અડધી રાત્રે માતાએ પોતાના 5 બાળકોને ફેંકી દીધા ગંગામાં, આ કરુણ ઘટના વાંચીને તમારા આંખોના ખૂણા થઇ જશે ભીના

યુપી: ભદોહીમાં નિષ્ઠુર માતાનું નિર્ભય કૃત્ય, મધ્યરાત્રિએ 5 બાળકોને ગંગામાં ફેંકી દીધા.

image source

દુનિયામાં એવું કહેવાય છે કે માતા ની તોલે કોઈના આવે. હમણાં થોડા દિવસ પહેલા આંધ્રપ્રદેશની એક મા તેના દીકરાને 1400 km મોપેડ ચલાવીને લઈ આવી હતી. પણ જ્યારે એક માતા પોતાના 5 સંતાનને ગંગામાં ફેંકી દે ત્યારે તે માતા કહેવાને લાયક પણ નથી રહેતી. આજે તારીખ 12 એપ્રિલના રોજ યુપીના ભંદોહી જિલ્લામાં એક આવોજ બનાવ સામે આવ્યો છે. જ્યાં એક માતા પોતાના 5 સંતાનને ગંગા નદીમાં ફેંકી દીધા છે. ભદોહી જિલ્લાના ગોપીગંજ કોટવાલી વિસ્તારના જહાંગીરાબાદ ગંગા ઘટની છે.

યુપીના ભદોહી જિલ્લામાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ તેમના 5 બાળકોને મધ્યરાત્રિએ ગંગા નદીમાં ફેંકી દીધા હતા. આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. સ્થાનિક પોલીસને સવારે આ બનાવની જાણ થઈ હતી. આ પછી પોલીસે ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી હતી. મહિલાનું કહેવું છે કે તે હંમેશાં તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. આ જોઈને તે ખૂબ જ પરેશાન હતી. ત્યારબાદ તેણે આ પગલું ભર્યું છે.

image source

ભદોહી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગોપીગંજ કોટવાલી વિસ્તારના જહાંગીરાબાદ ગંગા ઘાટની છે.

જહાંગીરાબાદ ગામની રહેવાસી મંજુ દેવીને 2 પુત્ર અને ત્રણ પુત્રી છે. મંજુ દેવી બપોરના 2 વાગ્યે બાળકો સાથે ગંગા ઘાટ પર પહોંચી હતી, ત્યારબાદ તે ઊંડા પાણીમાં ગઈ હતી અને બાળકોને નદીમાં ફેંકી દીધી હતી. આ પછી મંજુ રાત્રે તેના ઘરે આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે પોતાના બાળકોને ગંગા ઘાટ લઈ ગઈ ત્યારે તેનો પતિ ઘરમાં હાજર ન હતો. મહિલાએ જે બાળકોને ગંગામાં ફેંકી દીધી છે તેનું નામ વંદના (12 વર્ષ), રંજના (10 વર્ષ), પૂજા (6 વર્ષ), શિવશંકર (8 વર્ષ), સંદીપ (5 વર્ષ) છે.

image source

આ ઘટનાની માહિતી મળતાં ડીએમ એસપી પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક ડાઇવર્સની મદદથી બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. પોલીસ આરોપી માતાની પૂછપરછ કરી રહી છે. મહિલાનું કહેવું છે કે તેણી તેના પતિ સાથે તે દિવસે ખૂબ જ નારાજ હતી. પોલીસ તમામ મુદ્દાઓ પરથી કેસની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ સાંજ સુધીમાં એકપણ બાળકનો પતો લાગ્યો નથી. આસપાસના તરવૈયાઓ અને ફાયરવિભાગના અધિકારી ગોતા લગાવીને શોધખોળ ચાલી રહી છે.

image source

પોલીસ અધિકારીઓ આરોપી માતાની પૂછપરછ કરી રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. માતાના બયાન મુજબ બાળકોને કઈ જગ્યાએ ફેંકી દીધા છે તેને આધારે બાળકોની તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ