ચીન અને પાકિસ્તાન બોર્ડર પરના ભારતીય સૈન્યને મળશે આ ટનલથી મદદ, જાણો રસપ્રદ માહિતી…

વિશ્વભરમાં ઘણી અજબ-ગજબ વસ્તુઓ જોવા મળતી હોય છે અને પોતાના અલગ અંદાજને કારણે તે ચર્ચાઓમાં બનેલી રહે છે.ભારત દેશમાં પણ એક એવી જગ્યા છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે.અમે વાત કરી રહ્યા છીએ લેહ-મનાલી હાઈવેની જે પૂરા વિશ્વમાં સૌથી ઉંચા અને લાંબા રોડ માંથી એક છે. આ રોડમાં જલ્દી જ સુરંગ બનીને તૈયાર થશે.જે ભારતીય સેનાની તાકાત બેવડી કરી દેશે.હવે તમે વિચારશો કે ભલા રોડથી સેનાની તાકાત કેવી રીતે વધશે? તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ રોહતાંગ ટનલ ભારતને ચીન અને પાકિસ્તાનની સરહદથી જોડશે જેનાથી ભારતીય સેનાની પકડ આ સરહદો પર વધુ કડક થઈ જશે અને સાથે જ તેમને અહી પહોંચવા માટે ખૂબ ઓછો સમય લાગશે.


એ પણ જણાવી દઈએ કે, રોહતાંગ ટનલને બનાવવાની પ્રસ્તાવના વર્ષ ૧૯૮૩માં મળી હતી, ત્યારબાદથી વર્ષ ૨૦૧૦ માં તેને બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ હતુ અને જેને પૂરું કરવાનું લક્ષ્ય ૨૦૧૯ રાખવામાં આવ્યુ હતુ. સાથે સાથે જણાવી દઈએ કે, આ ટનલની લંબાઈ ૮.૮ કિલોમીટર છે અને તેને અત્યાધુનિક ટેકનોલોજી હેઠળ બનાવવામાં આવી રહી છે. સાથે જ આ ટનલનાં નિર્માણથી ત્યાં મુસાફરી કરવામાં ૪-૫ કલાકની બચત પણ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ ટનલ લાહૌલ જિલ્લાનાં મુખ્યાલય,મનાલી અને કેલોન્ગ વચ્ચેની દૂરી ૪૮ કિલોમિટર સુધી ઓછી કરી દેશે.

આ પરિયોજનથી સંબંધિત ઈજનેરોનું કહેવું છે કે, રોહતાંગ ટનલનાં નિર્માણ બાદ લાહૌલ અને સ્પીતિ ઘાટી માટે આખુ વર્ષ રોડનાં માધ્યમથી સંપર્કમાં જળવાઈ રહેવાની સુવિધા થઈ જશે. આ ટનલ માટે રોડ હાલનાં મનાલી લેહ રાજમાર્ગથી પાલંચમાં બનાવવામાં આવશે. જે મનાલીથી લગભગ ૯ કિલોમિટર દૂર આવેલ છે અને આગળ જઈ હાઈવે સાથે જોડાશે.તેના માધ્યમથી લાહૌલમાં રહેનાર આદિવાસીઓને ઠંડીનાં સમય દેશનાં બાકી ભાગ સાથે જોડાઈ રહેવામાં સરળતા રહેશે અને ચિકિત્સા ,આપાતકાળનાં મુદ્દામાં પણ ટનલને પાર કરવા મંજુરી આપવામાં આવશે. ખોદાણનું કામ પૂરું થયા બાદ નિયમિત અંતર પર સુરક્ષા બિંદઓ ,અગ્નિ સુરક્ષા,વેંટિલેશન અને ટેલીફોન બૂથ જેવા કામ પછી,ટનલ સામાન્ય ટ્રાફિકને માટે ખુલ્લી મુકવામાં આવશે.

હિમાચલ પ્રદેશનાં રોહતાંગ દર્રામાં આ ટનલ ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને તેના નિર્માણમાં ઘણી ભૌગોલિક તકલીફો સામે પણ લડવું પડી રહ્યુ છે.આ મહત્વકાંક્ષી પ્રયોજનનાં ઇજનેરોનું માનીએ તો ૨૦૧૭માં ટનલનાં બન્ને છેડાઓનું કામ પૂરું થઈ ચૂક્યું હતુ અને વર્ષ ૨૦૧૯ની નક્કી સમય સીમાની અંદર વિશેષજ્ઞની ટીમ દ્વારા આ ટનલ સેવાની શરૂઆત થઈ જશે.

જ્યાં સુધી ભારતીય સૈન્યબળની મજબૂતીની વાત છે તો દેશનાં જવાનોનું માનવું છે કે કારગિલ યુધ્ધ દરમિયાન આખું વર્ષ રોડ સંપર્કનાં મહત્વનો અનુભવ કર્યો હતો.હિમાચલનાં જમ્મૂ કાશ્મીર અને રોહતાંગ પાસેનાં રોડ ઠંડીઓ માં અવરોધ હતા અને એવામાં આ ટનલનાં નિર્માણથી ન ફક્ત દૂરી ઓ છી થશે પરંતુ બધી ઋતુ સંબંધિ સંપર્ક પણ ઉપલબ્ધ થશે.આ નિર્માણ મહત્વપૂર્ણ મીલનાં પથ્થર પુરવાર થશે.