તારક મહેતા..ના જેઠાલાલ મુકાયા જોરદાર મુશ્કેલીમાં, શું ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચીને જતા રહેશે ગામડે?

લાંબા સમયથી ભારતીય દર્શકોના દિલમાં વાસી ગયેલી લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં હવે નજીકના ભવિષ્યમાં જ નવીન ટ્વિસ્ટ જોવા મળશે. અસલમાં તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલનું મુખ્ય પાત્ર એટલે કે જેઠાલાલ ગડાનું જીવન એવું અટપટું છે કે તેના વિષે કોઈ એમ ન કહી શકે કે તેમાં ક્યારે કયો વળાંક આવી જાય. એટલું જ નહિ પણ જેઠાલાલ ગડાની આ વણમાગી મુસીબતો સામે લડવા માટે તેના ફાયર બ્રિગેડ એટલે કે સીરિયલમાં લેખક તરીકેનું પાત્ર ભજવતા તારક મહેતા જ છે.

image source

ખેર, તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના નિયમિત દર્શકો જેઠાલાલની આ બાબતોથી વાકેફ છે જ. પરંતુ અહીં અમે તમને આ સિરિયલમાં આવનારા એક નવા ટ્વિસ્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમને પણ રસ પડશે કે હવે જેઠાલાલ પર આવનારી આ મુસીબત કઈ રીતે હલ થશે.

શું આવશે ટ્વિસ્ટ

image source

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ટીવી સીરિયલમાં જે નવો ટ્વિસ્ટ આવવાનો છે તેનો સંબંધ કોરોના મહિમારીના કારણે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન સાથે છે. તમને થશે કે હવે તો લોકડાઉન ઘણા અંશે ખુલી ગયું છે પરંતુ આપણે વાસ્તવિક લોકડાઉન નહિ પણ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જે લોકડાઉનનો સમયગાળો દર્શાવવામાં આવનાર છે તેની વાત કરીએ છીએ. વાસ્તવિક લોકડાઉનમાં આપણે સૌએ જાણ્યું કે લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થવાથી અનેક લોકો માટે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો. આ જ રીતે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પણ થવાનું છે. અને તે અંતર્ગત જેઠાલાલ ગડાની પોતાની દુકાન ગડા ઇલેક્ટ્રોનિકમાં પણ આર્થિક નુકશાન થવાનું છે.

શું હશે ઘટના

image source

સીરિયલમાં જે ટ્વિસ્ટ આવનાર છે તેના મુજબ જેઠાલાલ ગડા ક્રેડિટ કાર્ડ પર એક વેપારીનો મોટો ઓર્ડર સ્વીકારી લે છે અને ઓર્ડર કરાયેલો માલ સામાન પર ડિલિવર કરી દે છે બાદમાં તેનું પેમેન્ટ અટકી જાય છે. સીરિયલમાં જયારે લોકડાઉન ખુલવાનો સમય દર્શાવાય છે ત્યારે જેઠાલાલ એ વેપારીને માલ સામાનના પેમેન્ટ બાબતે પૂછપરછ કરે છે અને પેમેન્ટ આપવા માટે જણાવે છે પરંતુ સામે પક્ષે તે વેપારી જેઠાલાલને પેમેન્ટ આપવાની સ્પષ્ટ ના કરી દે છે. એટલું જ નહિ પણ પોતે લોકડાઉનના કારણે કેવી પરીસ્તીથીમાં પસાર થઇ રહ્યો છે તેનું વર્ણન કરવા લાગશે.

જેઠાલાલ માથે આટલી મુસીબત ઓછી હોય તેમ જેઠાલાલના વેંચાયેલા માલસામાનના પૈસા ઉપરોક્ત વેપારી પાસે અટકી જાય છે ત્યારે બીજી બાજુ જ્યાંથી જેઠાલાલે માલ ખરીદ્યો હતો ત્યાંથી ઉઘરાણી શરુ થઇ જાય છે.

બાપુજીએ આપ્યું સૂચન

image source

અંતે આ બાબતે જેઠાલાલ તેના પિતાજી ચંપકલાલ ગડા સાથે વાત કરે છે અને તેઓ જેઠાલાલને દુકાનની પ્રોપર્ટી વેંચી તે રકમ ઉઘરાણી કરનાર પાર્ટીને ચૂકવી બાપુજી અને ટપુ સાથે ગામડે એટલે કે ભચાઉ જવાની સલાહ આપે છે.

આગળ શું થશે અને તેમાં દર્શકોને કેવો આનંદ આવશે તે તો સિરિયલ જોઈએ ત્યારે જ જાણવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ