તારક મહેતા..ના ચાહકો માટે ખુશખબર, હવે બાળકોને સિરિયલ જોવાની આવશે જોરદાર મજ્જા, આ વિશે અસિત મોદીએ કહ્યું કે…

સોની યે ચેનલ પર થોડાક સમયમાં જ બાળકો માટે ખાસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોનું એનિમેટેડ વર્ઝન પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્ટુન શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ, અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોના તમામ પાત્રોનું એનિમેટેડ વર્ઝન પ્રસ્તુત કરવામાં આવશે. એક કાર્ટુન શો તરીકે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ના નિર્માતા અસિત કુમાર મોદી ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ને જલ્દી જ રજુ કરવા જઈ રહ્યા છે.

અસિત કુમાર મોદીનું સપનું થયું સાકાર.

image source

એક ન્યુઝ એજન્સીની સાથે વાતચીત કરતા અસિત કુમાર મોદીએ જણાવ્યું છે કે, મારા શોને હવે ૧૩ વર્ષ પુરા થઈ ગયા છે. મારું સપનું હતું કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોનું બાળકોની માટે એનિમેશન રૂપમાં લાવી શકીએ. હું મારા આ શોનું એનિમેટેડ વર્ઝન ટેલીવિઝન પર લાવવા માટે ઘણા લાંબા સમયથી વિચારી રહ્યો છું, એમાં પણ આ શો ખાસ કરીને બાળકો માટે. મારું આ સપનું સોની યે ટીવી ચેનલના એસોસીએશનની સાથે મળીને સાકાર થશે.

image source

જો કે, આ શો ઓરીજીનલ તો નહી હોય, પરંતુ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’માં દર્શકોને દયાબેન જરૂરથી જોવા મળશે. આ બાબતે અસિત કુમાર મોદી કહી રહ્યા છે કે, હા આ શોમાં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ચિંતા છે નહી કે, કોઈ કલાકાર શો છોડી દેશે. કેમ કે, આ કોમડી શોમાં તમામ પાત્રો એનિમેટેડ જોવા મળશે, એટલા માટે જે દર્શકો શોમાં દયાભાભીની ખામીનો અનુભવ કરી રહ્યા હતા તો તેઓ આ એનિમેટેડ વર્ઝનમાં દયાભાભી જોવા મળશે. આ એનિમેટેડ વર્ઝનમાં નાનકડી ટપુસેના પણ જોવા મળશે.

એનિમેટેડ સીરીઝમાં શું હશે વિશેષ?

image source

એનિમેટેડ સિરીઝની ખાસિયત વિષે જણાવતા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે, હવેથી દર્શકોના મનોરંજન માટે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો બે વર્ઝનમાં જોવા મળશે અને આ એનિમેટેડ વર્ઝન ફક્ત બાળકો જ નહી, પણ આખો પરિવાર સાથે બેસીને એનિમેટેડ સિરીઝની મજા માણી શકશે. બાળકોએ કોરોના વાયરસના સમય દરમિયાન ઘણી બધી વસ્તુઓ મિસ કરી છે. સ્કુલ, ફ્રેન્ડસ, ટીફીન બોક્સ ત્યારે હવે બાળકો આ એનિમેટેડ વર્ઝન બાળકોને આનંદ આપવાની સાથે સાથે કોમેડી કરીને હસાવશે પણ અને બાળકોને ઘરે રહીને કંટાળો પણ આવશે નહી.

image source

અસિત કુમાર મોદીએ વધુ જણાવતા કહ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણના સમયમાં મારી ટીમે પણ ખુબ જ મહેનત કરી રહી છે તેમજ કોરોના વાયરસ સંક્રમણના સમયમાં નવો શો શરુ કરવો કોઈ સહેલી વાત છે નહી પણ અમે બધા ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોનું એનિમેટેડ વર્ઝનને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. આ સાથે જ અભિનેતાઓ દ્વારા પણ તેમના પાત્રોને અવાજ આપવામાં આવશે. એટલા માટે હું દર્શકોને કહેવા ઈચ્છીશ કે, આપે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ને અત્યાર સુધી જેટલો પ્રેમ આપ્યો છે એવી જ રીતે તેના એનિમેટેડ વર્ઝન ‘તારક મહેતા કા છોટા ચશ્માં’ને પણ આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!