ડિડીએલજેમાં રાજના પાત્ર માટે શાહરુખ ખાન નહિ પણ આ હિરો હતા પહેલી પસંદ, આખો કિસ્સો વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

વર્ષ 1995માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને કાજોલની આઇકોનીક ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગેને આ વર્ષે ઓક્ટોબરમાં 26 વર્ષ પુરા થઈ જશે. આટલા વર્ષો પછી પણ આ ફિલ્મ દર્શકોને મનગમતી ફિલ્મોમાંથી એક છે અને એના પાત્રો ફેન્સના દિલમાં આજે પણ જીવીત છે. પણ શું તમે જાણો છો કે ફિલ્મમાં રાજનું પાત્ર જે શાહરુખ ખાને ભજવ્યું હતું અસલમાં એ આદિત્ય ચોપરાની પહેલી પસંદ નહોતા.

image source

આ જાણીને તમને આશ્ચર્ય થશે કે રાજના રોલ માટે શાહરુખ ખાન નહિ પણ સૈફ અલી ખાન અને હોલીવુડ એકટર ટોમ ક્રુઝ પહેલી પસંદ હતા. એ સમયે આદિત્ય ચોપરા ફિલ્મને ઇન્ડો અમેરિકન પ્રોજેકટ તરીકે બનાવવા માગતા હતા એટલે એ ટોમ ક્રુઝને પણ ફિલ્મમાં સામેલ કરવા માંગતા હતા. પણ યશ ચોપરાએ એ માટે પરવાનગી ન આપી અને ફિલ્મની વાર્તા પર ફરી એકવાર કામ કરવામાં આવ્યું અને પછી શાહરુખ ખાન અને કાજોલની લઈને સ્ટોરીને નવા એંગલથી બનાવવામાં આવી.

image source

એટલું જ નહીં ફિલ્મના 25 વર્ષ પુરા થયા એ નિમિતે શાહરૂખ ખાને કહ્યું પણ કે એમને ક્યારેય નહોતું વિચાર્યું કે એ રોમેન્ટિક પાત્ર પણ ભજવી શકે છે. શાહરુખે આગળ કહ્યું હતું કે આ ફિલ્મમાં એમના દ્વારા નિભવવામાં આવેલ રોલ ઘણો અલગ હતો. એમને આગળ કહ્યું કે ,મેં ડર, બાજીગર અને અંજામ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. સાથે જ મને હંમેશા લાગતું હતું કે રોમેન્ટિક પ્રકારના રોલ હું નહિ કરી શકું. એટલે જ્યારે આદિત્ય અને યશજીએ મને આ રોલ વિશે જણાવ્યું તો હું એમની સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત હતો. તો બીજી બાજુ મને ડર હતો કે હું સારી રીતે આ રોલ કરી શકીશ કે નહિ.

image source

શાહરૂખના કહેવા અનુસાર એ ખૂબ જ શરમાળ સ્વભાવના છે અને સ્ત્રીઓની હાજરીમાં એમને ઘણો સંકોચ થાય છે એટલે એ સમજી નહોતા શકતા કે ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગેના રોમેન્ટિક સીનને પડદા પર કેવી રીતે ઉતારી શકીશ. એ કહે છે કે ઘણા લોકોએ મને કહ્યું કે મારો લુક લિકથી ઘણો જ અલગ છે એટલે કે એમના ખ્યાલથી મારો લુક ફિલ્મોના હીરોના ચહેરાને લઈને બનેલી ધારણાઓ કરતા બિલકુલ અલગ હતો. મને પણ એવું જ લાગવા લાગ્યું જતું કે હું એટલો હેન્ડસમ નથી અને એ જે સમયના ચોકલેટી લુક હતો એ મારામાં નહોતો. એટલે હું નહોતો જાણતો કે ફિલ્મના બધા પ્રેમ ભર્યા, રોમેન્ટિક સીન્સ હું કેવી રીતે કરીશ

image source

વર્ષ 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મેં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મેં શાહરુખ ખાન અને કાજોલની સૌથી રોમેન્ટિક જોડી આપી હતી. શાહરૂખ ખાનના કહેવા અનુસાર ડાયરેકટર આદિત્ય ચોપરાનું વિઝન ઘણું જ ક્લિયર હતું. એમને ખબર હતી કે ફિલ્મને કઈ દિશામાં લઈ જવાની છે. ફિલ્મમાં શબ્દો અમારા હતા પણ એની અંદરની બધી જ ભાવનાઓ આદિત્ય ચોપરાની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!