5 લાખની કિંમત ધરાવતી Wagon R VXI અહીં મળી રહી છે સાવ સસ્તી કિંમતે, જાણી લો જલદી

કાર ખરીદવી એ ઘણા ખરા લોકોનું સ્વપ્ન હોય છે પણ બધા લોકો પોતાનું આ સ્વપ્ન પૂરું નથી કરી શકતા. ખાસ કરીને સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં જીવન જીવતા લોકો માટે કાર ખરીદવી એ જીવનના મોટા ટર્નિંગ પોઇન્ટ બરાબર છે.

image source

જો તમે તમારા માટે કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો અમે આપને એક શાનદાર ઓફર વિશે માહિતી આપવાના છીએ. આ ઓફરમાં તમે 5 લાખની કિંમત ધરાવતી Wagon R VXI માત્ર 1.80 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. આ કારને મારુતિ સુઝુકીના ઓનલાઇન કાર લેવા વેંચવા માટેના પ્લેટફોર્મ True Value પર વેંચવા મુકાઈ છે. એ સિવાય આ કારની ખરીદી કરવા પર અમુક અન્ય ફાયદાઓ પણ મળી રહ્યા છે.

image soucre

અસલમાં શાનદાર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ Wagon R VXI કાર એક સેકન્ડ હેન્ડ કાર છે અને તે 2014 નું મોડલ છે. આ પેટ્રોલ એન્જીન વાળી કાર અત્યાર સુધીમાં કુલ 85,770 કિલોમીટર સુધી ચાલી ચુકી છે અને તેનો રંગ વ્હાઈટ છે. તેના ટ્રાન્સમિશનની વાત કરીએ તો તેમાં મેન્યુ

image soucre

અલ ટ્રાન્સમિશન છે તેમજ તેમાં કોઈ પ્રકારનું એક્સ્ટર્નલ ફિટમેન્ટ નહિ મળે.

Wagon R VXI ખરીદવા પર મળશે આ ફાયદાઓ

image soucre

True Value વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ કારને મારુતિના જેન્યુઇન પાર્ટ્સથી રીફર્બિશ કરવામાં આવી છે. આ સાથે કારની ખરીદી કરવા પર તમને 6 મહિનાની વોરંટી અને 3 ફ્રી સર્વિસનો લાભ પણ આપવામાં આવશે. જો તમે આ કારની ટેસ્ટ ડ્રાઇવ કરવા માંગતા હોય કે ડીલર સાથે સંપર્ક કરવા માંગતા હોય તો ” Book a test drive ” બટન પર ક્લિક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ શકો છો. એ સિવાય તમે ” Contact dealer ” પર ક્લિક કરીને સીધા જ કારના ડીલર સાથે સંપર્ક કરી શકશો. એટલું જ નહિ તમે વેબસાઈટ પર જઈને તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે રજિસ્ટર કરાવી શકો છો. બાદમાં ટ્રુ વેલ્યુ અને તેના પાર્ટનર સામેથી તમને સંપર્ક કરી કાર બાબતે તમને માહિતી આપશે.

કાર ખરીદતી વખતે રાખવું જરૂરી છે આ બાબતોનું ધ્યાન

image soucre

True value ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર વેબસાઈટ પર બતાવવામાં આવેલી કારની કિંમત એડિશનલ ચાર્જ વગરની કિંમત હોય છે. એટલા માટે જો તમારે કારની એડિશનલ ચાર્જ સહિતની કિંમત જાણવી હોય તો ડીલરશીપ સાથે સંપર્ક કરવો પડશે. એ સિવાય સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે તમારે કારના પેપર જેમ કે આરસી બુક, ઇન્શ્યોરન્સ, અને અન્ય વિગતો વ્યવસ્થિત જાણી, જોઈ, સમજી, વિચારીને જ કારનો સોદો કરવો જોઈએ.