ઘરે બેઠા રેશન કાર્ડમાં ઘરનાં નવા સભ્યનું નામ ઉમેરવા ફોલો કરો આ સરળ સ્ટેપ્સ, નહિં જવું પડે ક્યાંય પણ

રેશન કાર્ડની માહિતી અપડેટ કરવા સહિત તેમાં ઘરના નવા સદસ્યનું નામ ઉમેરવાની પ્રક્રિયાને ઓફિસે ધક્કા ખાયા વિના ઓનલાઇન પણ કરી શકાય છે. અને એ સિવાય સ્થાનિક સંબંધિત તંત્રની કચેરીએ જઈને પણ કરી શકાય છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે સરકારી કામ કરાવવા, સરકારી યોજનાઓનો લાભ મેળવવા અને પરિવારની ઓળખ માટે રેશન કાર્ડ એ એક અગત્યનો દસ્તાવેજ છે. રેશન કાર્ડ દ્વારા ફક્ત સસ્તા અનાજની દુકાનેથી કિફાયતી ભાવે અનાજ જ નથી મેળવી શકાતું પણ તેના અન્ય પણ કેટલાક સરકારી લાભો મળે છે. આ માટે તમારા કૌટુંબિક રેશન કાર્ડમાં ઘરના બધા સભ્યોનું નામ હોવું પણ એટલું જ જરૂરી છે. જો ઘર પરિવારમાં કોઈ નવા સભ્યનો જન્મ થયો હોય કે ઘરમાં નવા સભ્ય તરીકે વહુ આવ્યા હોય તો તેનું નામ તમારા રેશન કાર્ડમાં ઉમેરી લેવું જરૂરી છે. આ માટે થોડાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરબેઠા જ આ કામ કરી શકાય છે.

image source

એટલું જ નહીં પણ જો તમારા રેશન કાર્ડમાં નામ, સરનામું અને એવી અન્ય વિગત ભૂલથી ખોટી આવી હોય તો તેને પણ સુધારી શકાય છે. આ કામગીરીને બે પ્રકારે કરી શકાય છે એક તો જે તે સંબંધિત ઓફિસે જઈને અને બીજી ઓનલાઇન રીતે. ઓનલાઇન સુધારો કે ઉમેરો કરવામાં તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી અને તે ઘરબેઠા જ થઈ શકે છે.

ખાદ્ય વિભાગને કરવાની રહેશે જાણ

image source

રેશન કાર્ડમાં ઘરના નવા સભ્યનું નામ ઉમેરવા માટે માટે તમારે તમારા રેશન કાર્ડનું અવલોકન કરવું જોઈશે. દાખલા તરીકે જો કોઈ સ્ત્રી લગ્ન બાદ તેની અટક બદલે છે તો તેણે તેના આધાર કાર્ડમાં પિતાના નામની જગ્યાએ તેના પતિનું નામ અને નવું સરનામું અપડેટ કરવું પડશે. ત્યારબાદ તેની માહિતી સાસરિયાના શહેર કે ગામના ખાદ્ય વિભાગ અધિકારીને તેની માહિતી આપવામાં આવશે. તમે ઈચ્છો તો ઓનલાઇન વેરિફિકેશન બાદ પણ નવા સભ્યનું નામ ઉમેરી શકો છો. આ માટે તમારે પહેલા જુના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવીને નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી કરવાની રહેશે. આ બધી પ્રક્રિયા માટે તમારે એક રજીસ્ટર્ડ નંબર પણ હોવો જરૂરી છે.

કઈ રીતે જોડવો તમારો મોબાઈલ નંબર

image source

જો તમારા રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડેલ ન હોય અને તમે તમારો નંબર રજિસ્ટર કરાવવા ઇચ્છતા હોય તો તમારે https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx ની વિઝીટ કરવાની રહેશે. અહીં તમારી પાસે મોબાઈલ નંબર માંગવામાં આવશે. અહીં તમારે ઘરના મુખ્ય વ્યક્તિનો આધાર નંબર ભરવો પડશે. ત્યારબાદ તમારે બીજા કોલમમાં રાશન કાર્ડ નંબર ભરવો પડશે. ત્રીજા કોલમમાં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ અને ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવાનો હોય તે નંબર નાખીને સેવ કરી દેવું. આ પ્રક્રિયા દ્વારા તમારો મોબાઈલ નંબર રજિસ્ટર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!