જાણો સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના લોકો માટે કેવું રહેશે વેલેન્ટાઇન વીક, આ રાશિના લોકોનું રોમાન્સ મીટર તો 90 ટકા છો હોં…અને તમારું?

અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે અનેક રાશિના લોકો પોતાના પ્રેમનો એકરાર કરી રહ્યા છે. આ સમયે લવ હોરોસ્કોપની વાત કરીએ તો સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના લોકોને વધારે ફાયદો આ વીકમાં મળી શકે છે.

સિંહ રાશિ

વેલેન્ટાઈન વીક સિંહ રાશિના જાતકો માટે થોડું ઓછું સારું રહેશે. કેમકે આ સમયે પ્રેમી જાતકો માટે તેમના પાર્ટનર સાથે તેઓ કોઈ કારણસર વિવાદ સંભવ છે. તેમના સંબંધોમાં દૂરી આવી શકે છે. જો કે વેકેન્ટાઈન ડેના દિવસે તમે આ વિવાદ ભૂલાવીને એકમેકની માફી માંગી શકો છો. અહીં તમે લગ્ન કરી ચૂક્યા છો તો તમે તમારા સાથીને ખુશ કરવા માટે કોઈ ઘરેલૂ કામમાં તેમની મદદ કરી શકો છો. આમ કરવાથી જીવનસાથી ખુશ થઈને તમારા પર દિલ ખોલીને પ્રેમ વરસાવી શકે છે. સિંગલ લોકોને પણ આ વેલેન્ટાઈન વીકમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અઠવાડિયે તમારો પાર્ટનર સાથેનો રોમાંસ મીટર 60 ટકાનું પરિણામ આપી શકે છે. તમે તમારા પાર્ટનરને કોઈ કિંમતી ગિફ્ટ આપી શકો છો. તેનાથી તેમને ખુશી મળશે.

કન્યા રાશિ

પ્રેમમાં પડેલા કન્યા રાશિના જાતકો આ વેલેન્ટાઈન વીક પર નવમા આસમાને રહેશે. કેમકે તમે જેને સાચો પ્રેમ કરો છો તેમને તમે લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો અને યોગ બની રહ્યા છે કે તેમનાથી સકારાત્મક પ્રતિક્રિયા પણ મળી શકશે. આ પછી શક્ય છે કે તમે બંને એકસાથે બેસીને પોતાના સારા ભવિષ્ય માટે કોઈ ગંભીર યોજનાઓ પર વિચાર કરી શકો છો. આ સિવાય સિંગલ લોકોને માટે પણ ભાગ્ય સાથ આપનારું રહેશે. કેમકે આ સિવાય તેમના જીવનમાં પણ કોઈ ખાસ વ્યક્તિનું આગમન સંભવ છે. તેનાથી તમે તમારા ઘરના લોકોને મળવાનો નિર્ણય પણ લઈ શકો છો. જો તમે લગ્ન કરી ચૂક્યા છો તો તમારા જીવનસાથી તમને કોઈ રોમાન્ટિક ડેટ પર લઈ જઈને તમને આશ્ચર્ય ચકિત કરી શકે છે. આ સાથે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને સાથે તમે બંને વધારે ને વધારે સમય એકમેક સાથે વીતાવી શકો છો. આ સમયે તમારો રોમાન્સ મીટર 90 ટકા સુધી રહી શકે છે અને તમે પાર્ટનરને કોઈ સારી બુક કે ડાયરી ભેટ કરી શકો છો. તે તમારા માટે શુભ રહી શકે છે.

તુલા રાશિ

વેલેન્ટાઈન વીક તુલા રાશિના જાતકો માટે સૌથી મહત્વનું છે. તમે તમારા પ્રેમીની સાથે કોઈ સારી ડેટ કે કોઈ રોમાન્ટિક યાત્રા પર જવાનું વિચારી શકો છો. આ સમયે તમે ગજબની ઉર્જા અનુભવી શકો છો અને સાથે તમે તમારા પાર્ટનરની કોઈ ઉર્જાની આશા રાખો છો. પરંતુ તમારા સ્વભાવને સાથી સ્વાર્થઈ સમજે છે અને તેનાથી દુઃખી થઈ શકે છે. કેટલાક જાતકો આ દિવસે દોસ્તોની સાથે પાર્ટી કરીને તમને સરપ્રાઈઝ આપી શકે છે. જો તમે લગ્ન કરી ચૂક્યા છો તો પણ તમારા માટે સારો સમય રહેશે. તમે ઘરના લોકોની મદદથી સાથીને ક્યાંક બહાર જમવા લઈ જવાનો પ્લાન પણ કરી શકો છો. તમારો રોમાન્સ મીટર આ અઠવાડિયે 60 ટકા રહેશે. આ સાથએ તમે પાર્ટનરને સફેદ કે સામાન્ય ફૂલ કે આઉટફિટ આપી શકો છો. આ સિવાય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ પણ ભેટમાં આપી શકે છો.

વૃશ્વિક

આ રાશિના જાતકો આ વેલેન્ટાઈન વીકનો સૌથી વધારે આનંદ લઈ શકે છે. કેમકે પ્રેમનો આ સપ્તાહ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે. આ સમયે તમે વધારે સમય તમારા પ્રેમી સાથે વ્યતીત કરી શકશો. તમારી સમક્ષ અનેક ભાવનાઓ પાર્ટનર વ્યક્ત કરે તે શક્ય છે. તમે પ્રેમી સાથે પ્રેમના સાગરમાં વહી જાઓ તે પણ શક્ય છે. અનેક લોકો પાર્ટનર સાથે રોમેન્ટિક ટ્રિપ પણ પ્લાન કરી શકે છે. આમ કરવાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે અને સાથે જ આ જવાબદારીઓનો કાર્યભાર તમને વ્યસ્ત રાખી શકે છે. તમે જીવનસાથીથી નારાજ થઈ શકો છો પણ અંતમાં તમે એક સારી ગિફ્ટ આપીને તેને મનાવી લેશો અને તમે સફળતા સાથે આનંદ મેળવશો. આ સમયે તમારો રોમાન્સ મીટર 90 ટકા રહેશે. આ સિવાય તમે પાર્ટનરને નારંગી કે સિંદૂરી કલરનું ફૂલ આપી શકો છો. આ સાથે કોઈ ખાવાની ચીજ પણ ગિફ્ટ કરશો તો તેમને આનંદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ