‘તારક મહેતા…’ શો વચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા ‘ડો. હાથી, ઘરેથી ભાગીને કર્યુ હતુ….

ટીવી સીરીયલ્સ અને એમના કલાકાર ઘરે- ઘરે પ્રસિદ્ધ થાય છે. એમાંથી કેટલીક એવી સીરીયલ હોય છે જેને દર્શકો લાંબા સમય સુધી યાદ રાખે છે. એવામાં લોકોને ટીવીના કેટલાક કલાકારોથી સીરીયલમાં એમના પાત્રોની સાથે ખુબ જ લગાવ થઈ જાય છે અને તેઓ પોતાનું કામ પતાવીને સીરીયલ જોવા બેસી જાય છે. કુલ મળીને નાના પરદાના ચહેરાની પણ લોકપ્રિયતા ફિલ્મી સ્ટાર્સ કરત ઓછી હોતી નથી. એવામાં આ એટેચમેન્ટની અસર આ થાય છે કે, દર્શકોને પ્રિય કલાકાર એમના જીવનમાં એક પસંદીદા વ્યક્તિ બની જાય છે, પરંતુ ત્યારે વધારે દુઃખ થાય છે જયારે કેટલાક સ્ટાર્સ શોને કે પછી વચ્ચમાં જ છોડી દે છે કે પછી જયારે તેઓ દુનિયાથી ચાલ્યા જાય છે.

image source

આવું જ કઈક ખુબ જ લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડૉ. હાથીની સાથે થયું. કવિ કુમાર આઝાદ એટલે કે હંસરાજ હાથીની વર્ષ ૨૦૧૮માં હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થઈ ગઈ હતી. અભિનેતા કવિ કુમાર આઝાદના મૃત્યુ થઈ ગયે ત્રણ વર્ષ થઈ ગયા છે. તેમ છતાં આજે પણ દર્શકો એમના પાત્રને ખુબ જ પ્રેમ કરે છે અને આજે પણ તેઓ બધાના દિલમાં જીવિત છે.

image source

આજે ભલે આ ટીવી અભિનેતા કવિ કુમાર આઝાદ આજે આપણી વચ્ચે છે નહી પરંતુ કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે જેઓ એમના અભિનયને ભૂલી શક્યા હશે. અચાનક થયેલ એમના અવસાનથી એમના ફેંસ અને શોની પૂરી ટીમને મોટો ધક્કો લાગ્યો હતો. શોમાં એમનું ઘણું મહત્વનું પાત્ર હતું અને લોકોને એમનો અભિનય ખુબ જ પસંદ હતી. ડૉ. હાથીનું પાત્ર હવે અભિનેતા નિર્મલ સોની નિભાવી રહ્યા છે. જયારે ડૉ. હાથીના અવસાનની ખબર આવી હતી તો દર્શકો રડવા લાગ્યા હતા અને સોશિયલ મીડિયા પર લોકોએ વિડીયો પણ પોસ્ટ કરી હતી.

image source

‘તારક મહેતા’ના આ પાત્રએ ડૉ. હાથીને જેટલી પ્રસિદ્ધિ અપાવી એના કરતા વધારે દૌલત પણ. મીડિયા રીપોર્ટસ મુજબ, કવિ કુમાર આઝાદ એક દિવસની શુટિંગ કરવાના ૨૫ હજાર રૂપિયા ફી લેતા હતા. દરરોજના આ કોન્ટ્રેક્ટ મુજબ ડૉ. હાથી સાહબ એક મહિનામાં અંદાજીત ૭ લાખ રૂપિયા કમાઈ લેતા હતા.

image source

બિહાર રાજ્યના સાસારામના વતની કવિ કુમાર આઝાદ નાનપણથી જ અભિનેતા બનવા ઈચ્છતા હતા. તેમને કવિતાઓ લખવાનો ખુબ જ શોખ હતો પરંતુ એમના પરિવારના સભ્યો એમના અભિનેતા બનવાની વિરુદ્ધ હતા. તેમ છતાં પોતાના સપનાને પુરા કરવા માટે તેઓ ઘરેથી ભાગી ગયા. ડૉ. હાથીએ બોલીવુડમાં પણ કામ કરી લીધું છે. વર્ષ ૨૦૦૦માં આવેલ અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘મેલા’માં તેઓ જોવા મળ્યા હતા. એના સિવાય ડૉ. હાથીએ પરેશ રાવલની સાથે ફિલ્મ ‘ફંટુશ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

image source

આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૦માં કવિ કુમાર આઝાદ એટલે કે ડૉ. હાથીએ પોતાનું ૮૦ કિલો વજન સર્જરીની મદદથી ઓછું કર્યું હતું. આની પહેલા અંદાજીત ૨૦૦ કિલો વજન હતું. આ સર્જરી બાદ તેમની રોજીંદી જિંદગી ખુબ જ સરળ થઈ ગઈ હતી. જાણકારી મળી હતી કે, ડૉ. હાથી પોતાના વજનમાં ઘટાડો કરવાથી ઘબરાઈ રહ્યા હતા કે, ક્યાંક આ શો એમની પાસેથી છીનવાઈ ના જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong