વધી રહ્યા છે ટાઇફોઇડના કેસ, આ 5 બાબતોને ફોલો કરીને તમે પણ રહો સેફ, નહિં તો..

ટાઇફોઇડથી બચવા શું કરવું ? ઉનાળો શરૂ થતાંની સાથે જ હોસ્પિટલોમાં ટાઇફોઇડના દર્દીઓ વધવા માંડે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક લોકોમાં ટાઇફોઇડના લક્ષણો જોવા મળે છે. ટાઇફોઇડ ફીવર સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયા દૂષિત પાણી અને ખોરાકમાં સૌથી વધુ સક્રિય છે અને ખોરાક દ્વારા તે તમારા શરીરમાં પ્રવેશે છે. ટાઇફોઇડમાં બેદરકારી જીવલેણ હોઈ શકે છે. જો તમને વધારે તાવ, ડાયરિયા ઉલ્ટી થવી, શરીરમાં દુખાવો, નબળાઇ, માથામાં દુખાવો અથવા પેટમાં દુખાવો અથવા ભૂખ ન લાગવી આ લક્ષણો દેખાય છે તો તમને ટાઇફોઇડ હોય શકે છે.

IMAGE SOUCRE

સારવાર તરીકે, દર્દીઓને એન્ટિબાયોટિક ડોઝ આપવામાં આવે છે જેનો 2 અઠવાડિયા સુધી વપરાશ કરવો પડે છે, તેથી જો આ લક્ષણો જોવા મળે તો તરત જ હોસ્પિટલમાં જાવ. આ સમસ્યા દૂર કરવા માટે તમારે કેટલીક સરળ ટીપ્સનું પાલન કરવું જોઈએ જેમ કે સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક લેવો, ઘરમાં પાણી સંગ્રહિત ન થવા દેવું વગેરે. આ ટિપ્સનું પાલન કરીને તમે ટાઇફોઇડ જેવા રોગોથી બચી શકો છો.

1. દર અઠવાડિયે ફ્રિજ સાફ કરો

IMAGE SOURCE

ટાઇફોઇડથી બચવા માટે સમયસર ફ્રિજની સફાઇ કરતા રહો. ફ્રિજમાં રાખેલી ઘણી ખાદ્ય ચીજો બગડી જાય છે. બેક્ટેરિયા ખરાબ ખોરાકમાં વધે છે, તેથી વાસી ખોરાક ન ખાવો જોઈએ. ઉનાળાના દિવસોમાં મુસાફરી કરતા સમયે જો તમે નાસ્તો લો છો તો થોડો હળવો નાસ્તો સાથે લો. શાકભાજી અથવા કોઈ ટેસ્ટી ફૂડ સાથે લેવાનું ટાળો, કારણ કે આ આહાર ગરમીથી બગડે છે. ટાઇફોઇડ બેક્ટેરિયા ખરાબ ખોરાકમાં વધે છે, તેથી આવા ખોરાકનું સેવન ટાળવું જોઈએ.

2. ટાઇફોઇડ રોગથી બચવા માટે બહાર જમવાનું ટાળો

IMAGE SOUCRE

બહારના આહારમાં બેક્ટેરિયા વધુ હોઈ શકે છે, તે ટાઇફોઇડ માટેનું એક મહત્વનું કારણ પણ હોઈ શકે છે, તેથી તમારે બહાર લારી પરની ચાઈનીઝ, આઈસ ડીશ અથવા કોઈપણ અન્ય ખાદ્ય ચીજો ખાવાનું ટાળવું જોઈએ. કોરોના સમયગાળા પછી, હવે સલામતી બે ગણી થઈ ગઈ છે, આવી સ્થિતિમાં, તમારા અને ખાસ કરીને બાળકોને બહારનો નાસ્તો કરવાથી રોકવા જોઈએ.

3. બહાર મળતો બરફ ન ખાવો જોઈએ

IMAGE SOURCE

ગરમીના દિવસોમાં, દરેક વ્યક્તિ ઠંડુ પાણી અથવા ઠંડા પીણા પીવા માંગે છે, આપણે પાણીને ઠંડુ કરવા માટે બરફનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે બહારનો બરફ તમને બીમાર બનાવી શકે છે. લારી પર મળતું બરફનું પાણી દૂષિત હોય શકે છે, જેનાથી ટાઇફોઇડ રોગ થઈ શકે છે, તેથી બહાર મળતા બરફ અથવા પાણીનો ઉપયોગ ન કરો. ઉનાળાના દિવસોમાં લોકોને ઠંડા બરફના ગોલા ખાવાનું પણ વધુ પસંદ હોય છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે તમારે તમારી પસંદગી તરફ ધ્યાન ના આપીને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.

4. ટાઇફોઇડથી બચવા માટે પાણીમાં ક્લોરિન તપાસો

IMAGE SOURCE

ટાઇફાઇડ ગંદા પાણી દ્વારા પણ ફેલાય છે, તેથી ઘરમાં કોઈપણ વાસણ અથવા સ્થળ પર પાણી એકઠું થવા ન દો. તમારા પાણીમાં કલોરિનનું પ્રમાણ પણ તપાસો. કલોરિનની માત્રા ઓછી હોવાને કારણે, પાણી દૂષિત થઈ શકે છે અને જો તમે તે જ પાણી પીશો તો ટાઇફોઇડનું જોખમ વધશે, તેથી સમય સમય પર પાણીમાં ક્લોરિન તપાસો.

5. ટાઇફોઇડથી સુરક્ષિત રહેવા માટે તમારા હાથ સાફ કરો

IMAGE SOURCE

ટાઇફોઇડથી બચવા માટે હાથ સાફ રાખવા મહત્વપૂર્ણ છે. બહાર જઈને ઘરમાં આવતા સમયે સૌથી પેહલા તમારા હાથ હેન્ડવોશ અથવા સૅનેટાઇઝરથી સાફ કરો. કંઈપણ ખાતા પહેલા તમારા હાથ સાફ કરો. કારણ કે જ્યારે ગંદા હાથથી આપણે ખાયે છે ત્યારે હાથના બેક્ટેરિયા મોમાં જાય છે, જે ટાઇફોઇડ, તાવ અથવા પેટના રોગોનું કારણ બની શકે છે, તેથી જમતા પેહલા હાથને પાણી અને સાબુથી સાફ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત