આ એક્ટ્રેર્સથી ના રહેવાતા તારક મહેતા..સિરિયલને લઇને ખોલ્યા આ અનેક રાઝ, શું તમે જાણો છો આટલી મોટી વાત?

ટીવી પર પ્રસારિત પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટરે પેટ છૂટી વાત કરી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી રોજીંદી સિરિયલ છે. આ શ્રેણીની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના થઇ હતી. તે મુખ્યત્વે “દુનિયાને ઉંધા ચશ્મા”પર આધારિત છે. આ સિરિયલ ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો ઉપર આધારીત છે.

image source

આ સોસાયટી આખા ભારત દેશનું પ્રતિનિધત્વ કરે છે. ગુજરાતી, મરાઠી, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે. યઅ સિરિયલમાં થોડા વખત માટે જેઠાલાલની સેક્રેટરીનો રોલ નિભાવનર સુરભી ચાંદનાએ સ્વીકાર્યું છે કે, પોતાના ડાયલોગ્સ ભૂલી જવાના કારણે તેને શોમાંથી કાઢી મૂકવાના હતા.

image source

ટીવી પર પ્રસારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો દ્વારા પોતાની ઓળખાણ સ્થાપિત કરનાર અભિનેત્રી સુરભી ચંદનાએ પોતાના વિશે મોકળા મનથી વાત કરી છે. તેણે કહ્યું કે તેને આ શોમાંથી કાઢી મૂકવાના હતા. તેની આ સ્થિતિ તેની અંદર રહેલી ખામીને કારણે જ થવાની હતી.

ટી.વી. સિરિયલમાં અભિનય કરતી સુરભિ ચંદનાએ કર્યો એક ખુલાસો

image source

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંથી કારકિર્દીની શરૂઆત કરનાર સુરભી ચંદનાએ ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું કે ડાયલોગને યાદ કરવામાં મુશ્કેલીઓ હોવાને કારણે તેમને 2009 ના પ્રખ્યાત ટીવી શોમાંથી દૂર કરવાના હતા. એક મુલાકાતમાં સુરભિ ચાંદનાએ કહ્યું હતું કે, ‘ડાયલોગ યોગ્ય રીતે યાદ ન કરી શકવાના કારણે મારી માતા મને ખૂબ વઢતી હતી.

image source

જ્યારે તારક મહેતાની ટીમને હું ડાયલોગ યાદ નથી રાખી શકતી તે વિશે ખબર પડી ત્યારે તેઓએ પણ મને શોમાંથી બહાર કાઢવાનો નિર્ણય લઈ લીધો હતો. પરંતુ મારી માતાએ મને મારા ડાયલોગ્સ યાદ રાખવા માટે ભરપૂર સહયોગ આપ્યો અને મારી મદદ કરી. ”

લાઈનો યાદ રાખવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી.

image source

સુરભિએ તો એવું પણ કહ્યું જ કે તેની માતાએ તેની યાદ નહોતું રહેતું તે માટે તેની ઘણી ટીકા કરતી અને સંજાવતી . મારી માતાએ તો મને એમ પણ કહ્યું કે અભિનયમાં તારું કોઈ કામ નથી. તેમ છતાં, મારી માતાએ જ મને અભિનય સુધારવામાં મદદ કરી. સુરભીએ એમ પણ કહ્યું કે તેની માતાએ તેના સારા અને ખરાબ સમયમાં હંમેશાં તેમનો સાથ આપ્યો છે.

image source

તેણે પોતાની માતા પાસેથી ઘણું ઘણું શીખ્યું છે. સુરભિએ એ પણ ખુલાસો કર્યો કે એક સમય એવો હતો જ્યારે તેણે ઇશકબાઝ સિરિયલ છોડવાનું નક્કી કર્યું. પરતું મારી માતા મારી હિંમત બની. સુરભી તેની તમામ સફળતાનો શ્રેય પોતાની માતાને આપે છે. તમને જણાવી દઈએ કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલમાં તેને એક નાનકડી ભૂમિકા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ