વેક્સિનના રજીસ્ટ્રેશનના નામે ધીકતો ધંધો, લૂંટેરાઓ આ રીતે સામાન્ય વ્યક્તિને ફોસલાવીને પડાલી લે છે રૂપિયા

હાલમાં દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચાલુ રહ્યું છે. આ સાથે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ રહ્યાં છે. આ વચ્ચે રજીસ્ટ્રેશનના નામે છેતરપીંડી થવાની ઘટના સામે આવી છે. સ્ટેટ સાયબર પોલીસે કોરોના રસીકરણ રજીસ્ટ્રેશનના નામે થઈ રહેલી છેતરપિંડીને અટકાવવા માટે એક ગાઇડલાઈન રજૂ કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ કોરોના રસીકરણના નામે પૈસા માંગે છે તો સાયબર પોલીસના ટોલ ફ્રી નંબર 155260 પર કોલ કરો અને તેમને જાણ કરો.

image soucre

આ સાથે જણાવ્યું હતું કે જો કોઈ પણ અજાણ્યા નંબરોથી આવતી કોઈ વેબસાઇટને તમારી માહિતી ન આપો. રીવાના કોન્સ્ટેબલ પાસે કોરોના રસીના નામે લાખોની છેતરપિંડીનો થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે હવે કેસ પણ નોંધવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સાયબર પોલીસે આવા કેસને ટાળવા માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. આ મામલે છેતરપિંડી કરનાર વ્યક્તિ પોતાને ડબ્લ્યુએચઓ ( WHO ) તરફથી આવ્યાં હોવાનું કહેતા હતા.

image soucre

સાયબર સેલની સલાહકારે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આવા વ્યક્તિ સૌ પ્રથમ તમારો સંપર્ક મોબાઈલ અથવા ઇમેઇલ દ્વારા કરશે. તમને તે કોવિડ -19 રસી માટે નોંધણી કરવા માટે કહેશે અને પોતાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા ભારત સરકારના ઓથોરિટી તરીકે જણાવશે. તમને વ્યક્તિગત માહિતી માટે પૂછશે. નોંધણી કર્યા પછી આ ધુતારા આધાર નંબર, મોબાઇલ નંબર અને યાદીમાં તમારું નામ ઉમેરવા માટે તમારા ફોન પર ઓટીપી નંબર માંગશે. આ માહિતીમાંથી તે તમારા પૈસા પડાવી લેશે.

image soucre

સાયબર સેલે તરફથી લોકોને સલાહ અપાઈ રહી છે કે તમારો ઓટીપી, આધારકાર્ડ નંબર કોઈની સાથે શેર ન કરવો. ભારત સરકાર અથવા કોઈ આરોગ્ય સંસ્થા તમને ફોન, ઇમેઇલ આઈડી, ઓટીપી પૂછશે નહીં. આ અંગે વધારે ખુલાસો કરતાં જણાવવામાં આવ્યું હતું કે ભારત ડ્રગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામથી કોઈ પણ સંસ્થા છે જ નહી અને રસીના નામે કોઈ ફી લેવામાં આવતી નથી.

image soucre

જો કોઈ રસી નોંધણી અથવા રસીકરણ માટે રકમ માંગે છે, તો www.cybercrime.gov.in અથવા ટોલ ફ્રી નંબર 155260 પર ફરિયાદ કરો. ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19ની રસીકરણ કામગીરી શરૂ થવાની છે. આરોગ્યમંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રાથમિકતાના ધોરણે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી આપવામાં આવી છે અને હવે તો સામાન્ય લોકો પણ કોરોના રસીના બે બે ડોઝ લેતા થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ