તૈમુર, ઇનાયા અને મિશાથી પણ ફેમસ છે આ ટીવી સ્ટાર્સના બાળકો, જોઇ લો તસવીરો સાથે વિડીયો પણ

તૈમુર, ઇનાયા, યશ રુહી, મિશા વગેરે બોલિવુડના લિટલ સ્ટાર કિડ્સની લોકપ્રિયતા બૉલીવુડ સેલેબ્સને સારી ટક્કર આપે છે. આ બૉલીવુડ સ્ટાર કિડસને ફોટા અને વીડિયો પણ ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. તો ટીવી સ્ટાર્સના લિટલ ચેમ્પ લન આ બૉલીવુડ સ્ટાર કિડસની લોકપ્રિયતાની સરખામણીમાં જરાય પાછળ નથી.

દીકરી અનાયરા સાથે પપ્પા કપિલ શર્મા.

image source

કોમેડિયન અને એકટર કપિલ શર્મા સ્મોલ સ્ક્રીનના બેતાજ બાદશાહ માનવામાં આવે છે. કપિલ શર્મા બે ક્યૂટ બાળકો એક દિકરી અને એક દીકરાના પિતા છે. એમની ક્યૂટ દીકરી અનાયરા લન પોપ્યુલરિટીની બાબતમાં પોતાના પિતા કપિલ શર્માથી પાછળ નથી. કપિલ શર્મા થોડા થોડા સમયે દીકરી અનાયરાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ફોટામાં અનાયરાની સુંદર સ્માઈલ ફેન્સનું દિલ જીતી લે છે. ફેન્સ પણ અનાયરાના ફોટા પર ઘણી બધી લાઇક્સ અને કમેન્ટ્સ કરે છે.

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ ફેબ્રુઆરીમાં એક દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. પણ કપિલે હજી સુધી દીકરાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર નથી કર્યો.

દીકરી તારા સાથે જય ભાનુશાલી અને માહી હિજ.

image source

ટીવી કલાકારો જય ભાનુશાલી અને માહી વિજની દીકરી તારા પણ સોશિયલ મીડિયા સેન્સેશન છે. માહી ઘણીવાર તારાના ફોટા અને મસ્તી કરતો વિડીયો શેર કરતી રહે છે. નાના પડદના એકટર અને હોસ્ટ જય ભાનુશાલી અને માહી વિજની દીકરી તારા પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. જય અને માહી બન્ને પોતાની દીકરીને ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર શેર કરતા રહે છે. તારની મસ્તી અને અભ્યાસ કરતો વિડીયો ફેન્સને ખૂબ જ ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali)

બેલા, વિએના અને જિયા સાથે કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ.

image source

એકટર કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ ત્રણ દીકરીઓના પેરેન્ટ્સ છે. કરણવીરની બંને ટ્વીન દીકરીઓ બેલા અને વિએના સોશિયલ મીડિયા સ્ટાર છે તમને જણાવી દઈએ કે બેલા અને વિએનાનું સોશિયલ મીડિયા પર પોતાના નામનું એકાઉન્ટ પણ છે જેના પર કરણવીર અને ટીજે બંનેના મસ્તીભર્યા વિડિયોઝ અને ફોટા શેર કરે છે. ફેન્સને એમની મસ્તી મજાક ખૂબ જ ગમે છે.

પલક અને રેયાંશ સાથે મમ્મી શ્વેતા તિવારી.

image source

પોપ્યુલર શો કસોટી જિંદગી કી ફેમ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સના દિલોને કેવી રીતે જીતવું એ વાતને એ સારી રીતે જાણે છે. શ્વેતાની જેમ એમના બંને બાળકો પલક અને રેયાંશ પણ ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીની દીકરી પલક તો બહુ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે અને પોતાના ફક્ત અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર પલક તિવારીની ફેન ફોલોઇંગ પણ જબરજસ્ત છે. પણ શ્વેતા તિવારીનો દીકરો રેયાંશ હજી નાનો છે. તો પણ શ્વેતા પોતાના, પલક અને રેયાંશન ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

કેશા કેલકર પેરેન્ટ્સ શરદ અને કીર્તિ કેલકર સાથે.

image source

ટીવી એકટર શરદ અને કીર્તિ કેલકર બીઝી હોવા છતાં પણ દીકરી કેશા કેલકર સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. શરદ અને કીર્તિ કેલકર બન્ને જ દીકરીના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર શરદ કેલકર અને એમની દીકરી કેશાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જેમાં શરદ દીકરીના માથા પર ચાંપી કરતા દેખાઈ રહ્યા હતા. ફેન્સને પપ્પા અને દીકરીનો આ ક્યૂટ વિડીયો ખૂબ જ ગમ્યો હતો.

દીકરા અયાન સાથે અર્જુન બીજલાની.

image source

નાગીન 1 અને 2 ફેમ એકટર અર્જુન બીજલાનીને એક દીકરો છે જેનું નામ અયાન છે. પોતાના પિતાની જેમ જ અયાન પણ પોપ્યુલર છે. ઘણીવાર અર્જુન અયાનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ફેન્સને એમના દીકરા અયાનની સ્ટાઇલ અને મસ્તી ખૂબ જ ગમે છે.

કવીશ મેહરા પેરેન્ટ્સ કરણ મેહરા અને નિશા રાવલ સાથે.

image source

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા નૈતિકનું પાત્ર ભજવનાર કરણ મેહરા અને એમની પત્ની નિશા રાવલનો દીકરો કવીશ ખૂબ જ નોટી છે. નિશા કવીસના મસ્તી અને એક્ટિવિત્ઝના વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

દીકરી સમાયરા સાથે જુહી પરમાર.

image source

ટીવી શો કુમકુમ પ્યારા સા બંધનથી ઘર ઘરમાં જાણીતી બનેલી જુહી પરમાર પણ એક દીકરીની માતા છે. એમની દીકરીનું નામ સમાયરા છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Parmar (@juhiparmar)

શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં જુહી પરમાર સમાયરા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. અને પોતાના અને સમાયરાના મસ્તી અને ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!