સ્વિટ્ઝરલેન્ડમાં ‘વિરુષ્કા’ કરશે ન્યૂ યર સેલિબ્રેશન, એકવાર જોશો આ રોમેન્ટિક તસવીરો તો વારંવાર થશે જોવાનુ મન

સ્વિટ્ઝરલેન્ડમાં નવું વર્ષ ઉજવવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ

નવા વર્ષની ઉજવણી કરવા બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો ખાસ જગ્યાઓએ વેકેશન માણતા જોવા મળી રહ્યા છે.

તેવામાં બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિંટર વેકેશન માટે નીકળી ચુક્યા છે. આ સ્ટાર કપલ બરફીલા પર્વતો વચ્ચે 31ની ઉજવણી કરવા પહોંચ્યા છે.

image source

તાજેતરમાં જ તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે બંને સૂર્ય પ્રકાશમાં ઊભી પોઝ આપી રહ્યા છે. આ તસવીર વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on


સફેદ બરફની ચાદર પર બંને ગરમ કપડા પહેરી એક સાથે જોવા મળે છે. વિરાટ કોહલીએ ડાર્ક રંગના કપડા પહેર્યા છે જ્યારે અનુષ્કા શર્મા બ્રાઈટ ઓરેંજ રંગના ગરમ શૂટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં બંને શાનદાર દેખાય છે અને બંનેના વખાણ તેમના ચાહકો પણ કરી રહ્યા છે.

image source

આ સ્ટાર કપલ સ્વિટ્સઝરલેન્ડ પહોંચ્યું છે. તેમની આ તસવીર સ્વિટ્સઝરલેન્ડના સ્તાદ શહેરની છે. બંને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા અહીં પહોંચ્યા છે. ક્રિકેટના બિઝી શેડ્યૂલ વચ્ચેથી વિરાટ કોહલી અને શૂટિંગ વચ્ચે સમય કાઢી અને અનુષ્કા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા વેકેશન માટે નીકળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

મહત્વપૂર્ણ છે કે આ પહેલા બંનેએ એક સાથે ભૂતાનની ટ્રિપ કરી હતી. ભૂતાન ટ્રિપની બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.

તે સમયે અનુષ્કાએ ત્યાંની સુંદરતા, શાંતિ અને પ્રકૃતિની સુંદરતાના ફોટો શેર કર્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા હાલ કોઈ ફિલ્મના પ્રોજેક્ટ પર કામ નથી કરી રહી. જ્યારે વિરાટ કોહલી થોડા સમય પહેલા ક્રિકેટ મેચની સીરીઝ રમી ચુક્યા છે. વર્ષ 2020ની શરૂઆત પણ તેમની ક્રિકેટ સાથે થનાર છે.

વર્ષની શરૂઆતમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલીયા સાથે ભારતમાં મેચ યોજાશે ત્યારબાદ ઈન્ડિયા ન્યૂઝિલેન્ડ ટી-20 મેચની સિરીઝ રમવા જશે. આ મેચ 24 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે હાલ બંને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે.

image source

તાજેતરમાં જ વિરાટ કોહલીને એક મુલાકાત દરમિયાન અનુષ્કા શર્માની ફિલ્મોમાંથી તેમને કઈ ફિલ્મ સૌથી વધારે પસંદ છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

આ પ્રશ્નના જવાબમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે તેના માટે કરન જોહર નિર્દેશિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ સ્પેશિયલ છે. કારણ કે તેમાં અનુષ્કાનું પાત્ર ખાસ છે અને તે હંમેશા તેનું ફેવરેટ પાત્ર રહેશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વેસ્ટઈંડીઝ સામેની ટી-20 સીરીઝમાં વિરાટ કોહલીએ ત્રીજા અને નિર્ણાયક કહી શકાય તેવા મેચમાં વિસ્ફોટક પારી રમી હતી અને તેના ફેન્સને ખુશ કરી દીધા હતા. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.

image source

અનુષ્કા શર્માની વાત કરીએ તો હાલ તે કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહી. તે છેલ્લે શાહરુખ ખાન સાથની ઝીરો ફિલ્મમાં છેલ્લી વાર જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ