ જળ ધોધ છે


નાયગરા ફોલ્સ એ ત્રણ જળ ધોધનું એક સામૂહિક નામ છે કેનેડાના ઓન્ટારિયો રાજ્ય અને યુ.એસ એના ન્યુયોર્ક રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમાપર આવેલા છે. આ ત્રણ જળ ધોધમાંના બે – બ્રાઇડલ વેઇલ ફોલ્સ અને હોર્સશૂ ફોલ્સ અમેરિકન છે. આ બધા જ વોટરફોલ્સ નાયગરા નદીમાં ઉદ્ભવે છે, આ નદી લેક એરી અને લેક ઓન્ટારિયો સુધી 36 માઇલમાં વિસ્તરેલી છે.


આ ત્રણ ધોધ મળીને વિશ્વના બધા જ ધોધોમાં સૌથી પ્રચંડ પ્રવાહ ઉત્પન્ન કરે છે.

2. તે નોર્થ અમેરિકાનો સૌથી વિશાળ જળ ધોધ છે, પણ વિશ્વમાં નહીં.


નાયગરા ફોલ્સ પહોળાઈ અને પ્રબળતાની રીતે ઉત્તર અમેરિકાનો સૌથી વિશાળ જળ ધોધ છે, પણ વિશ્વના 500 જેટલા જળધોધો તેનાથી પણ વધારે ઉંચાઈ ધરાવે છે જેમ કે યોસેમાઇટમાંનો રિબન ફોલ જે 1600 ફીટની ઉંચાઈ ધરાવે છે.

3. ભૂસ્તરશાસ્ત્રીય સ્તર પ્રમાણે, નાયગરા ફોલ્ય અન્ય ધોધની સરખામણીએ નવા છે.


નાયગરા ફોલ્સ હીમયુગની અસરનું પરિણામ છે. ગ્લેસિયરના બરફ પીગળીને નાયગરા રીવરમાં ઠલવાય છે, અને સ્થાનીક ભૂગોળમાંથી વહીને આગળ જતાં ધોધનુ સ્વરૂપ લે છે. નાયગરા ફોલ્સ જે વિશિષ્ટ રીતે બન્યા છે તે 10,000 વર્ષ પહેલાં થયેલા વિસ્કોન્સીન ગ્લેસિયસની (એક હિમયુગ) ભેટ છે.

4. એક ફ્રેન્ચ પાદરી પહેલા એવા યુરોપિયન હતા જેમણે આ ધોધોની નોંધ લીધી હતી.


પ્રથમ પ્રત્યક્ષદર્શી દસ્તાવેજીકરણ ફાધર લૂઈસ હેનેપિન કે જેમણે પ્રથમવાર 1678ની ચડાઈ દરમિયાન ધોધ જોયા હતા તેમણે કર્યું હતું, અને ત્યાર બાદ તેઓ ફ્રાન્સ પાછા ફર્યા અને તેના પર એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, A New Discovery, જેમાં તેમના પર આ વિશાળ જળધોધે તેમને જે રીતે પ્રભાવિત કર્યા હતા તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.

5. ધી નાયગરા ફોલ્સ સ્ટેટ પાર્ક તે દેશનો સૌથી જુનો સ્ટેટ પાર્ક છે


1885માં ન્યૂયોર્ક ગવર્નર ડેવીડ બી. હિલ્સે નાયગરા રિઝર્વેશન પર કાયદો ઘડ્યો હતો અને આ રીતે તે રાજ્ય તેમજ દેશનો સૌ પ્રથમ સ્ટેટ પાર્ક બન્યો.

6. ધોધના ધોવાણ (ઘસારા)નો દર પ્રતિ વર્ષે 3થી 4 ટકા રહે છે

વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આવનારા 50,000 વર્ષમાં આ ધોધ સંપૂર્ણ પણે ઘસાઈ જશે. તમારે તમારા જીવનમાં એકવાર તો આ અદ્ભુત ગર્જના કરતા ઘૂંઘવાતા ધોધ ચોક્કસ જોઈ જ લેવા જોઈએ.


7. એક સદી કરતાં પણ વધારે આ ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે

19મી સદીના અંતથી આ વિસ્તારને હનિમૂન કેપિટલ ઓફ ધી વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આજે દર ઉનાળામાં 1.2 કરોડ લોકો આ ધોધ તેમજ તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લે છે. ધી મેઇડ ઓફ ધી મિસ્ટ બોટની ટુઅર અહીંના મુલાકાતીઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ ટુઅર હોર્સશૂ ફોલ્સ અને બ્રાઇડલ વેઇલ ફોલ્સની તદ્દ્ન નજીક લઈ જાય છે. અને તમે ધોધની શીકર (વાછટ)થી લથબથ થઈ જાઓ છો.

8. એક 63 વર્ષીય વૃદ્ધ સ્ત્રી પહેલી એવી વ્યક્તિ હતી જેણે ધોધ પરથી છલાંગ લગાવી હતી.


આ વિશાળ-પ્રચંડ પ્રવાહવાળા ધોધ પરથી પ્રથમ છલાંગ લગાવાનું સાહસ કોઈ યુવાને નહીં પણ એક વૃદ્ધ સ્ત્રીના નામે છે. તેણી 63 વર્ષિય એની એડસન ટેલર હતી. અત્યંત ગરીબીમાં જીવતી એવી ટેલરે 1901માં આ ધોધની મુલાકાત લીધી હતી, અને રીચ અને ફેમસ બનવાના પ્રયાસમાં તેણીએ આ સાહસ કર્યું હતું. તેણીએ હોર્સશૂ ફોલ પરથી છલાંગ લગાવવાનો સ્માર્ટ નિર્ણય લીધો હતો તે પણ એક પીપમાં બેસીને. આ પીપ તેણીએ પોતે જ ડીઝાઈન કર્યું હતું. આ બેરલ નાયગરા નદીના પ્રવાહમાં અસહાય રીતે વહ્યા કર્યું છેવટે 20 મીનીટ બાધ ધોધ પરથી છલાંગ લગાવી. પોતે બચી ગઈ હોવા છતાં ટેઇલરે ચેતવણી આપી હતી કે “Don’t try it” એટલે કે આવો અખતરો જરા પણ ન કરતા. જો કે તેણીનો જે શ્રીમંત બનવાનો ઉદ્દેશ હતો તે તો પૂર્ણ ન થયો અને તેણી 1921માં ગરીબીમાં જ મૃત્યુ પામી.


9. હોલિવૂડને પણ નાયગરા ફોલ્સથી એક અલગ જ લગાવ છે

મેરિલીન મનરો થી 1980ના દાયકાના સુપરમેન 2 થી પાઇરેટ્સ ઓફધી કેરેબિયન સુધી બધા જ માટે નાયગરા ફોલ્સ એ શૂટીંગ માટેનું પ્રખ્યાત સ્થળ છે. આકસ્મિક રીતે મનરોની 1953ની ફિળ્મ ‘નાયગરા’ દ્વારા નાયગરા ફોલ્સને ખુબ જ ખ્યાતિ મળી હતી.

10. નાયગરા ફોલ્સ ન્યોયોર્ક રાજ્યની સૌથી વધારે ઇલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરે છે


નાયગરા રિવર પર પહેલું હાઇડ્રોઇલેક્ટ્રીક સ્ટેશન 1881માં બાંધવામાં આવ્યું હતું. 1896 સુધીમાં આ પ્લાન્ટ 26 માઇલ દૂર બફાલોમાં ઇલેક્ટ્રીસીટી ટ્રાન્સમીટ કરતું થયું, આ ઘટનાને આલ્ટરનેટ કરન્ટના ઇતિહાસની નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે. આજે આ પ્લાન્ટ 2.4 મિલિયન કિલોવોટ્સ પાવર જનરેટ કરે છે અને તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોથા ક્રમનો સૌથી વિશાળ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે.

11. આત્મહત્યા માટે પણ આ ધોધને પસંદ કરાય છે

દર વર્ષે આ ધોધમાં 20થી 25 લોકો આત્મહત્યા કરે છે; 1850થી અત્યાર સુધીમાં ધોધના તળિયેથી 5000થી પણ વધારે મૃતદેહો રીકવર કરવામાં આવ્યા છે.


ડેરડેવિલ્સ એટલે કે અહીંથી ફોલ્સમાં છલાંગ લગાવવાનું સાહસ કરનારાઓને દોષી માનવામાં આવે છે અને તેમને છૂટકારો મેળવવા માટે 10000 ડોલરનો દંડ પણ ભરવો પડે છે.

શું તમને ખબર છે કે એક સરેરાશ અમેરિકન સાડા સાત વર્ષમાં જેટલું પાણી વાપરે છે તેટલું પાણી (750,00 ગેલન્સ/284000 લીટર) નાયગરા ફોલ્સમાંથી માત્ર એક જ સેકન્ડમાં વહી જાય છે ? તો આ હતી નાયગરા ફોલ્સને લગતી કેટલી અજાણી વાતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ