ગુજરાતનું આ પ્રખ્યાત ધામ ધોવાય છે ઘી થી, આ પરંપરાને લીધે જામે છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

મિત્રો, ગુજરાત રાજ્યના ગાંધીનગરના એક ગ્રામ્ય વિસ્તારમા સ્થિત આ મંદિર પર માતાની અસીમ કૃપા વરસી રહી છે. આ દેવસ્થળને ઘી દ્વારા સાફ-સફાઈ કરવાની પરંપરા ખુબ જ પ્રાચીન છે. આ દેવસ્થળને આપણે “વરદાયિની માતાના મંદિર” તરીકે ઓળખવામા આવે છે. જ્યારે આ મંદિરને ઘી દ્વારા ધોવામા આવે ત્યારે શ્રદ્ધાળુઓને એવો અનુભવ થઇ રહ્યો છે કે, જાણે ઘી ની નદીઓ વહી રહી છે.

image source

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર વિસ્તારમાથી ૧૩ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલુ છે. આ મંદિરને ઘી થી ધોવામા આવે તો પરંપરા ખુબ જ પ્રાચીન જ છે. એવી માન્યતા છે કે, મંદિરને ઘી દ્વારા ધોવામા આવે તો માતા વરદાયિનીની કૃપા વરસે છે. આ મંદિર સાથે સંકળાયેલી આ પરંપરા એકદમ પ્રાચીન છે.

image source

જ્યારે મંદિર ઘીથી ધોવામા આવે મંદિરની પવિત્રતા જળવાઈ રહે છે અને આ સિવાય શ્રદ્ધાળુઓના જીવનમા સંપન્નતા આવે છે. આ સિવાય માતાજી અહી સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આ સિવાય આધ્યશક્તિ માતા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન થાય છે.

image soucre

એવુ કહેવાય છે કે, અહી નવરાત્રિના સમયે મંદિરનો નજારો જોવાલાયક હોય છે. આ અવસરે મંદિરમા શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. આ ગ્રામ્ય વિસ્તારમા માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. જેને રૂપલની પલ્લીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે પલ્લી ઉપર લાખો કિલો શુધ્ધ ઘી નો અભિષેક પણ કરે છે.

image source

આ મેળો સમગ્ર દેશભરમા ખુબ જ પ્રખ્યાત છે અને આ મેળામા દેશ-પરદેશથી લોકો ઉમટી પડે છે. આ મંદિરના દર્શન હેતુસર ઘણા શ્રદ્ધાળુઓ દૂર-દૂર થી આવે છે. એવું કહેવાય છે કે, અહી નવરાત્રી પર લાકડાથી બનેલો એક રથ આખા ગામમા ફેરવવામા આવે છે. આ રથ પર પાંચ સાંચામા અખંડ જ્યોત પ્રગટાવવામા આવે છે. આ સાથે જ આ રથને અને જ્યોતને જોવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી આવે છે. આ સંખ્યાના કારણે રથની આસપાસ ખુબ જ વધારે પડતી ભીડ રહે છે.

image source

અહી સુષ્ટિના પ્રારંભકાળે દુર્મદ નામનો એક અત્યંત બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચિત સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અત્યંત ત્રાસ આપતા અને તે માતાજીના પુત્રરુપે શરણે ગયા. માતાજીએ તેમને પુત્રરુપે સ્તનપાન કરાવીને તેમને સાંત્વના આપી.

image soucre

આ દૈત્ય દુર્મદ સાથે ભયંકર યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતે તેમા સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમા ધોયા અને માતાજીએ અહી જ નિવાસ કર્યો. ત્યારથી આ મંદિરને વરદાયી માતાના મંદિરથી ઓળખવામા આવે છે. એવુ કહેવાય છે કે, અહી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામા આવે છે અને શ્રદ્ધા સાથે રથ પર ઘી પણ ચઢાવે છે.

image source

એવુ માનવામા આવે છે કે, દેવી માતાને ઘી અર્પણ કરવામા આવે તો તેમની કૃપા તમારા પર વરસે છે. તેનાથી શ્રદ્ધાળુઓની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તે સારુ જીવન જીવી શકે છે. જે શ્રદ્ધાળુઓ વધુ સદ્ધર હોય છે, તે પોતાની રીતે ઘી અર્પણ કરે છે. લોકો વધારે ઘી ચઢાવતા હોવાના કારણે અહીં વધારે ઘી જમા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ