બાળકો માટેની કોરોના વેક્સિન આ મહિનામાં આવી જશે, જાણો ઝાયડસ કેડિલાના વેક્સિન એક્સપર્ટ પેનલના પ્રમુખે આ વિશે શું કહ્યું

ભારત દેશમાં ૧૨ થી ૧૮ વર્ષની ઉમર ધરાવતા બાળકોને ઝાયડસ કેડીલાની કોરોના વાયરસની વેક્સિન સપ્ટેમ્બર મહિનામાં આપવાની શરુ થવાની સંભાવના છે. કોરોના વેક્સિન બાબતે બનાવવામાં આવેલ એક્સપર્ટ કમિટીના પ્રમુખ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર બાળકો પર વધારે અસરકારક સાબિત થવાની સંભાવનાઓ દરમિયાન રાહતના સમચાર મળ્યા છે.

ઝાયડસ કેડિયાની કોરોના વેક્સિનની બાળકો પર કરવામાં આવી રહેલ ટ્રાયલના પરિણામ સપ્ટેમ્બર મહિના પહેલા આવી જવાની સંભાવના છે. નેશનલ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમુખ ડૉ. એન. કે. અરોરા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. એક પ્રસિદ્ધ મીડિયાને આપવામાં આવેલ ઈન્ટરવ્યુંમાં ડૉ. અરોરાએ જણાવ્યું હતું કે, ઝાયડસ કેડીલાની કોરોના વાયરસની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે થોડાક અઠવાડિયામાં જ લીલીઝંડી આપવામાં આવી શકે છે.

image source

ભારતમાં બાળકો માટે બાયોટેક કંપનીની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિન (Covaxin) પણ કેટલાક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે તેવી શક્યતા છે. કોવેક્સિનની હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે જેના પરિણામ સપ્ટેમ્બર મહિના અંત સુધીમાં આવવાની પૂરી સંભાવના છે. આવી પરિસ્થિતિમાં ઓક્ટોબર થી ડીસેમ્બર કે પછી જાન્યુઆરી- ફેબ્રુઆરી મહિનાની મધ્યમાં ૨ વર્ષથી ૧૮ વર્ષની ઉમર ધરાવતા બાળકો માટે વેક્સિનેશન શરુ કરવામાં આવી શકે છે. જો કે, ઝાયડસ કેડીલાની વેક્સિનની ત્રીજી ટ્રાયલના પરિણામ ઘણા વહેલા આવી જશે.

image source

ડૉ. અરોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં સ્કૂલોને ખોલવા સહિત ઘણા બધા મુદ્દાઓ વિષે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉમ્મીદ છે કે, સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અમે આ વેક્સિન પર કામકાજ ચાલુ કરી શકીશું. તેમ છતાં પીડીયાટ્રીક એસોસીએશન સહિત બાળકોને સંબંધિત કેટલાક ગ્રુપ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો પર વધારે અસર કરવાની છે તે સંભાવના ખોટી પણ સાબિત થઈ શકે છે અને મજબુત રોગપ્રતિકારક શક્તિના લીધે બાળકો સુરક્ષિત રહેશે. ત્યારે સરકાર આ વખતે પોતાના તરફથી કોઈ કચાશ રાખવા ઈચ્છતી નથી.

આની પહેલા દેશના નવા આરોગ્યમંત્રી માનસુખ માંડવિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર હાલમાં એક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજની તેયારી કરી રહી છે. જેની મદદથી દેશમાં ૭૩૬ જિલ્લાઓમાં પીડીયાટ્રીક સેન્ટર બનાવવામાં આવશે, જેની અંતર્ગત અંદાજીત ૪ હજાર ICU બેડની સુવિધા બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પેકેજને ૯ મહિનાના સમયગાળામાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. દિલ્લી અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોની સરકાર દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બાળકોને આપવામાં આવતી સારવાર સંબંધિત ખાસ વ્યવસ્થા કરવામાં જોડાઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong