દુનિયાનો એક અનોખો દેશ, જેને કહેવાય છે ઝરણાંનો દેશ, બીજી આ વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ

દુનિયાનો એ અનોખો દેશ, જે કહેવાય છે ઝરણાંનો દેશ, ચાલો એ વિશે વધુ જાણી લઈએ

ઉત્તર યુરોપના ફેનોસ્કેનેડિયન વિસ્તારમાં આવેલુ ફિનલેન્ડ ખૂબ જ સુંદર દેશ છે. શુ તમે જાણો છો કે ફિનલેન્ડને ઝરણાનો દેશ પણ કહેવામાં આવે છે. હવે તમને વિચાર આવતો હશે કે એવું તો શું ખાસ છે કે આ દેશને ઝરણાનો દેશ કહેવામાં આવે છે.

image source

તો અમે તમને જણાવી દઈએ કે આ દેશમાં એક લાખ 87 હજારથી પણ વધુ ઝરણાં છે જે આ દેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.આ બધા સિવાય ફિનલેન્ડ સાથે જોડાયેલી બીજી ઘણી બધી રોચક વાતો છે જેને જાણ્યા પછી લોકો અચરજમાં પડી જાય છે. તો ચાલો જાણી લઈએ આ દેશ વિશે વધુ માહિતી…

image source

ફિનલેન્ડ એક એવો દેશ છે જ્યાંનું વાતાવરણ ખૂબ જ રમણીય અને મનમોહક છે. ગરમીના દિવસોમાં અહીંયા રાતના 10 વાગે તો એવું લાગે છે જાણે હજી હમણાં જ સાંજ પડી હોય. તો ઠંડીની ઋતુમાં અહીંયા દિવસે મોટાભાગે અંધારું જ હોય છે. ફક્ત બપોરના જ થોડા સમય માટે સૂર્ય દેવના દર્શન થઈ શકે છે. અને એ પણ ક્યારેક ક્યારેક જ..

આ દેશમાં પત્નીઓને પોતાની પીઠ પર ઉઠાવીને દોડવાની એક વર્લ્ડ લેવલની સ્પર્ધા થાય છે. આ સ્પર્ધામાં જે પણ વ્યક્તિ જીતે છે, એ વ્યક્તિને એની પત્નીના વજન જેટલી જ બિયર પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. આ સ્પર્ધા કદાચ આખી દુનિયામાં સૌથી અનોખી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં ડેનમાર્ક, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા દેશોના કપલ ભાગ લે છે. એ સિવાય અહીંયા પોતાનો મોબાઈલ ફોન ફેંકવાની પણ સ્પર્ધા થાય છે.

image source

ફિનલેન્ડનો સૌથી રસપ્રદ કાયદો એ છે કે અહીંયા ટ્રાફિક ચલણ લોકોના પગાર પ્રમાણે બનાવવામાં આવે છે. જો કે આનો દુરુપયોગ પણ લોકોએ ખૂબ જ કર્યો. હે. કારણ કે લોકો જાણી જોઈને ટ્રાફિક પોલીસને પોતાનો પગાર ઓછો જણાવે છે જેથી કરીને એમનું ચલણ ઓછી રકમનું બનાવવામાં આવે.

image source

અહીંયા ટોર્નિયો નામનું એક ખૂબ જ અનોખું ગોલ્ફ મેદાન છે જેનો અડધો ભાગ ફિનલેન્ડમાં અને બીજો અડધો ભાગ સ્વીદનમાં આવેલો છે. આ ગોલ્ફ કોર્સમાં કુલ 18 હોલ્સ છે, જેમાંથી 9 ફિનલેન્ડમાં અને બાકીના 9 સ્વીડનમાં છે. અહીંયા લોકો ઘણીવાર રમતા રમતા એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે.

image source

તમને જણાવી દઈએ કે મોબાઈલ બનાવનારી કંપની નોકિયા અને દુનિયાને એંગ્રી બર્ડ્સ આપનારી રેવિયો કંપની ફિનલેન્ડની જ છે. એટલું જ નહીં ફિનલેન્ડએ જ દુનિયાને પહેલું ઇન્ટનેટ બ્રાઉઝર આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ