શહીદોને મદદ કરશે ટોટલ ધમાલ ફિલ્મની ટીમ, વાંચો બીજી જાણવા જેવી વાતો…

૧૪ ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના જવાનો પર થયેલ આતંકવાદી હુમલા પછી આપણા દેશના ૪૦ થી વધુ જવાનો શહીદ થઇ ગયા છે. આ હુમલો કશ્મીરના પુલવામામાં થયો હતો. પછી આખો દેશ શોકમગ્ન છે અને લોકો ઠેર ઠેર પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ઘણા બધા લોકો છે જે આગળ આવીને શહીદ મિત્રોના પરિવારને મદદ કરી રહ્યા છે ઘણા પૈસાથી મદદ કરે છે તો ઘણા પોતાની પ્રાર્થનાથી. આવામાં એક બીજી વાત સામે આવી છે. ટોટલ ધમાલ ફિલ્મની ટીમ અને કાસ્ટ અને બીજા લોકો મળીને ૫૦ લાખ રૂપિયાનું દાન કરવા તૈયાર થયા છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અર્શદ વારસી, રીતેશ દેશમુખ, જોની લીવર, જાવેદ જાફરી જેવા કલાકાર તે ફિલ્મમાં દેખાશે. બધાએ પોતપોતાની રીતે મદદ કરવાનો નિણર્ય કરે છે.

આની પહેલા પણ ઘણા બોલીવુડ કલાકાર જેવા કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, દિલજીત દોસંજા અને અક્ષય કુમારે પણ ૫૦ કરોડ આપવાનું વચન આપ્યું છે. અમિતાભ બચ્ચનને દરેક શહીદના પરિવારને ૫ લાખ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે.

એવું નથી કે ફક્ત બોલીવુડના કલાકારો જ મદદ કરવા આગળ આવી રહ્યા છે ઘણા ક્રિકેટર્સ જેવા કે ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે. હુમલાના થોડા જ સમયમાં ઘણા બોલીવુડ કલાકારો સોશિયલ મીડિયામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ટોટલ ધમાલ ફિલ્મ આ સપ્તાહમાં જ રીલીઝ થવાની છે. અને હુમલા પછી લગભગ દરેક લોકો કોઈને કોઈ રીતે શ્રધાંજલિ આપી રહ્યા છે. તમે પણ કોમેન્ટમાં તમારા વિચારો જણાવો.