જલદી કરજો ઓફર ચૂકાઈ ન જાય, આ જગ્યાએ માત્ર 12 હજાર રૂપિયા જ મળે છે તમારા સપનાનું ઘર, ફુલ ફેસિલીટી સાથે

દરેક માણસની એવી ઈચ્છા હોય કે પોતાનું ઘર હોય. પરંતુ બધા ખરીદી શકતા નથી અને આખું જીવન ભાડાના મકાનમાં જ કાઢવું પડે છે. ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે સામાન્ય રીતે ભારતમાં એક નાના ઘરની કિંમત 10 લાખથી 20 લાખ રૂ. હોય છે પણ ક્રોએશિયામાં 1,500 સ્ક્વેર ફુટના ઘર માત્ર 12 રૂ.માં વેચાઇ રહ્યા છે. તમને ભલે સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત બિલકુલ સાસી છે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો મૂળે ક્રોએશિયાના ઉત્તરના વિસ્તારમાં એક શહેર છે- લેગ્રાડ. તે 62 ચો. કિ.મી.માં ફેલાયેલું છે. એજ સરખામણીએ વાત કરીએ તો સામાન્ય રીતે ભારતમાં આટલા મોટા ક્ષેત્રમાં ફેલાયેલા શહેરની વસતી લાખોમાં હોય છે પણ લેગ્રાડમાં હાલ માત્ર 2,241 લોકો રહે છે. શહેરના મેયર ઇવાન સાબોલિક જણાવે છે કે શહેરમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી નહિવત છે. જોકે, શહેરની વસતી ઘટે નહીં તે માટે ખાલી પડેલા મકાનો એક કુના (અંદાજે 12 રૂ.)માં વેચવાનો નિર્ણય લેવાયો છે.

image source

હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યાર સુધીમાં 17 મકાન વેચાઇ પણ ગયા છે પણ ખરીદદારોને એગ્રીમેન્ટ સાથે જ મકાન વેચાઇ રહ્યા છે, જે અંતર્ગત તેમણે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી શહેરમાં રહેવું પડશે એ વાત પણ કહેવામાં આવી રહી છે. લેગ્રાડની સરહદ હંગેરી સાથે જોડાયેલી છે. ચારેય તરફ જંગલ પણ છે. અંદાજે 100 વર્ષ પૂર્વે એસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય તૂટ્યા બાદ અહીં વસતી ઘટી રહી છે અને હજુ પણ ઘટવામાં જ છે. તાજેતરમાં 19 પરિવાર ઘર છોડીને રાજધાની જાગ્રેબમાં શિફ્ટ થયા ત્યારે પણ આ વાત ભારે ચર્ચામાં આવી હતી. કેટલાક ઘર તૂટી ચૂક્યા છે તો કેટલાક જર્જરિત સ્થિતિમાં છે.

image source

જો કે ઓફરમાં એવી પણ વાત કરવામાં આવી છે કે કોઇ આ મકાનો ખરીદવા ઇચ્છે તો વહીવટીતંત્ર મકાનો રિપેર પણ કરાવી આપશે. તદુપરાંત, અહીં નવેસરથી જિંદગી શરૂ કરવા 35 હજાર કુના (અંદાજે 3 લાખ રૂ.) પણ અપાશે. આ સિવાયવાત કરવામાં આવે તો સંપત્તિને લઈને નાઈટ ફ્રેક ઈન્ડિયાએ હાલમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. કંપનીએ એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 2020 જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં ગુજરાતનું અમદાવાદ ઘર ખરીદવા માટે સૌથી સસ્તુ હોવાનું જાહેર કરાયું છે. આ સિવાય સૌથી મોંઘા શહેરમાં મુંબઈનું નામ મોખરે છે.

image source

રિપોર્ટમાં જ વાત કરવામાં આવી છે કે અમદાવાદમાં મકાન ખરીદવા માટે દેશનું સૌથી સસ્તું બજાર છે. ઘરના કિસ્સામાં ભાવની સરખામણીમાં 2020માં તે 24 ટકા સસ્તું રહ્યું જે એક દશક પહેલાં એટલે કે 2010માં 46 ટકા રહ્યું . જ્યારે પુના, ચેન્નઈમાં સસ્તું એટલે કે 26 ટકાની સાથે ક્રમશઃ તે બીજા સ્થાને અને ત્રીજા સ્થાને રહ્યું છે. નાઈટ એન્ડ ફ્રેંક ઈન્ડિયાએ કહ્યું કે 50 ટકાથી વધારે સરખામણી હોવાથી બેંકો અને રહેઠાણ નાણાં કંપનીઓથી ઉધાર લેવાનું મુશ્કેલ રહે છે. તથા મકાન ખરીદવાનું ગજા બહારનું બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong