તમારી મુશ્કેલીઓનું કારણ આ વાસ્તુ દોષ તો નથીને, જાણી લો 6 ટિપ્સની મદદથી કેવી રીતે દૂર થશે મુશ્કેલી

અનેકવાર એવું બને છે કે તમે અનેકગણી મહેનત કરો છો તો પણ તમને ઝડપથી અને તમે ઈચ્છો તેવી સફળતા મળી રહી નથી. અનેક વાર વાસ્તુદોષ તેનું કારણ હોઈ શકે છે નહીં કે તમારા પ્રયાસો. જો તમારો બાથરૂમ વાસ્તુ દોષથી પ્રભાવિત હશે તો તમે તેની અસર ઘરના લોકોની હેલ્થ પર પણ જોઈ શકો છો.

image source

જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી લડી રહ્યા છો તો તમારા માટે તે ફાયદાની વાત હોઈ શકે છે. આમ થચાં પણ તમે તમારી સ્થિતિમાં સુધારો લાવી શક્યા નથી તો તમે તમારા બાથરૂમ પર પણ ધ્યાન આપો તે જરૂરી છે. તેનું કારણ એ છે કે અનેક વાર બાથરૂમનો વાસ્તુદોષ આર્થિક તંગી અને ઘરની અશાંતિનું કારણ બની શકે છે. તમારા ઘરનો બાથરૂમ વાસ્તુદોષથી પ્રભાવિત હશે તો તેની સીધી અસર પરિવારના સભ્યોની હેલ્થ પર પણ પડે છે. સાથે ઘરમાં તંગી પણ રહે છે. આ માટે ઘર બનાવતી સમયે બાથરૂમના વાસ્તુનું ખાસ ધ્યાન રાખી લેવું જરૂરી છે.

દરવાજાને રાખો બંધ

image source

આજકાલ લોકો ઘરમાં બાથરૂમ અને સાથે એટેચ ટોયલેટ કરાવે છે. એવામાં બાથરૂમને ઉપયોગમાં લેતી સમયે તેનો દરવાજો અને ઉપયોગમાં લીધા બાદ દિવસે પણ તેનો દરવાજો બંધ રહે તેનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તેની સ્મેલ આખા ઘરમાં આવશે અને તેની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી જશે.

સાફ સફાઈનું રાખો ધ્યાન

image source

હંમેશા બાથરૂમને સાફ રાખો. તેના ગંદા રહેવાના કારણે નકારાત્મક ઉર્જા ફેલાય છે. બાથરૂમની દુર્ગંઘ, ગંદગીને અંદર ન રહેવા દો, આ સિવાય બાથરૂમની હવા તેમાં જ ન રહે તે માટે તમે એક્ઝોસ્ટ ફેન લગાવી લો. જેથી બાથરૂમની હવા બહારની તરફ જતી રહે અને સાથે દુર્ગંધ પણ નકારાત્મક ઉર્જા સાથે બહાર નીકળે.

બેડરૂમની પાસે ન હોય બાથરૂમ

image source

જો તમે નવું ઘર લઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે બાથરૂમ બેડરૂમની સાથે ન હોય. વાસ્તુ અનુસાર આ યોગ્ય માનવામાં આવતું નથી. આ માટે જરૂરી છે કે ઘરના બેડરૂમને અલગ અલગ બનાવડાવો. તેનાથી ઘરની મુશ્કેલીઓ દૂર થશે.

શાવર આ દિશામાં હોવા જોઈએ

image source

આ વાતનો ધ્યાન રાખો કે બાથરૂમમાં ટબ અને શાવર ઉત્તર દિશાની તરફ હોય. તેને દક્ષિણ દિશાની તરફ હોવો જોઈએ નહીં. તેને સારો માનવામાં આવતો નથી. તે તમારી પ્રગતિમાં બાધારૂપ બની શકે છે.

કાચને દરવાજા પાછળ લગાવો

image source

વાસ્તુ અનુસાર બાથરૂમમાં કાચને દરવાજાની પાછળ લગાવી શકાય છે. સાથે ઘરની સીડીઓની નીચે પણ ટોયલેટ કે બાથરૂમ પણ ન બનાવો. તેને સારું માનવામાં આવતું નથી.

મુખ્ય દરવાજાની સામે ન હોવો જોઈએ બાથરૂમ

image source

સાથે જ ઘરના મુખ્ય દ્વારની સામે ટોયલેટ કે બાથરૂમ હોવા જોઈએ નહીં. તેને શુભ માનવામાં આવતો નથી. તેનાથી ઘરમાં સતત તંગી અનુભવાય છે અને ઘરના સભ્યોની હેલ્થ પર પણ તેની અસર નકારાત્મક રહે છે.

તો હવેથી તમે પણ વાસ્તુદોષના અનુસાર બાથરૂમની કેટલીક વાતોનું ધ્યાન રાખી લેવું એ જરૂરી છે. જેનાથી તમે ઓછી મહેનતે વધારે પ્રગતિ કરી શકશો અને તમારી હેલ્થ પણ સારી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong