માલિકની કબર પર બેઠેલા કૂતરાને હટાવતાં સામે આવી એવી સચ્ચાઈ, જાણીને નહીં આવે વિશ્વાસ

સોશ્યલ મિડિયામાં આવી અનેક વિચિત્ર ખબરો સામે આવતી રહે છે. આજે એવા ફોટો અને ઘટનાની વાત કરીશું જેની હકીકત સાંભળીને કદાચ તમને પણ વિશ્વાસ નહીં આવે. આ એક વાયરલ ફોટો છે જેની હકીકત પણ અલગ છે. એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે કૂતરાને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે માલિકનો જીવ બચાવવા માટે તે પોતાનો જીવ પણ આપી દે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આ વફાદાર જાનવરની વફાદારીનો પરિચય આપતી એક ઘટના બની છે અને તેના કારણે આ કૂતરો ચર્ચામાં છે. જ્યારે લોકોને આ ઘટનાની હકીકત જાણવા મળી ત્યારે તેઓ નવાઈ પામ્યા.

image source

હાલમાં એક વાયરલ ન્યૂઝમાં એક કૂતરો અનેક દિવસોથી તેના માલિકની કબર પર બેઠો હતો. જેના કારણે તેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. લોકોમાં આા ફોટો ચર્ચામાં આવ્યો. આ કૂતરાના માલિકનું થોડા દિવસો પહેલાં નિધન થયું અને તેમને કબરમાં રાખીને દફન કરાયા. થોડા સમય બાદ આ કૂતરાને આ જ કબરની પાસે દિવસો સુધી બેઠેલો જોવા મળતાં લોકોમાં કૂતુહલ વધ્યું. અનેક પ્રયાસો થચાં આ કૂતરો ત્યાંથી હટતો જ ન હતો.

image source

લોકોને નવાઈ તો ત્યારે લાગી જ્યારે કેટલાક લોકોએ નજીકથી જોયું તો લોકોનું દિલ દ્રવી ઉઠ્યું. આ માદા કૂતરીએ પોતાના માલિકની કબરની નજીકમાં ખાડો ખોદ્યો છે અને અહીં તેણે પોતાના બાળકોને જન્મ આપ્યો છે. આ ખાડો તેના માલિકના કબરનો છે જ્યાં તેમને દફનાવવામાં આવ્યા છે. આ પાલતી કૂતરીએ માલિકની કબરની બાજુમાં જ ખાડો ખોદીને બાળકોને જન્મ આપ્યો છે. જેના કારણે તે બાળકોનું પણ ધ્યાન રાખી શકે છે અને સાથે માલિકની કબરની નજીક પણ રહે છે.

image source

આ વાતની જાણકારી જ્યારે લોકોને થઈ ત્યારે તેઓએ આ કૂતરીના બાળકોને સુરક્ષિત સ્થળે રાખ્યા અને સાથે જ ડોક્ટરને બોલાવીને નાના નાના બાળકોને જરૂરી ઈન્જેક્શન્સ પણ લગાડાવ્યા.

image source

પાલતૂ કૂતરીના આ વફાદારી અને માલિક પ્રત્યેનો પ્રેમ જોઈને લોકોમાં તે ચર્ચાનો વિષય બનવાની સાથે જ લોકોનો પાલતૂ જાનવર પ્રત્યેના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે લોકોને ખ્યાલ આવ્યો કે આ કૂતરી શા માટે તેના માલિકની કબરની પાસે જ રહેતી હતી. ખરેખર માણસ કરતાં પણ પશુ માલિકના વધારે વફાદાર હોય છે તે આ ઘટનાથી સાબિત થઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ