જો તમે પણ ગરમીનાં દિવસોમાં થઈ રહ્યા છો બોર, તો આ ઠંડી-ઠંડી જગ્યાઓએ ફરવા જવાનો બનાવો પ્લાન

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હરવા ફરવાના સ્થાનોએ રજાઓ ગાળવા તેમજ વ્યસ્ત જીવનમાંથી શાંતિ મેળવવા માટે જાય છે. અમુક લોકો પોતાના પરિવારના સભ્યો સાથે ફરવા જાય છે, તો અમુક લોકો પોતાના ઓફિસના મિત્રો સાથે ફરવા જાય છે, તો કોઈક વળી એકલા જ ફરવા નીકળી જાય છે. આમ તો દરેક સિઝનમાં ફરવાના શોખીન લોકો નીકળી પડે છે. પરંતુ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં ફરવા જવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. અને તે પણ ઠંડી આબોહવા ધરાવતા ટુરિસ્ટ પોઇન્ટ પર આપણા દેશમાં દિલ્હી ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા અમુક વિસ્તારોમાં દર ઉનાળે નોંધપાત્ર ગરમી પડે છે. આના કારણે ત્યાના સ્થાનિક લોકો કુદરતી વાતાવરણથી સજ્જ અને ઠંડા માહોલ વાળા વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન પર્યટકોનો ધસારો રહે છે.

image source

આ વખતે પણ ગરમીની સિઝન શરૂ થઇ ચૂકી છે. અને અનેક શહેરોમાં ઉનાળો તેનો અસલ રંગ બતાવી રહ્યો છે. અને હજુ પણ ગરમીના થોડા મહિના બાકી છે. ત્યારે જો તમે ગરમીથી કંટાળીને બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે પહાડી તારું ફરવા જઈ શકો છો. આજના આ આર્ટિકલમાં અમે આપને ઠંડુ વાતાવરણ ધરાવતા આહલાદક માહોલ વાળા પ્રવાસન સ્થળો વિશે માહિતી આપવાના છીએ જ્યાં તમે ગરમીમાં પણ ઠંડીનો અનુભવ કરી શકો છો.

મનાલી

image source

ચોટીલા ખરેખર ઠંડીનો અનુભવ કરવા માંગતા હોય તો તમારા મનાલી ફરવા જવાનો પ્લાન કરવો જોઈએ. મનાલી નું વાતાવરણ બેહદ હોય છે અને અહીં બરફ વર્ષા પણ થાય છે. અહીં તમે વશિષ્ટ ટેંલ, નગર કૈસલ, પિન વેલી નેશનલ પાર્ક, જોગીની વોટર ફોલ્સ, રોહતંગ પાસ અને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જેવા સ્થળોએ ફરવા માટે જઈ શકો છો. ગરમીનાં દિવસોમાં અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને શહેરની ગરમીથી દૂર પ્રાકૃતિક ઠંડીની મોજ માણે છે.

ચકરાતા

image source

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી ચકરાતા હિલ સ્ટેશનનું અંતર લગભગ 100 કિલોમીટરનું છે. અહીં તમે કલાઇમબિંગ, સ્કીઇંગ, ટ્રેકિંગ વગેરેની મોજ માણી શકો છો. અહીંના પ્રાકૃતિક વાતાવરણની વાત જ નિરાળી છે અને અહીં તમને મન પ્રફુલ્લિત કરી દેતા અનેક દ્રશ્યો જોવા મળશે. સાથે જ તમે અહીં દોસ્તો અને પરિવાર સાથે કેમ્પિંગનો આનંદ પણ લઈ શકે છે અને રિવર રાફટિંગની મોજ પણ માણી શકે છે. એ સિવાય તમે અહીંના ટાઇગર ફોલ્સ ખાતે પણ ફરવા જઈ શકો છો.

મુનસ્યારી

image source

ગરમીનાં દિવસોમાં તમે ઉત્તરાખંડમાં આવેલ મુનસ્યારી ખાતે પણ ફરવા માટે જઈ શકો છો. આ સ્થાનને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે અને તેનું કારણ અહીંની બરફથી ઢંકાયેલી પહાડીઓ છે. મુનસ્યારી ગામ ઘણું જ સુંદર અને રમણીય છે સાથે જ અહીંનું વાતાવરણ પણ આહલાદક છે. અહીં તમે ટ્યુલીપ ગાર્ડન ખાતે ફરવા માટે જઈ શકો છો અને સાથે જ ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકો છો. ટૂંકમાં વાત કરીએ તો આ સ્થાને તમે ગરમીનાં દિવસો મન ભરીને માણી શકો છો.

શિમલા

image source

ગરમીનાં દિવસોમાં તમે શિમલા ખાતે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને અહીંના સુંદર દ્રશ્યોમાં ખોવાઈ જાય છે. અહીં ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. જેમાં સૌથી ખાસ મોલ રોડ, કૂફરી અને અહીંની માર્કેટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સડ સ્ટડી, ગ્રીન વેલી, ચેલ અને નારકંડા જેવા સ્થાનો છે. અહીં તમે પ્રાકૃતિક દ્રશ્યોને પણ મન ભરીને માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong