વાહ વાહ, શરૂ થઈ એક જોરદાર નવી સુવિધા, ઇન્ટરનેટ વિના માત્ર એક મેસેજથી આધાર કાર્ડના કોઈપણ કામ થઈ શકશે!

આજકાલ ઇન્ટરનેટ દરેક નાના ગામ અને શહેરમાં પહોંચી ગયું છે. સસ્તા ડેટા અને મોબાઈલ ફોનને કારણે હવે દરેકના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. દરેક નાની-મોટી માહિતી ફક્ત થોડીવારમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી મેળવી શકે છે. આ હોવા છતાં એવા લોકોની પણ મોટી વસ્તી છે જેમને ઇન્ટરનેટ વિશે વધારે ખબર નથી, આવા લોકો માટે યુઆઈડીએઆઈ ઘણી સુવિધાઓ પ્રદાન કરી રહી છે.

image soucre

યુઆઈડીએઆઇએ આધાર સંબંધિત કેટલીક આવી સેવાઓ શરૂ કરી છે, જે તમે એસએમએસ દ્વારા મેળવી શકો છો. આ માટે તમારે યુઆઈડીએઆઈની ઇન્ટરનેટની વેબસાઇટ ખોલવાની જરૂર નથી અને આધાર એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ માટે સ્માર્ટફોનની જરૂર નથી, કોઈપણ આ સુવિધાઓ એક સરળ ફીચર ફોનથી પણ મેળવી શકે છે, જેમાં ઇન્ટરનેટની સુવિધા ન હોય તો પણ કોઈ વાંધો નથી.

image soucre

આ સેવા સાથે વપરાશકર્તાઓ આધાર સાથે સંબંધિત ઘણી સેવાઓ મેળવી શકે છે જેમ કે વર્ચુઅલ આઈડી (વીઆઈડી) નું જનરેશન અથવા રિટ્રીવલ, તેમના આધારને લિંક અથવા અનલોક કરવું, બાયમેટ્રિક લિંક કરવું અને અનલોક કરવું. આ બધી જ સુવિધા માટે તમારે કરવાનું માત્ર એટલું જ છે કે તમારે જે સુવિધા અથવા સેવા જોઈએ તે માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી હેલ્પલાઇન નંબર 1947 પર એક એસએમએસ મોકલવાનો છે. તો ચાલો આપણે સમજીએ કે ફક્ત એક જ એસએમએસ સાથે આધાર સંબંધિત સેવાઓ કેવી રીતે મેળવી શકાય છે.

વર્ચુઅલ આઈડી કેવી રીતે બનાવવી

વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે, મોબાઇલના મેસેજ બોક્સ પર જાઓ અને જીવીઆઈડી (સ્પેસ) અને તમારા આધાર નંબરના છેલ્લા 4 અંકો દાખલ કરો અને તેને 1947 પર મોકલો.

  • તમારી વીઆઇડી મેળવવા માટે આરવીઆઇડી (સ્પેસ) લખો અને તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરો.
  • તમે બે રીતે OTP મેળવી શકો છો. પહેલા તમારા આધાર નંબર દ્વારા, બીજા તમારા વીઆઇડી દ્વારા.
  • આધારથી ઓટીપી માટે – GETOTP (સ્પેશ) લખો અને તમારા આધારના છેલ્લા ચાર અંકો દાખલ કરો.
  • વીઆઇડીથી ઓટીપી પ્રકાર માટે – GETOTP (સ્પેશ) અને એસએમએસમાં તમારી ઓફિશિયલ વર્ચ્યુઅલ ID ના છેલ્લા 6 અંકો દાખલ કરો

આધારને લોક અને અનલોક કરવા માટે

image soucre

તમે ફક્ત એક જ એસએમએસથી તમારા આધારને લોક અથવા અનલોક કરી શકો છો. આનો ફાયદો એ છે કે કોઈ પણ વ્યક્તિ તમારા આધારનો દુરૂપયોગ કરી શકે નહીં. તમે ઇચ્છો ત્યારે તેને લોક કરી શકો છો અને જ્યારે તમે તેનો ઉપયોગ કરવા માંગતા હો ત્યારે તેને અનલોક કરી શકો છો. તમારો આધાર લોક કરવા માટે, તમારી પાસે વીઆઇડી હોવી જરૂરી છે.

એસએમએસ દ્વારા લોક કરવાની પ્રક્રિયા

image source

1. પ્રથમ એસએમએસમાં, ટેક્સ્ટ પર જાઓ અને GETOTP (SPACE) અને તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરો.

2. બીજો એસએમએસ તરત જ ઓટીપી પ્રાપ્ત કર્યા પછી મોકલાવો જોઈએ. જેમાં LOCKUID (SPACE) તમારા આધારના છેલ્લા 4 અંક પછી (SPACE) 6 અંકનો ઓટીપી દાખલ કરો

એસએમએસ દ્વારા અન-લોક કરવાની પ્રક્રિયા

image soucre

1: એસએમએસ પર જાઓ અને GETOTP (SPACE) લખો પછી તમારી VID ના છેલ્લા 6 અંકો દાખલ કરો.

2: તેમાં બીજો એસએમએસ મોકલો, અનલોક (SPACE) લખો તમારી વીઆઇડી (SPACE) ના છેલ્લા 6 અંકો 6 અંકનો ઓટીપી દાખલ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong