આજે જ બેન્ક એકાઉન્ટની સાથે લિંક કરી દો તમારું આધાર કાર્ડ, નહિં તો તમારું ખાતું….

-બેંક એકાઉન્ટને આધાર કાર્ડની સાથે લિંક કરવાની છેલ્લી તારીખ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧.

શું આપનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડની સાથે લિંક નથી કરવામાં આવ્યું તો આપે આજે જ આ કામ કરી લેવાનું જરૂરિયાત છે. જો આપ જલ્દીથી જલ્દી આ કામ નહી કરો તો કેન્દ્ર સરકારના નિયમ મુજબ આપનું બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બેંક એકાઉન્ટને આધાર કાર્ડની સાથે લિંક કરવાની ડેડલાઈન તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ જાહેર કરવામાં આવી છે આપ આપના આધાર કાર્ડને બેંક એકાઉન્ટની સાથે ઓનલાઈન અને ઓફલાઈન લિંક કરાવી શકો છો. બેંક ઉપભોક્તાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આધાર કાર્ડ લીંક કરાવી શકે છે જો આપે આપના આધાર કાર્ડને ડેડલાઈન પહેલા લિંક કરાવો તો ડેડલાઈન પછી આપના બેંક એકાઉન્ટને ફ્રિઝ કરી દેવામાં આવશે.

આવી રીતે ચેક કરો આપનું આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી.

image source

આપે આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી તે જાણવા માટે સૌથી પહેલા UIDAIની અધિકારીક વેબસાઈટ uidai.gov.in પર જવું.
ત્યાર બાદ આપે અહિયાં આધાર સેવાઓના સેક્શન પર ક્લિક કરવું.

આધાર સાથે બેંક એકાઉન્ટ લિંક થતા સ્ટેટ્સ પર ‘Check Aadhar & Bank Account Linking Status’ પર ક્લિક કરવું.

image source

અહિયાં આપને નવું પેજ ખુલી ગયેલ જોવા મળશે.

અહિયાં આપે ૧૨ અંક ધરાવતો આધાર નંબર લખવો.

ત્યાર બાદ સ્ક્રીન પર આપને સિક્યોરીટી કોડ આવશે. આ સિક્યોરીટી કોડ ભરી દીધા બાદ આપને એક ઓટીપી આવશે. જેને એન્ટર કરીને આપે ફરીથી લોગઈન કરવું.

જો આપનું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જાય છે તો આપને સામેથી એક મેસેજ આવશે કે, ‘Congratulation! Your Bank Aadhar Mapping has been done.’

ઓફલાઈન આવી રીતે લિંક કરો આધાર.

image source

જો આપ નેટ બેન્કિંગનો ઉપયોગ નથી કરી રહ્યા તો આપે બેંકમાં જઈને પણ આધાર લિંક કરાવી શકો છો એના માટે આપે આધારની ફોટોકોપી બેંકમાં આપવાની રહેશે. એની સાથે આપે બેંક એકાઉન્ટની પાસબુક પણ લઈ જવી. અહિયાં આપને એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું છે. જેની મદદથી આપનો આધાર નંબર બેંક એકાઉન્ટની સાથે લિંક કરાવી શકશો. જયારે આપના બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક થઈ જશે તો બેંક તરફથી આપને એક મેસેજ મોકલવામાં આવશે. આપે ધ્યાન રાખવું કે, બેંક એકાઉન્ટ અને આધારમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એક જ હોવો જોઈએ.

ઓનલાઈન આવી રીતે આધાર લિંક કરી શકો છો.

image source

આપે આપના બેંક એકાઉન્ટ સાથે ઓનલાઈન આધાર લિંક કરવા માટે ઈન્ટરનેટ બેન્કિંગમાં લોગઈન કરવું.

અહિયાં આપને આધાર નંબર લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે.

જો આપ એસબીઆઈ બેંકના ઉપભોક્તા છો તો આપે www.online sbi.com પર લોગઈન કરવું. ત્યાર બાદ સ્ક્રિન પર ડાબી બાજુ આપને My Accounts પર જઈને Link your Aadhar numberનો વિકલ્પ જોવા મળશે.

image source

અહીયાપને આપનો આધાર નંબર ભરી દેવો.

હવે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરના છેલ્લા ૨ નંબર જોવા મળશે.

આધાર નંબર લિંક થયેલ સ્ટેટ્સ આ મોબાઈલ પર મોકલવામાં આવશે.

મોબાઈલથી આવી રીતે ચેક કરી શકો છો.

image source

જો આપ આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી *99 *99*1# ડાયલ કરીને ત્યાર બાદ આપે અહિયાં આપનો આધાર નંબર એન્ટર કરવાનો છે. આધાર નંબર સબમિટ બટન પર ક્લિક કરીને આધાર નંબર આપના બેંક એકાઉન્ટ સાથે લિંક થઈ ગયાની માહિતી આપને આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ