છાતીના પાટિયા બેસાડી દે એવો વીડિયો, ઝૂમાંથી ગૂમ થયેલો 12 ફૂટ લાંબો અજગર હવે શોપિંગ મોલમાંથી મળ્યો

લ્યુઇસિયાના એક મોલમાં બ્લુ ઝૂ એક્વેરિયમાંથી એક અજગર છટકી અને ભાગી નીકળ્યો હતો. આ પછી આ અજગર બે દિવસની શોધખોળ બાદ મળી આવ્યો હતો. એક અહેવાલ મુજબ 12 ફૂટનો આ અજગર કારા સોમવારે સાંજે તેના વાડામાંથી ગુમ થયો હતો. આને કારણે ઝૂને બે દિવસ બંધ રાખવું પડ્યું હતું જેથી લોકોને તેનાથી કોઈ ખતરાનો સામનો કરવો ન પડે અને તે અજગરને શોધવામાં પણ સરળતા રહે.

બ્લુ ઝૂ એક ઇન્ટરેક્ટિવ માછલીઘર છે જે તાજેતરમાં યુ.એસ.ના લ્યુઇસિયાનામાં આવેલાં એક મોલમાં ખોલવામાં આવ્યું છે. ઝૂ સ્ટાફે એક નિષ્ણાત સાથે મળીને મંગળવારે રાત્રે અજગરની શોધ કરી હતી પણ તેનાથી પણ અજગર વિશે કંઈ જાણકારી મળી શકી ન હતી. ત્યારબાદ બુધવારે ફરી એક વખત ઝૂને બંધ કરી દેવામાં આવ્યું હતું કારણ કે તે સ્ટાફ અજગરની શોધ કરી રહ્યો હતો. આ પછી ગુરુવારે વહેલી સવારે કારાને આખરે પકડી પાડવામાં આવ્યો હતો. તે સમયે ત્યાં લોકોની અવરજવર આગાઉથી જ બંધ રાખી હોવાથી તેને આરામથી પકડી શકાયો હતો. આ અજગર 2 દિવસ સુધી ગાયબ રહ્યો પરંતુ તેનાં કારણે કઈ પણ નુકશાન થયું હોય તેવા સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

આ અંગે બ્લુ ઝૂ એક્વેરિયમના ચીફ માર્કેટિંગ ઓફિસર રોન્ડા સ્વાનસન કહે છે કે આ અજગર દિવાલ અને છત વિસ્તારમાંથી મળી આવ્યો હતો. એવું લાગે છે કે કારા મોલની એક નાની ક્રોલ જગ્યામાં પોતાનો રસ્તો શોધવામાં સફળ રહ્યો હશે. ઝૂએ એક વીડિયો સાથે સોશિયલ મીડિયા પર આ વિશેના સમાચાર શેર કર્યા છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે કારાને દિવાલ પરથી નીચેની તરફ સરકતો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ પ્રાણી સંગ્રહાલયે તેની ફેસબુક પોસ્ટમાં પણ આ વિશે જણાવ્યું છે

તેમણે કહ્યું છે કે અજગર સલામત અને સ્વસ્થ છે. કારા એ એક અલ્બીનો બર્મીઝ અજગર છે અને તેના કેરટેકર વિક્ટોરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે એક સૌમ્ય અને વિચિત્ર પ્રાણી છે. વિક્ટોરિયાએ ડબ્લ્યુબીઆરઝને જણાવ્યું હતું કે સવારે 3:45 વાગ્યે તેને સમાચાર મળ્યાં હતાં કે અજગર મળી આવ્યો છે.

વિક્ટોરિયાએ કહ્યું મને યાદ નથી કે ક્યારેય મે બ્લુ ઝૂ જવા માટે આટલી ઝડપથી દોટ મૂકી હશે. જ્યારે પણ તે અહીં મળશે તેવું લગતા હું ત્યાં જતો હતો. જ્યારે આ જાણકારી મળી તે એક ઝડપી બદલાવ હતો અને કઈ સમજ્યા પહેલા જ હું તે પ્રાણી સંગ્રહાલયમાં પાછો પહોચી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong