જોરદાર, જબરજસ્ત: થયો વિશ્વનો સૌથી મોટો સોદો, પૂરી વિગતો જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

અમેરિકાની Urban air mobility (UIM) (અર્બન એયર મોબિલિટી, યુએએમ) કંપની Archer (આર્ચર) વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ (Electric vertical take-of and landing) (eVTOL) વાહન તૈયાર કરી રહી છે. શિકાગો ખાતે આવેલ યુનાઇટેડ એરલાઇન્સએ આર્ચર ઇન ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ (eVTOL) વિમાનના 200 યુનિટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.

એરક્રાફ્ટની ખૂબીઓ

image source

એરક્રાફ્ટની ખૂબી વિશે વાત કરીએ તો આ એક ફૂલ ઇલેક્ટ્રિક વાહન હશે જે હેલિકોપ્ટરની જેમ સીધુ જ ઉપર અને નીચેની તરફ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકશે. આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ 150 માઈલ પ્રતિ કલાકની ગતિએ લગભગ 60 માઈલનું અંતર કાપી શકે તેવી ક્ષમતા ધરાવતું હશે.

image source

પાલો અલ્ટો ખાતે સ્થિત એયર ટેક્સી ડેવલોપર આર્ચર એવિએશનને યુનાઇટેડ એરલાઇન્સ તરફથી આવા 200 એરક્રાફ્ટનો ઓર્ડર મળ્યો.છે જેની કિંમત અંદાજે એક અબજ જેટલી થાય છે. આટલો તોતિંગ ઓર્ડર મળ્યા બાદ આર્ચર કંપની 3.8 ડોલરનો સાર્વજનિક રીતે વ્યાપાર કરનાર કંપની બની તે અંતર્ગત આ બાબતે ખુલાસો થયો હતો.

image source

યુનાઇટેડ એરલાઇન્સનું કહેવું છે કે ” આ નાનકડા એરક્રાફ્ટ યુનાઇટેડ એરલાઇન્સના એરપોર્ટ પર જવા માટે તરત, કિફાયતી અને ઓછા કાર્બન વાળા રસ્તા પુરા પાડવા અને આગામી પાંચ વર્ષોમાં ગીચ શહેરી વિસ્તારોમાં લાવવા અને લઈ જવા માટેનો વિકલ્પ બનશે.

image source

આર્ચરએ વર્ષ 2021 માં તેના એરક્રાફ્ટ રજૂ કરવા, વર્ષ 2023 માં તેનું ઉત્પાદન કરવા અને વર્ષ 2024 માં યાત્રી માટેની ફ્લાઇટ શરૂ કરવાની યોજના બનાવી છે.

હજુ સુધી કોઈ નામ નક્કી કરાયું નથી

આર્ચરના કહેવા મુજબ તેણે હજુ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ (Electric vertical take-of and landing) (eVTOL) નું સત્તાવાર નામ નક્કી કર્યું નથી. તેના શરૂઆતી માર્ગોમાં યુનાઇટેડ એરલાઇન્સનું હબ લોસ એન્જેલીસ, ડાલાસ-ફોર્ટ વર્થ અને ઓરલેંડોનો સમાવેશ થઈ શકે છે.

image source

સ્ટાર્ટ અપએ યુનાઇટેડ એરલાઇન્સને પ્રમુખ ઈક્વિટી ધારક અને રણનીતિક ભાગીદાર ગણાવી અને જણાવ્યું કે 200 એરક્રાફ્ટનો ઓર્ડર ઇતિહાસનો સૌથી મોટો ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ (Electric vertical take-of and landing) (eVTOL) સોદો હશે. યુનાઇટેડ એરલાઇન્સે આર્ચર સાથે એમ સહયોગ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ