વાસ્તુ અનુસાર ઘરમાં રાખી લો આ ચીજો, ક્યારેય નહીં ખૂટે ધન

મોટાભાગે એવું બને છે કે ઘરમાં આવેલું ધન ક્યારેય રોકાતું નથી. ધનની ખામી સતત રહ્યા કરે છે અને સાથે જ મુશ્કેલીઓ પણ આવતી રહે છે. એવામાં વાસ્તુ ટિપ્સ તમારા માટે મદદ કરી શકે છે. તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ મુસીબતથી રાહત મેળવવા ઇચ્છો છો તો તમારા માટે ઘરમાં કેટલીક ચીજો રાખવી સારી સાબિત થાય છે.

image source

અનેક વાર પરિવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ જાય છે, એવું લાગે છે કે જેમકે કોઈ ખરાબ નજર તમારા ઘર પર આવી ગઈ હોય. ઘરમાં સતત ક્લેશ, રૂપિયાની અછત, બીમારીઓ અને મુશ્કેલીઓ પણ આવ્યા જ કરે છે. એવામાં તમે આ 8 ચીજોને ઘરમાં રાખીને ઘરની નકારાત્મકતાની સાથે વાસ્તુના દોષ પણ દૂર કરી શકો છો. આ પરિણામ સ્વરૂપ તમને ધનલાભ પણ થશે અને સાથે ઘરમાં સુખ શાંતિ પણ બની રહેશે.

image source

હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ચિહ્નોમાં એક છે ઓમનું નિશાન. આ નિશઆનથી સકારાત્મકતા વધે છે અને સાથે તેના કારણે ઘરમાં રોગને ઉત્પન્ન કરનારી ઉર્જાને નષ્ટ કરે છે. ઓમના નિશાનને ઘરના પ્રવેશ દ્વાર પર, ઘરની વચ્ચે કે ઘરના કોઈ ખૂણામાં રાખી શકાય છે.

image source

ઘરમાં માટીના કે કોઈ પવિત્ર ધાતુ જેવા, તાંબા, પીત્તળ, ચાંદી કે સોનાનો કળશ રાખવો જોઈએ. આ કળશ પર અશોક કે આમના પાનની સિવાય લાલ દોરો બાંધવો. તેનાથી સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ વધે છે. તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરી દેવો જોઈએ. તેનાથી પણ ધનલાભ થઈ શકે છે.

ફેંગશૂઈમાં કાચબાને પણ શુભ માનવામાં આવે છે. તેને ઘરના ખૂણામાં રાખવાથી આનંદનો માહોલ બને છે. તેને ઉત્તર દિશામાં રાખો. કાચબાની જોડી નહીં પણ ફક્ત એક કાચબો રાખો.

image source

લાલ રિબનમાં બાંધેલા 3 સિક્કા પણ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં ધનની આવક અને તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. તમે તેમે પર્સમાં રાખો અથવા તો ઘરના મુખ્ય દરવાજા પર ટિંગાવી દો. તેનાથી પણ ધન તમારા ઘરમાં ટકશે.

ઘરના મેન ગેટ પર કે તેની આસપાસની દિવાલ પર મહિલાઓની હથેળીનું નિશાન બનાવવું. તેને માટે હળદરનો લેપ લેવો અને સાથે તેનાથી હથેળીના નિશાન પ્રવેશ દ્વાર પર બનાવવા. તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરતી નથી અને સાથે દેવી દેવતા તે ઘરની તરફ આકર્ષિત થાય છે.

image source

ઘરમાં માછલીને સુખનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ગોલ્ડન ફિશ રાખવાથી વાસ્તુના અનેક દોષ દૂર થાય છે. જો તમે ઈચ્છો છો તો માછલીના પ્રતીક ચિન્હને પણ ઘરમાં રાખી શકો છો. માછલીનો ફોટો પણ રાખી શકાય છે. ઘરમાં ફિશ એક્વેરિયમ રાખશો તો પણ તે શુભ રહે છે.

image source

ફેંગશૂઈ અનુસાર ગુડ લક માનવામાં આવતું બામ્બૂ પ્લાન્ટના કારણે ઘરમાં હંમેશા ખુશીનો માહોલ રહે છે.

image source

વિંડ ચામથી જે સૂર નીકળે છે તે આખા ઘરમાં ફેલાય છે અને સાથે જ સકારાત્મક ઉર્જા પણ આવે છે. બાલ્કની, બરામદા અને મુખ્ય દ્વાર પર તેને લગાવવાથી પણ જલ્દી લાભ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!