ટેન્શન દૂર કરીને જીવનને સુખમય બનાવવા માટે આ મંત્ર છે ખૂબ જ શક્તિશાળી, તમે પણ રોજ કરો જાપ

જીવનમાં જ્યારે આપણી પાસે મુશ્કેલીઓ આવે છે ત્યારે તમે ટેન્શનને દૂર કરવા માટે ભગવાનને યાદ કરો છો તે સ્વાભાવિક છે. મુશ્કેલીઓથી નિવારણ મેળવવા માટે તમે અનેક ઉપાયો કરતા રહો છો. મુશ્કેલીની સ્થિતિમાં વ્યક્તિ તમામ કામ સરળતાથી કરી લે છે. શાસ્ત્રોમાં અનેક એવા મંત્રનું વર્ણન છે જેને માનસિક શાંતિ આપનારા માનવામાં આવે છે. આ મંત્ર મનને શક્તિ આપે છે અને મૃત્યુ પર પણ વિજય મેળવવામાં મદદ કરનારા માનવામાં આવે છે.

image source

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દરેક તરફ ચિંતાનો માહોલ છે. તેની સીધી અસર મનની શાંતિ પર થઈ રહી છે. તણાવ, બેચેનીના કારણે અનેક વાર ઊંઘ પણ ઉડી જાય છે. એવામાં મનની નકારાત્મકતાથી બચવા માટે મંત્રજાપ યોગ્ય વિકલ્પ છે. તેનાથી માનસિક શાતિ મળે છે અને સાથે શક્તિ મળે છે. મૃત્યુ પર પણ વિજય મેળવવામાં મદદ મળે છે. મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અને સૂર્યદેવના મંત્ર જાતકોના જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે. મનોબળને મજબૂત કરે છે. આ સાથે અનેક પ્રકારના ભયથી રક્ષા કરે છે. તો જાણો તમે પણ આ મંત્રને વિશે. દરેક ભગવાન એક સરખા છે તમે ગાયત્રી મંત્રનો જાપ કરો કે પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તમે શ્રદ્ધા સાથે મંત્રજાપ કરો છો તો તમને તેનું ફળ આવશ્ય મળે છે. તમે મનની શાંતિ માટે તમને યોગ્ય લાગે તે રીતે મંત્રનો જાપ કરો અને સ્વસ્થ રહો.

મહામૃત્યુંજય મત્રનો કરી શકો છો જાપ

image source

त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धन्म।

उर्वारुकमिव बन्धनामृत्येर्मुक्षीय मामृतात्॥

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પણ મળી શકે છે લાભ

image source

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।

ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:।

ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।

ॐ ह्रीं ह्रीं सूर्याय नमः। ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।

image source

ઉપર આપેલા તમામ મંત્રમાંથી તમને જે મંત્ર સરળ અને યોગ્ય લાગે તેને તમે પસંદ કરો અને તેનો મંત્ર જાપ કરો. તમને માનસિક શાંતિ મળશે અને ટેન્શન દૂર થશે. આ સિવાય તમે ઉપરના તમામ મંત્રનો જાપ પણ ઘરે બેઠા કરી શકો છો. તેનાથી તમને રાહત અને શાંતિ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!