ગૂગલે કરી નવી કમાલ, હવે મળશે ટીવી રિમોટથી છૂટકારો, આ એક એપ્લિકેશન અને તમારું કામ થઈ જશે!

ટીવીને નિયંત્રિત કરવા માટે રિમોટને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આગામી સમયમાં, તમે એપ્લિકેશન દ્વારા જ તમારા ટીવીના તમામ કાર્યોને નિયંત્રિત કરી શકશો. ગૂગલ એક એપ ગૂગલ ટીવી પર કામ કરી રહ્યું છે જે તમને એન્ડ્રોઇડ ટીવીને કંટ્રોલ કરવા દેશે. ગૂગલ ટૂંક સમયમાં આ એપ્લિકેશન શરૂ કરશે, જેથી તમે રિમોટથી છૂટકારો મળી જશે એવા એંધાણ છે.

image source

ગૂગલ 4.27 વર્ઝન સાથે એન્ડ્રોઇડ ટીવી રિમોટ વિકલ્પ લાવી શકે છે. જો કે ગૂગલે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેથી જ માનવામાં આવે છે કે તે હાલમાં પરીક્ષણ મોડમાં છે. રિમોટ સુવિધા હજી સુધી સંપૂર્ણ રીતે વિકસિત નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ તેના પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ગૂગલ તેની એન્ડ્રોઇડ ટીવી રિમોટ કંટ્રોલ એપ્લિકેશનને જ અપડેટ કરશે. આ એપ પ્લે સ્ટોર પર હાજર છે, જેમાં પાછલા વર્ષથી કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી. તે જ સમયે ઘણા ટિપ્સર્સ એમ પણ કહે છે કે ગૂગલ એક નવી ટીવી એપ્લિકેશન પણ શરૂ કરી શકે છે.

image sourceએક્સડીએ ડેવલપરના અહેવાલ મુજબ ટીવીને નિયંત્રિત કરવા માટે તમારે પહેલા એપ્લિકેશનને ટીવી સાથે જોડવી પડશે. આ પછી તે તમને ટીવીની ઉપલબ્ધ દરેક યાદી બતાવશે. આ પછી તે પેરિંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. જોડાણ પ્રક્રિયા દરમિયાન તમારે તેમાં 4 અંકનો કોડ દાખલ કરવો પડશે. આ 4 અંકનો કોડ તમારી ટીવી સ્ક્રીન પર દેખાશે. આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો સ્માર્ટફોન ટીવી માટે રિમોટ તરીકે કામ કરશે.

image source

સામાન્ય રીતે કહેવામા આવે છે કે જ્યારે ટીવીનું રિમોર્ટ બગડી જાય તો બેટરી નાખવી પડે. પરંતુ ટીવી, DVD અથવા કોઈ પણ ડિવાઈસનાં રિમોટની બેટરી બદલ્યા બાદ પણ કામ ન કરે તો રિમોટ બગડી ગયું છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ બને છે. આ કામ સ્માર્ટફોનથી કરી શકાય છે. રિમોટના સેન્સરને ફોનના કેમેરા સામે રાખી રિમોટનું બટન દબાવો. આમ કરવા પર રિમોટના સેન્સરની લાઈટ બ્લિન્ક થાય તો રિમોટ કામ કરી રહ્યું છે.

image source

આ સિવાય એક બીજી નવી ટેકનીક વિશે વાત કરીએ તો ઈયરફોન મ્યૂઝિક સાંભળવા સિવાય ફોટો કેપ્ચરમાં પણ તમારી મદદ કરી શકે છે. ઈયરફોનના પ્લે/પોઝ બટનની મદદથી તમે ફોટો પણ કેપ્ચર કરી શકો છો. તો ઈયરફોનના વોલ્યુમ બટનથી તમે ફોટો ઝૂમ ઈન/આઉટ કરી શકો છો. જોકે આ ફીચર્સ કેટલાક જ સ્માર્ટફોનમાં કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong