દાનવીર સોનુ : જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અભિનેતાએ ઘર-દુકાનો મુકી દીધી ગીરવે

બોલિવૂડ એક્ટર સોનુ સૂદને એમ જ ગરીબોનો મસિહા નથી કહેવાતો. કોરોના દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન હજારો લોકોને મદદ કરનાર સોનુ સૂદે તેમની મિલકત ગીરવે રાખી દીધી છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા કે સોનુ સૂદ લોકોને મદદ કરવા માટે આટલા બધા પૈસા ક્યાંથી લાવે છે.

image soucre

તો સામે આવેલા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પરપ્રાંતિય મજૂરોને ઘરે પહોંચાડવા, તેમના ભોજનની વ્યવસ્થા કરવા, લોકોને ઘર ઘર આપવા અને બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવા સોનુએ તેની 8 મિલકત ગીરવે રાખી દીધી છે.

8 પ્રોપર્ટી રાખી ગીરવે

image source

એક વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, સોનુ સૂદે જુહૂ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવ સાગર કોઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવે મૂક્યા છે. આ બિલ્ડિંગ જુહૂના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલી છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. 15 સપ્ટેમ્બરના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો હતો અને 24 નવેમ્બરના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા છે.

લોકડાઉનમાં સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

જો કે મહત્વની વાત એ છે કે આ અંગે સોનુ સૂદ તથા તેની ટીમ તરફથી હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ પ્રોપર્ટી તેના અને તેમની પત્નીના નામે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિયલ એસ્ટેટ એક્સપર્ટના મતે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર 12-15 ટકા હોય છે. સામાન્ય રીતે આ લોન 10-15 વર્ષની હોય છે. સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી.

UNDP એ સોનુને સ્પેશિયલ અવોર્ડથી સન્માનિત કર્યો છે

image source

આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓરિસ્સા ફ્લાઈટમાં મોકલ્યા હતા. જેને લઈને લોકોએ તેમની ખુબ પ્રશંશા કરી હતી. જો કે હજુ પણ સોનુ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે.

image source

તો બીજી તરફ સોનુએ મુંબઈમાં હેલ્થ વર્કર્સને PPE કિટ્સ પણ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યા હતા. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીઓને વારાણસી મોકલ્યા હતા. તમને જણાવી દઈએ કે સોનુ સૂદને યુનાઈટેડ નેશન ડેવલપ્મેન્ટ પ્રોગ્રામ (UNDP)એ સ્પેશિયલ અવોર્ડથી સન્માનિત પણ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ