તારક મહેતાના નટ્ટુકાકાને પૈસાની ભારે તંગીના વહેતા સમાચાર વચ્ચે જ અભિનેતાએ આપી આકરી પ્રતિક્રિયા, કહ્યું-મારે…

નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે છેલ્લા એક મહિનાથી ઘરે છે. તેને ખબર પણ નથી કે તેને શૂટિંગ માટે ફરીથી ક્યારે બોલાવવામાં આવશે કે શોમાં તેનું પાત્ર શૂટિંગ ક્યારે શરૂ કરશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે, શોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.

image source

ત્યારબાદથી જ અફવા શરૂ થઈ કે નટ્ટુકાકા ખરેખર બેકાર છે. પરંતુ હવે આ બધી જ વાતને તેમણે અફવા ગણાવી છે અને સમાચારોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે હું બેરોજગાર નથી. મારા દીકરા પણ છે અને મને સેલેરી પણ મળી રહી છે. તો આવો વિગતે વાત કરીએ નટ્ટુકાકાએ આવી બધી અફવા પર શું પ્રતિક્રિયા આપી છે.

image source

એક વાચતીચમાં ધનશ્યામ નાયકે વાત કરી હતી કે હું સમજી શકતો નથી કે લોકો શા માટે આપણી આજુબાજુમાં એટલી નકારાત્મકતા ફેલાવી રહ્યા છે? મેં આ શોમાંથી બ્રેક લીધો નથી. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સિનિયર કલાકારો મહારાષ્ટ્રની બહાર શૂટિંગ કરી શકતા નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને અમારા નિર્માતાએ અમારા સારા માટે જ આ નિર્ણય લીધો છે. હું બેરોજગાર નથી. ટીમ અમારી સંભાળ લઈ રહી છે.

image source

હું શક્ય તેટલી વહેલી તકે શૂટિંગમાં પાછા ફરવાની આશા રાખું છું. હું કોઈ પણ પ્રકારના આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો નથી. હું ઘરે મારો સમય સરસ રીતે પસાર કરી રહ્યો છું. મારા પૌત્ર-પૌત્રો અને બાળકો લોકોની મદદ કરી રહ્યા છે, તે જોઈને હું ખુશ છું. ન તો હું બેરોજગાર છું અને ન તો હું લાચાર છું. કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીમાંથી પસાર પણ નથી થઈ રહ્યો.

imag source

ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયક થોડા મહિના પહેલા સર્જરીને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે તે સંપૂર્ણ રીતે ઠીક લાગે છે. આ પહેલાં ઘનશ્યામ નાયકે કહ્યું, “મેં માર્ચ મહિનામાં છેલ્લી વાર આ શો માટે એક એપિસોડ શૂટ કર્યું હતું. ત્યારથી હું ઘરે છું. કોરોનાથી બચવા નિર્માતાઓએ શૂટિંગ ટાળવાનું વિચાર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની ઉંમરને કારણે, તેના પરિવારજનો તેને માટે ચિંતિત છે. તેથી તેઓએ તેમને ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી છે. પરંતુ તે સેટ પર આવવા માંગે છે તેમ પણ તેમણે ઉમેર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ આવીને ઉભી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી મુંબઈમાં લોકડાઉન ચાલી રહ્યું છે. શૂટિંગ પણ થંભી ગયું છે. ખાસ કરીને વરિષ્ઠ કલાકારો સેટ પર પાછા ફર્યા નથી. એ જ રીતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક પણ વાપીમાં શૂટિંગ કરી શકે એમ નથી. ત્યારે નટ્ટુ કાકા આર્થિક સંકટની વચ્ચે જીવી રહ્યા છે એ વાત માત્ર અફવા જ નીકળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!