તમારા જીવન અને ખિસ્સાને મળશે રાહત કે પડશે ભાર? 1 જૂનથી બદલાવા જઈ રહ્યાં છે આ નિયમો, થશે સીધી અસર

જ્યારે પણ મહિનો બદલે એટલે ઘણા ફેરફારો થતાં રહે છે. એમાં પણ જો જૂન મહિનો હોય તો તો વધારે ફેરફાર થાય. આ ફેરફારો એવા હોય કે જે તમારા જીવન પર સીધી અસર કરે છે. ત્યારે હવે ફરીથી 2021નો જૂન મહિનો આવી રહ્યો છે અને ઘણા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. ન માત્ર ગુજરાત પણ 1 જૂનથી સમગ્ર દેશમાં ઘણા ફેરફારો થવાના છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર અને તમારા જીવન પર પડશે. માટે જો નિયમોની માહિતી તમારી પાસે પહેલાંથી જ પહોંચી જાય તો તમારે પણ સારુ રહે અને કઈ વાત પર અસર પડશે એની પણ તમને જાણ રહે. ત્યારે અહીં જાણી લો એ તમામ વાતો કે જેની અસર 1 જૂનથી સીધી તમારી પર પડવાની છે.

ગેસ-સિલિન્ડર

image source

જો સૌથી પહેલાં વાત કરીએ ગેસ-સિલિન્ડરની તો તેમની કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. ત્યારે બની શકે કે કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે. તેથી1 જૂનના રોજ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે એવી હાલમાં માહિતી મળી રહી છે.

અનલોક પ્રોસેસ

image source

1 જૂનથી બીજી પણ એક સારી વાત સામે આવી રહી છે કે કોરોનાના વધતા કેસોને કારણે દેશમાં જ્યાં લોકડાઉન છે ત્યાં 1 જૂનથી લોકડાઉનથી રાહત મળી શકે છે. કારણ કે હવે દેશમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉનથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

બેંક ઓફ બરોડા

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડામાં પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. તમારે ખરેખર જાણવાની જરૂર છે. બેંક ઓફ બરોડામાં 1 જૂનથી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટની રીત બદલાઈ જશે એવી વાત પણ કરવામાં આવી રહી છે. છેતરપિંડીથી લોકોને બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે.

image source

આ નિયમ વિશે વિગતે વાત કરવામાં આવે તો ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે. પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.

ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ

image source

બીજી એક મહત્વની વાત પણ બદલાઈ રહી છે. માહિતી મળી રહી છે કે 1થી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે તેમજ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021ના રોજ બદલાઈ જશે એવી વાત સામે આવી રહી છે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે એ http://incometaxindiaefiling.gov.in છે. તેથી આ વાત પણ દરેક લોકોએ સીધી રીતે કે આડકતરી રીતે લાગુ પડી રહી છે.

ગૂગલને સ્ટોરેજ માટે પૈસા આપવા પડશે

image source

1 જૂનથી એક એવો નિયમ પણ આવી રહ્યો છે કે જે જાણીને તમે ચોંકી જશો. કારણ કે માહિતી મળી રહી છે કે ગૂગલ ફોટોમાં 1 જૂન બાદ અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ભલે અત્યાર સુધી અનલિમિટે હતું પણ હવે ગૂગલના જણાવ્યા અનુસાર, 15GBની સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલનું ઈમેલ પણ સામેલ છે અને એ ઉપરાંત તમારા ફોટો પણ. એમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GBથી વધારે સ્પેસ યુઝ કરવી હોય તો એના માટે પૈસા આપવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!