સોનુ સૂદે શરૂ કર્યું પોતાનું SuperMarket, ગ્રાહકોને આપી ધમાકેદાર ઓફર્સ

બોલિવૂડ એક્ટર અને કોરોના રોગચાળા દરમિયાન લોકોની વચ્ચે ‘મસિહા’ તરીકે ઉભરી આવેલા સોનુ સૂદે અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી છે.હજારો લોકોને તેમના ઘરે પહોંચાડ્યા છે અને ઘમા લોકોના બંધ પડેલા રોજગાર શરૂ કરવામાં મદદ કરી છે. પરંતુ આ બધાની વચ્ચે સોનુનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની સુપરમાર્કેટ ખોલવાના સમાચાર આપતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં સોનુએ આ સુપરમાર્કેટમાં જબરદસ્ત ઓફર પણ આપી છે. હા, 10 ઇંડા સાથે, અહીં એક બ્રેડ પણ મફતમાં મળે છે.

સોનુ સૂદે તેના ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક સાઈકલ પર બેઠેલો જોવા મળે છે. સોનુ આ વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘કોણ બોલે મોલ્સ બંધ થઈ ગયા છે, સૌથી વધુ મહત્વપૂર્ણ અને મોંઘુ સુપરમાર્કેટ તૈયાર છે. જુઓ, મારી પાસે બધું છે. મારી પાસે ઇંડા છે જેની કિંમત હાલમાં 6 રૂપિયા છે, મોટી બ્રેડ 40 રૂપિયાની છે, ત્યાં એક નાની બ્રેડ 22 રૂપિયા છે, પાવ છે, કેટલાક બિસ્કીટ પણ છે. જેને પણ જોઈએ તે આગળ આવે.

જલદીથી મને ઓર્ડર આપો, હવે મારી ડિલિવરીનો સમય થઈ ગયો છે અને હા ડિલીવરીનો એકસ્ટ્રા ચાર્જ લાગશે. મળીએ બોસ. સોનુ સૂદની સુપરમાર્કેટ, એકદમ હિટ છે બોસ. આ રસપ્રદ વીડિયોની સાથે સોનુએ એક હેશટેગ પણ શેર કર્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેણે આ વીડિયો કેમ બનાવ્યો છે.

ખરેખર સોનુએ આ વિડિઓ #SupportSmallBusiness એટલે કે નાના ઉદ્યોગોને ટેકો આપવા વિશે વાત કરી છે સાથે લખ્યું છે. આ પહેલો વીડિયો નથી જેના દ્વારા સોનુ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યો છે. આ પહેલા તે ‘સોનુ સૂદ કા નીબુ પાની’ અને ‘સોનુ સૂદ કા ઢાબા’ જેવા પ્રયાસ પણ કરી ચૂક્યો છે.

તાજેતરમાં જ સોનુ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની સામે એવી અટકળો ચાલી રહી હતી કે તેણે ફાધર્સ ડે નિમિત્તે પુત્રને ત્રણ કરોડની લક્ઝરી કાર ભેટમાં આપી છે. જેના જવાબમાં સોનુ કહે છે કે ‘આખરે હું મારા દીકરાને ફાધર્સ ડે પર કાર કેમ ગિફ્ટ કરું? તેમણે મને કંઈક ભેટ ન આપવી જોઈએ? છેવટે, તે મારો દિવસ છે, ને? મજાકની વાત જુદી છે, મારા બે દીકરાઓ સાથે આખો દિવસ સાથે વિતાવશો ત્યારે મારા માટે શ્રેષ્ઠ ફાધર્સ ડે ગિફ્ટ હશે. મારી પાસે ભાગ્યે જ તેમના માટે સમય છે. હવે તેઓ મોટા થઈ રહ્યા છે અને તેઓનું પોતાનું જીવન પણ છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સોનુ સૂદ લોકોને મદદ કરતા જોવા મળે છે, આ સિવાય તે ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે. રણવીર સિંહની વિરુદ્ધ ફિલ્મ ‘સિમ્બા’ માં સોનુ છેલ્લે વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે સોનુ સૂદ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં કામ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ સિવાય સોનુ સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong