સાવધાન! જલદી કરી લો આ રીતે ચેક, અને જાણી લો તમારા નામથી તો કોઇ SIM યુઝ નથી કરી રહ્યું ને?

ફેક કોલ કે પછી ફ્રોડ થવાની પરિસ્થિતિમાં આપને જાણકારી નથી રહેતી કે, આ કોલ ક્યાંથી કરવામાં આવ્યો છે અને કોના દ્વારા કરવામાં આવ્યો છે. આવી વ્યક્તિઓ મોટાભાગે કોઈ અન્ય વ્યક્તિના નામથી સીમકાર્ડનો ઉપયોગ કરીને ફ્રોડ કરે છે.

image source

-ટેલીકોમ્યુનિકેશન વિભાગના પોર્ટલ પરથી મળી શકે છે જાણકારી.

-સીમકાર્ડને બ્લોક કરવા માટે ટેલીકોમ્યુનિકેશન વિભાગની વેબસાઈટને ચેક કરો.

-અજાણ્યા નંબર વિષે જાણકારી મેળવવા માટે આપ True Caller નો ઉપયોગ કરી શકો છો.

image source

ઘણીવાર એવું થાય છે કે, કોઈ અન્ય વ્યક્તિ આપના નામથી ફેક સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય છે અને આપને તેના વિષે જાણકારી પણ હોતી નથી, જેના કારણે આપ તકલીફમાં મુકાઇ જાવ છો. આવા પ્રકારના ફ્રોડ કોલ્સને ધ્યાન રાખતા ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન સક્રિય થઈ ગયું છે. ટેલીકોમ્યુનિકેશન વિભાગના પોર્ટલ પરથી આપ જાણી શકો છો કે, આપના નામથી કોઈ અન્ય વ્યક્તિ સીમકાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને? આપને એના વિશેની બધી જ માહિતી જાણવા માટે tafcop.dgtelecom.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ટેલીકોમ્યુનિકેશન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, એક આઈડી પર વધારેમાં વધારે ૯ સીમકાર્ડ આપવામાં આવે છે. જો આપને એવું લાગે છે કે, આપના આઈડી પર નકલી નંબરો ચલાવવામાં આવી રહ્યા છે તો આપ તે નંબરને સરકારી પોર્ટલ દ્વારા બ્લોક કરી શકો છો.

જાણીશું સીમકાર્ડને બ્લોક કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા.

image source

-જો આપના સીમકાર્ડનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તો તે જાણવા માટે આપે પહેલા https://tafcop.dgtelecom.gov.in/alert.php વેબસાઈટ પર જવાનું રહેશે.

image source

-આપે તે વેબસાઈટ પર લોગ- ઈન કરી લીધા બાદ આપે આપનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

-મોબાઈલ નંબર નાખી દીધા બાદ આપના નંબર પર એક મેસેજ આવશે જેમાં આપને OTP આપવામાં આવશે આ OTPને આપે વેબસાઈટ પર નાખવાનો રહેશે.

-OTP નંબર નાખી દીધા બાદ આપને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન તરફથી એક મેસેજ આવશે.

-આ મેસેજમાં આપને જાણકારી આપવામાં આવશે, આપના નંબર પર અત્યારે કેટલા કનેક્શન સક્રિય છે.

image source

-ત્યાર પછી આપ આ સરકારી વેબસાઈટ પર ફેક નંબર્સ વિષે કમ્પ્લેઇન કરી શકો છો.

-ત્યાર બાદ આપના દ્વારા આપવામાં આવેલ ફેક નંબરની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે છે.

-આપ આ વેબસાઈટ પર જે તે ફેક નંબર્સને બ્લોક કરવાની રીક્વેસ્ટ પણ નોંધાવી શકો છો.

True Callerનો ઉપયોગ કરવો.

image source

જો આપને કોઈ અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ આવે છે તો તે કોલ કરનાર વ્યક્તિનું નામ જાણવા માટે આપને એક સુવિધા પૂરી પાડવામાં આવે છે. આવા જ અજાણ્યા નમ્ર વિષે જાણકારી મેળવવા માટે મોટાભાગના લોકો True Caller એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong