ઉનાળાની રજાઓમાં બાળકોને ફરવા માટે ઓછા ખર્ચામા જાઓ આ જગ્યાઓ પર.

ઉનાળાની રજાઓમાં બાળકોને ફરવા માટે ઓછા ખર્ચામા જાઓ આ જગ્યાઓ પર બાળકોના ઉનાળાની રજાઓ શરૂ થતા જ લોકો ગરમી રાહત મેળવવા માટે કોઈ ઠંડી જગ્યા પર ફરવા જતા હોઈ છે. તમે પણ આ ઉનાળામાં પોતાના બાળકો સાથે ફરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજ અમે તમને ભારતની પાંચ એવી જગ્યા બાબતે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે સરળતાથી ફરી શકો છો.

જગ્યા ૧


આ ગરમીથી રાહત મેળવવા માટે જાઓ નૈનિતાલ ભારતમાં ફરવાના ઘણા પ્રખ્યાત સ્થળો છે, તેમાંથી નૈનિતાલ પણ એક છે. દિલ્હીમાં રહો છો અને આસપાસ ક્યાંય ફરવાની યોજના બનાવી રહ્યા છો, તો નૈનિતાલ તમારા માટે યોગ્ય જગ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે તમે તમારા બાળકો સાથે નૈનિતાલ ફરવાની યોજના બનાવી શકો છો. ત્યાં તમે ઝીલ અને ઘોંઘાટથી દૂર પ્રકૃતિનો આનંદ માણી શકો છો. નૈનિતાલમાં તમે ભીમ તાલ, સાત તાલ જેવી ઝીલોની મજા માણી શકો છો.

નૈનિતાલમાં સેર-સપાટાની જગ્યા


તલ્લીમાલ અને મલ્લીતાલ: નૈનિતાલનો મલ્લા ભાગ (ઉપરનો ભાગ) મલ્લીતાલ અને નીચેનો ભાગ તલ્લીમાલ કહેવાય છે. મલ્લીતાલમાં એક સપાટ ખુલ્લુ મેદાન છે અને ત્યાં રમતગમત થતી રહે છે. આ ફ્લેટ પર સાંજ થતા જ પર્યટકો એકઠ્ઠા થઈ જાય છે. ભોટિયા માર્કેટમાં ગરમ કપડા, કેન્ડલ અને ઉત્તમ ગિફ્ટ આઈટમો મળે છે. અહીં પર નૈયના દેવી મંદિર પણ છે.


નૈનિતાલની સાત ચોટીઓમાં ૨૬૧૧ મીટર ઉંચી ચાઈના પીક સૌથી ઉંચી ચોટી છે. ચાઈના પીકની દૂરી નૈનિતાલથી લગભગ ૬ કિલોમિટર છે. આ ચોટીથી હિમાલયની ઉંચી-ઉંચી ચોટીઓનાં દર્શન થાય છે. અહીંથી નૈનિતાલ ઝીલ અને શહેરનાં પણ ભવ્ય દર્શન થાય છે. અહીં એક રેસ્ટોરન્ટ પણ છે.

કિલવરી: ૨૫૨૮ મીટરની ઉંચાઈ પર બીજી પર્વત ચોટી છે અને તેને કિલવરી કહવાય છે. આ પિકનિ મનાવવા માટે શાનદાર સ્થળ છે. અહીં પર વન વિભાગનું એક વિશ્રામગૃહ પણ છે. તેનું આરક્ષણ ડી.એફ.ઓ. નૈનિતાલ કરે છે.

જગ્યા ૨


નામિક રામગંગા વૈલીની સુંદર વાદિઓ મોહી લેશે તમારું મન ભારતમાં દેવભૂમિના નામથી પ્રખ્યાત ઉત્તરાખંડ પોતાના પ્રાકૃતિક વાતાવરણ માટે ઓળખાય છે. અહીંના પિથૌરાગઢ જિલ્લામાં રામગંગા નામની નદી છે. આ ક્ષેત્રમાં ઉંચી અને સુંદર વાદિઓ છે.


અહીંની સૌથી પ્રખ્યાત જગ્યા નામિક રામગંગા વૈલી, નંદા દેવી અને ત્રિશુલના ઘણા ગામોની વચ્ચે સ્થિત છે. આ ક્ષેત્ર પોતાની પરંપરાઓ અને કલાઓ માટે ઓળખાય છે. જો તમે ધાર્મિક છો, તો અહીનાં ઘણા પ્રાચિન મંદિર તમે ફરી શકો છો.

જગ્યા ૩


ખૂબ સુંદર હિલ સ્ટેશન છે રાનીખેત

ઉત્તરાખંડમાં જ એક વધુ ખૂબ સુંદર જગ્યા રાનીખેત છે. અા પોતાની અદભૂત સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. આ ભારતનું એક પ્રમુખ હિલ સ્ટેશન છે. રાનીખેત, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં સ્થિત છે.


અહીં પર અનેક ફિલ્મોની શુટીંગ પણ થઈ ચૂકી છે. રાનીખેતના પહાડોને રાની પણ કહેવામાં આવે છે. પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય રાનીખેતના કણ-કણમાં વિખેરાયેલુ પડ્યું છે. અહીં દૂર-દૂર સુધી ફેલાયેલી ઘાટીઓ, ગાઢ જગંલ અને ફૂલોથી ઢંકાયેલા રસ્તા અને ઠંડી મસ્ત હવા પર્યટકોનું મન એકદમ મોહી લે છે. રાનીખેતની ખાસ વાત એ છે કે ત્યાં પર લોકોનો ઘોંઘાટ અને ભીડભાડ ખૂબ ઓછી છે. વિશ્વાસ માનો અહીં પહોંચ્યા બાદ પર્યટક સ્વયં પ્રકૃતિને નજીક પામે છે.


અંગ્રેજોના શાસન દરમિયાન અંગ્રેજી સેનાની છાવણી રહેલા આ ક્ષેત્રમાં કુંમાઉં રેજિમેન્ટનુ મુખ્યાલય પણ છે. છાવણી ક્ષેત્ર હોવાને કારણે એક તો અહીં સાફસફાઈ રહે છે બીજું અહીં પર પ્રદુષણનુ પ્રમાણ પણ અન્ય જગ્યાઓની અપેક્ષાએ ખૂબ ઓછું છે. ચાલો સૌથી પહેલા તમને લઈ જઈએ ચૌબટિયા. ચૌબટિયામાં ખૂબ જ સુંદર બાગ-બગીચા છે. અહીં પર સ્થિત સરકારી ઉધાન અને ફળ અનુસંધાન કેન્દ્ર પણ જોવાલાયક છે. અહીં પર નજીકમાં જ એક જળ પ્રપાત છે, જેની ઉંચાઈથી પડતા સંગેમરમર જેવા પાણીનું દ્રશ્ય તમારું મન મોહી લેશે.


દ્રારાહાટ રાનીખેતથી લગભગ ૩૨ કિલોમિટરની દૂરી પર સ્થિત છે. દ્વારાહાટ પુરાતાત્વિક દ્રષ્ટિથી પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ક્યારેક કત્યૂરી વંશના શાસકોની રાજધાની રહેલા આ સ્થળ પર પૂરા ૬૫ મંદિર છે જે તત્કાલીન કળાના બેજોડ નમૂનાનાં રૂપમાં વિખ્યાત છે. બદરીકેદાર મંદિર, ગૂજરદેવનું કલાત્મક મંદિર, પાષાણ મંદિર અને બાવડિયાં પર્યટકોને પોતાના અતિતમી ગાથા સંભળાવતા લાગે છે. અહીં સ્થિત મંદિરોમાંથી વિમાંડેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર અને કુબેરની વિશાળકાય પ્રતિમા જોવાનું ચૂકશો નહિ.

દિલ્હીથી નજીક હોવાને કારણે અહીં પર્યટકોનો મેળાવડો લાગેલો રહે છે. આ ગરમીમાં તમે બાળકો સાથે રાનીખેતની વાદિઓની મજા માણી શકો છો.

જગ્યા ૪

ધર્મશાળાના પ્રાકૃતિક નઝારા કરશે તમને આકર્ષિત


ઉનાળામાં ફરવા માટે ફક્ત ઉત્તરાખંડ જ નહિ પરંતુ હિમાચલ પણ લોકોની મનપસંદ જગ્યાઓમાંથી એક છે. હિમાચલમાં હરવાફરવાના ઘણા સ્થળો છે, જ્યાં તમે એકદમ ઓછા ખર્ચમાં આસાનીથી ફરી શકો છો. ધર્મશાળા પણ એમાંથી જ એક છે, જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ધર્મશાળામાં માત્ર ભારતના જ નહિ પરંતુ વિદેશથી પણ પર્યટક પહોંચે છે. અહીંના પ્રાકૃતિક દ્રશ્યો અને મઠ તમને જરૂરથી આકર્ષિત કરશે.

જગ્યા ૫

પૂર્વી ભારયનું સ્કોટલેન્ડ છે શિલાંગ


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિલાંગને પૂર્વી ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. આ ભારતના પૂર્વોત્તરમાં વસેલા મેઘાલય રાજ્યનું એક અતિસુંદર શહેર છે, જે પહાડો પર વસેલુ છે. આ પોતાના પ્રાકૃતિક દ્રશ્યો માટે ઓળખાય છે. આ કારણે આ પર્યટકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.


શિલાંગ પહેલા આસામની રાજધાની હતુ, પરંતુ આસામના વિભાજન બાદ આ મેઘાલયની રાજધાની બન્યુ. શિલાંગનું ડોન બોસ્કો સંગ્રહાલય એક એવી જગ્યા છે, જે આ પહાડી શહેરની યાત્રા કરવા આવેલા દરેક વ્યકિતએ ચોક્કસપણે જોવી જોઇએ. આ સંગ્રહાલય ખૂબ નવું છે જેનું ઉદઘાટન ૨૦૧૦માં જ કરવામાં આવ્યુ હતુ. શિલાંગ પીક શિલાંગની સૌથી ઉંચી ચોટી છે, જે મુખ્ય શહેરથી લગભગ ૧૦ કિલોમિટરની દૂરી પર એક પહાડ પર સ્થિત છે. અહીંથી તમે વાદળોની આડથી નીચે ફેલાયેલા શિલાંગ શહેરનાં રમણીય દ્રશ્યો નિહાળી શકો છો. ભારતના મોટાભાગના પહાડી વિસ્તારોમાં અાવી જ ચોટીઓ છે, જ્યાં પર પહેરાનો એક મિનાર હોઈ છે અને ત્યાંથી તમે તમારી મનગમતી તસ્વીર લઈ શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ