સફળતાની ચાવી: આ બે કામ કરવાથી વ્યક્તિને આજીવન પસ્તાવવું પડે છે, માટે આ કામ ટાળવા…

મિત્રો, જીવનમા કોઈપણ જગ્યાએ સફળતા હાંસલ કરવી એ ખુબ જ મુશ્કેલ કાર્ય છે પરંતુ, તેના કરતા પણ મુશ્કેલ કાર્ય એ સફળતાને કઈ રીતે જાળવી રાખવી તે છે. જો તમે તમારા જીવનમા એક સફળ વ્યક્તિ બનવા ઈચ્છતા હોવ તો હંમેશા તમારે અમુક બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ, જેના વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ.

image source

આપણે સૌ એ આચાર્ય ચાણક્યનુ નામ સાંભળ્યુ જ છે. આચાર્યને રાજનીતિના તજજ્ઞ માનવામા આવે છે. આ ઉપરાંત આચાર્ય અર્થશાસ્ત્રમા પણ નિપૂણ વ્યક્તિ હતા. આચાર્યએ ક્યારેય પણ પોતાના સંઘર્ષોને છોડ્યા નહીં અને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહ્યા અને નિરંતર આગળ વધતા રહ્યા અને અંતે તેને સફળતા પણ મળી.

image source

આજે પણ આચાર્યની નીતિ લોકો માટે સુસંગત છે. આ ચાણક્ય નીતિ વ્યક્તિને જીવનમા આગળ વધવા માટે અને સફળ થવા માટેની પ્રેરણા આપે છે. આચાર્યએ સમગ્ર વિશ્વમા ભારતનુ નામ રોશન કરી દીધુ હતુ. આચાર્યએ કહ્યુ હતુ કે, જ્યા સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યા સુધી હાર ના માનવી જોઈએ પરંતુ, સફળતા અથવા લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થશે? આ એક જટિલ અને મુશ્કેલ પ્રશ્ન છે. તો ચાલો આચાર્યના મત મુજબ સફળ થવા માટેની અમુક બાબતો વિશે આપણે જાણીશુ.

image source

જો તમે સફળ થવા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા આળસને તમારા શરીરમાંથી દૂર કરો. આળસ એ એક બીમારી છે કે, જે પ્રતિભાશાળી વ્યક્તિની પ્રતિભાને તુરંત નષ્ટ કરે છે. શાસ્ત્રોમા પણ આળસને સૌથી મોટો શત્રુ માનવામા આવે છે. જો કોઈ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે પહેલા આળસને મારી નાખવી જોઈએ.

image source

જ્યા સુધી તમે આળસની વૃતિને છોડી ના શકો ત્યા સુધી તમને તમારો સફળતાનો રસ્તો જટિલ અને મુશ્કેલ દેખાશે પરંતુ, જે સમયથી તમે આળસ છોડી દેશો તે સમયથી સફળતાનો રસ્તો વધુ નજીક અને સરળ લાગે છે. જો એકવાર તમે તમારી આળસને નિયંત્રિત કરી લો તો તમને સફળ થવાથી કોઈ અટકાવી શકશે નહિ.

image source

તજજ્ઞોના મત મુજબ લોભ એ તમામ પ્રકારના આચરણમા સૌથી ખરાબ વૃતિ છે. લોભી વ્યક્તિ એ ક્યારેય પણ સંતુષ્ટ થતો નથી અને હમેંશા અન્ય વ્યક્તિઓની સફળતાને જોઇને ઈર્ષ્યા કરતો રહે છે. બીજાઓની સફળતા જોઈને પોતાની જાતને નકારાત્મક ઉર્જાથી ભરે છે. જો તમે પણ તમારા જીવનમા સફળ થવા ઈચ્છતા હોવ તો તમારે નકારાત્મક ઉર્જાથી અંતર રાખવુ જોઈએ કારણકે, નકારાત્મક ઉર્જાથી ભરેલો વ્યક્તિ હંમેશા તેના મગજમા ખોટી ક્રિયાઓ કરે છે, જેના કારણે તેણે આજીવન પસ્તાવો કરવો પડ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!