ભારતવાસીઓ માટે મોટા સમાચાર, સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 24 કલાકના આંકડા જોઈ ખુશી થશે

હાલમાં ભારતની પરિસ્થિતિ એવી છે કે દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ત્યારે લાગે છે કે આ પ્રતિબંધોની અસર આવવા લાગી છે. કારણ કે દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 76 હજાર 59 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. 3 લાખ 68 હજાર 788 લોકો સાજા થયા, જ્યારે 3,876 લોકોનાં મોત થયાં.

image source

ઉલ્લેખનીય છે કે બુધવાર સતત સાતમો એવો દિવસ હતો કે જ્યારે નવા દર્દીઓની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે એમાં 96,647નો ઘટાડો થયો છે. હવે 31 લાખ 25 હજાર 140 દર્દી સારવાર હેઠળ છે. 11 દિવસ પહેલાં 9 મેના રોજ આ આંકડો 37.41 લાખની પીક પર પહોંચ્યો હતો.

image source

આ સાથે જ વાત કરીએ તો દેશમાં 19 રાજ્યો સિવાય દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ પણ સાથે સાથે છુટ પણ આપવામાં આી છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત પણ સામેલ છે.

image source

જો આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો બુધવારે 5,246 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 9,001 લોકો સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,340 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,617 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. એ જ રીતે છત્તીસગઢમાં બુધવારે 5680 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 10,048 લોકો સ્વસ્થ થયા અને 146 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.31 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 8.33 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 12,182 દર્દી મૃત્યુ પામ્યા છે. 85,868 દર્દી સારવાર લઈ રહ્યા છે.

image source

જો વાત કરીએ સૌથી વધારે કેસ આવતા મહારાષ્ટ્રની તો બુધવારે 34,031 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 51,457 લોકો સાજા થયા અને 594 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 49.78 લાખ લોકો સાજા થયા છે, જ્યારે, 84,371 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 4.01 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. એ જ રીતે દિલ્હીમાં બુધવારે 3,846 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 9,427 લોકો સ્વસ્થ થયા અને 235 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 14.06 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 13.39 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22,346 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 45,047ની સારવાર કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!