તમે જમવાનું બનાવવા અને જમવા માટે કેવા વાસણનો ઉપયોગ કરો છો…

આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે ટચુકડા સીમકાર્ડથી લઈને છ ફૂટના દરવાજા સુધી આપણા રોજિંદા કામકાજની અસંખ્ય ચીજવસ્તુઓ પ્લાસ્ટિકથી બનેલી છે. તેમાંય ખાસ કરીને રસોડું. રસોડાના ઉપયોગમાં આવતા નાના મોટા વાસણો પૈકી ઘણા ખરા પ્લાસ્ટિક અથવા મેલેમાઇન બનાવટના છે અને આવા વાસણોનો આપણે જમવાનું રાંધવા અને પીરસવા માટે બેરોકટોક અને છૂટથી ઉપયોગ કરીએ છીએ. તમને થશે કે આપણા શરીરને ઉર્જા અને શક્તિ તો ખોરાકથી મળે છે તો શું ફેર પડે ગમે તે વાસણમાં જમીએ તો ? ભલેને તે વાસણ પ્લાસ્ટિકનું હોય ?

પણ ફેર પડે છે. તમે ક્યાં પ્રકારના વાસણમાં જમવાનું બનાવો છો અને પીરસો છો તેનો પ્રભાવ તમારા શરીર પર ચોક્કસ પડે છે. જુના સમયમાં લોકો ખાવા પીવાની ચીજવસ્તુઓ રાંધવા અને પીરસવા માટે ચાંદી, પિત્તળ તથા લોખંડના બનેલા વાસણોનો ઉપયોગ કરતા. તેની પાછળનું કારણ એ હતું કે પિત્તળ, ચાંદી અને લોખંડ જેવી ધાતુઓથી બનેલા વાસણના ઉપયોગથી તેમાં રહેલા સૂક્ષ્મ તત્વ જેને આધુનિક ભાષામાં માઈક્રો એલિમેન્ટ કહે છે તે ખોરાકની સાથે સાથે આપણા શરીરમાં પ્રવેશી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અસલમાં આવા વાસણો જે ધાતુઓમાંથી બને છે તે ધાતુઓ જમીનમાંથી જ નીકળે છે જ્યાંથી શાકભાજી અને ફૂલ/ફળ ઉગે છે.

ખાસ વાત તો એ કે વિવિધ ધાતુઓમાંથી બનેલા વાસણોમાં જમવાનું રાંધવાથી અને જમવાથી આપણા શરીરીમાં જે દુષિત તત્વો હોય તે આપોઆપ નીકળી જાય છે. ત્યારે વિચારવું રહ્યું કે આજકાલ મોટાભાગના રસોડામાં વપરાતા સ્ટીલ અને એલીયુમિનીયમના વાસણોના ઉપયોગ દ્વારા આપણા શરીરમાં પણ આ ધાતુનો અમુક અંશ પહોંચે છે. જેનું નકારાત્મક પરિણામ આપણને બહુ લાંબા ગાળે જોવા મળે છે.

તો સ્ટીલ, પલાસ્ટીક, એલ્યુમિનિયમ જેવી ધાતુઓથી બનેલા વાસણોનો ઉપયોગ ન કરતા આપણે ક્યાં પ્રકારના વાસણોનો ઉપયોગ ખોરાક રાંધવા અને પીરસવા અંતે કરવો જોઈએ અને તેનાથી આપણા શરીર પર શું પ્રભાવ પડે છે ? આવો જોઈએ..

માટીના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરને થતા ફાયદા

માટીના વાસણમાં ખોરાક રાંધવા અને જમવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ખોરાકમાં રહેલા તત્વો નષ્ટ પામતા નથી. માટીના ઘડા અથવા કુંજામાં સંગ્રહ કરીને રાખેલું પાણી પીવાથી તરસ છીપાય છે અને શરીરને ગજ્જબ શીતળતા મળે છે જે ફ્રીઝકોલ્ડ વોટરમાં તો અનુભવાતી જ નથી. ઉપરાંત તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું, પાચન શક્તિ સુધરે છે અને શરીરમાં હાનિકારક તત્વો પણ નથી પ્રવેશતા.

લોખંડના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરને થતા ફાયદા

આપણે ત્યાં (ગુજરાતીઓને ત્યાં) રોટી / ભાખરી શેકવા માટે મોટેભાગે લોખંડની લોઢી અથવા તવીનો ઉપયોગ કરવામાં આવે છે આજે તેનો ફાયદો પણ જોઈએ. લોખંડના વાસણમાં જમવાનું રાંધવાથી શરીરમાં લોહી અને આયરનની ઉણપ નથી રહેતી. કારણ કે લોઢાના વાસણોમાં પૂરતા પ્રમાણમાં આયરન હોયે છે જે ખોરાક સાથે મળી શરીરમાં પહોંચે છે અને શરીરના આંતિરક સંતુલન બનાવી રાખવામાં સહાયરૂપ બને છે. જે લોકોને આયરનની ઉણપ હોય તેવા લોકોએ ખાસ કરીને લોખંડના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવો જોઈએ.

પિત્તળના વાસણનો ઉપયોગ એણે તેનાથી શરીરને થતા ફાયદા

પિત્તળ એ કોપર અને કાંસ્ય એમ બે પ્રકારની ધાતુઓનું મિશ્રણ છે. પિત્તળના વાસણમાં જયારે ખોરાક રાંધવામાં આવે છે ત્યારે ઊંચા તાપમાનને કારણે પિત્તળના તત્વો ખોરાક સાથે ભળી જાય છે જેથી ખોરાક લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એ ઉપરાંત પિત્તળના વાસણમાં સંગ્રહ કરેલું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, મન અને મસ્તિષ્ક શાંત રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે.

સોનાનાં વાસણનો ઉપયોગ એણે તેનાથી શરીરને થતા ફાયદા

આ તો જો કે લગભગ અશક્ય લાગે તેવો પ્રયોગ છે કારણ કે સોનાના વાસણમાં જમવું તો દૂર સોનાના વાસણને હાથ અડાડવો પણ અત્યારે દોહ્યલો છે. તેમ છતાં વિષયને અનુરૂપ માહિતી છે એટલે જણાવી દઈએ કે સોનાનાં વાસણમાં જમવાથી તેમાં રહેલા સૂક્ષ્મ તત્વો ખોરાક સાથે ભળી શરીરમાં પહોંચી તેને અંદરથી મજબૂત બનાવે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, મન એણે મગજ શાંત રહે છે એણે શરીર ઉર્જાથી ભરપૂર રહે છે.

ચાંદીના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરને થતા ફાયદા

ચાંદીના વાસણમાં ખોરાક જમવાથી વાસણમાંના તત્વો શરીરમાં હાડકાંઓ અને માંસપેશીઓને આંતરિક મજબૂતી આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સંતુલિત રાખે છે.

તાંબાના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરની થતા ફાયદા

તાંબાના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. તાંબાના વાસણમાં પાણીને સંગ્રહ કરવાથી તે પાણીને શીતળ બનાવવા ઉપરાંત તેને શુદ્ધ પણ કરે છે. આ રીતે રાત્રે તાંબાના વાસણમાં સંગ્રહ કરેલ પાણીનો સવારે પીવામાં ઉપયોગ કરવાથી શરીરમાં દિવસભર સ્ફૂર્તિ રહે છે. અને જો આ પ્રયોગ નિયમિત રીતે કરવામાં આવે તો બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે અને પેટના વિકાર સંબંધી સમસ્યા પણ નથી રહેતી.

કેળના પાંદડાનો ઉપયોગ અને તેનાથી શરીરની થતા ફાયદા

અલગ – અલગ ધાતુઓના વાસણમાં ખોરાક રાંધવા અને જમવાથી થતા ફાયદાઓ વિષે જાણવા પછી એક કુદરતી રીતે બનેલા વાસણ વિષે પણ જાણી લઈએ. એ છે કેળના પાંદડા. કેળના પાંદડા પર ગરમ – ગરમ ખોરાક જમવાથી તેમાં રહેલા હેલ્થી બેક્ટેરિયા ખોરાક સાથે મળી શરીરમાં જાય છે અને આંતરડાને મજબૂત બનાવવા અને તેની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે.

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.