હેલ્થ ટીપ્સ: નિયમિત નયણાં કોઠે પીવો વરિયાળીનું પાણી, મળશે ગજબના ફાયદાઓ, પણ જાણી લો આ પાણી બનાવવાની સાચી રીત

આપના ઘરના રસોડામાં ઘણા એવા મસાલા છે જેનો ઉપયોગ કરવાથી આપણને ઘણી સમસ્યાથે છૂટકારો મળી શકે છે. આ મસાલામાં આપે વરિયાળીનો ઉપયોગ પણ કરીએ છીએ તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે તેનો ઉપયોગ આપણે વધારે પડતો મુખવાસમાં કરીએ છીએ.તેના લીલા નાના નાના દાણા ઔષધિ તરીકે પણ વપરાય છે.

image source

તેમાં ઘણા ગુણો રહેલા છે. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેથી તેનો રોજે ઉપયોગ કરવો જોઈએ. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન અને કોપર જેવા ઘણા ગુણો રહેલા છે. તે કાચી ખાવી જોઈએ અથવા તેને શાક અથવા કાઢીમાં ને બદલે તમારે તેનું પાણી પીવાથી વધારે લાભ થાય છે. તેમાં ન્યુટ્રિયંટ્સ વધારે હોય છે.

આનું પાણી કેવી રીતે બનાવવું જોઈએ :

image soucre

આનું પાણી તમે બે રીતે બનાવી શકો છો તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીને નાખીને તેને આખી રાત માટે પલાળીને રાખવી અને સવારે ટી ગાળીને પી જવું અને બીજી રીતે માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી વરિયાળી નાખવી તેને ઢાંકીને ચડવા ડો તે પછી તેને ગાળીને પણ પી શકો છો. આને તમારે રોજ બે થી ત્રણ વાર પીવું જોઈએ.

તેનાથી થતાં લાભ :

મેદસ્વીતા દૂર થાય છે :

image source

રોજે સવારે ભૂખ્યા પેટે આનું પાણી પીવાથી મેદસ્વીતાથી તમને હમેશા માટે છૂટકારો મળી શકે છે. આનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે તેનાથી ઓછું ખવાશે. તેનાથી મેટાબોલીઝમ સ્તર વધે છે. તે કેલેરી અને ચરબીને જલ્દી ઓગાળે છે. તેમાં રહેલ ફાઈબર વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે.

રક્ત શુદ્ધ કરે છે :

image source

તેમાં રહેલ એસેન્સિયલ તેલ આપના શરીરમાં રહેલા નુકશાનકારક ટોક્સિંસ એટલેકે ઝેરી પદ્ર્થ્ને શરીર માથી બહાર કાઢે છે અને તે રક્તને શુદ્ધ કરે છે. તેનું પાણી ડાઈયુરેટિક હોય છે. તેથી તેને પીધા પછી તમારે વારંવાર પેશાબ જવું પડશે. તેનાથી શરીરની અંદરથી સફાઈ થશે.

આંખની દ્રષ્ટિમાં વધારો કરે છે :

image soucre

આના પાણીમાં વિટામિન એની સાથે તેમાં એન્ટી ઓક્સિડંટ અને બીજા ઘણા ન્યુટ્રિયંટ્સ રહેલા હોય છે. તેનાથી આપણે આપની આંખને સ્વસ્થ રાખી શકીએ છીએ. તેની સાથે આંખમાં જોવાની ક્ષમતામાં વધારો કરે છે. તેની સાથે જે વૃદ્ધ લોકોને મોતિયાની તકલીફ થાય છે તેનાથી પણ આપણને તે દૂર રાખે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે :

image source

તેમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે તેથી આનું પાણી પીવાથી આપણે શરીરના બ્લડ પ્રેશરની સાથે હ્રદયના ધબકારાને પણ કાબુમાં રાખવામા ઘણી મદદ કરે છે. તેથી જે લોકોને હાઇ બ્લડ પ્રેશરની તકલીફ છે તેવા લોકોને આનો ઉપયોગ કરવો જોઈએ.

પિરિયડ્સના દુખાવામાં રાહત આપે છે :

image source

માસિક સ્ત્રાવ દરમિયાન ઘણી મહિલાઓને ખૂબ વધારે દુખાવો થતો હોય છે અને ક્રેમ્પ્સની તકલીફ પણ થાય છે ત્યારે આનું પાણી પીવાથી તમાને આ દુખવાથી રાહત મળે છે અને આની સાથે અનિયમિત પિરિયડ્સની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત