બેંકમાં ડાયરેક્ટર અને ઓફિસ આસિસટન્ટના પદ પર કરવું છે કામ તો આ બેંકમાં કરી લો અરજી, જાણો પ્રોસેસ

બેંકમાં નોકરીની શોધમાં છો તો તમારી પાસે આ કોરોના મહામારીમાં એક ખાસ અવસર છે. આસામની ગ્રામીણ વિકાસ બેંકની તરફથી ડાયરેક્ટર અને ઓફિસ આસિસટન્ટ સહિત અનેક અન્ય પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. બેંકે આ માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે અને તેમાં કુલ 19 પદ માટે અરજી બહાર પાડી છે. તો તમે પણ જાણી લો શું છે અરજી કરવાની પ્રોસેસ અને કઈ છે તેને માટેની છેલ્લી તારીખ.

image source

આસામ ગ્રામીણ વિકાસ બેંકની તરફથી આ માટે એક નોટિફિકેશન જાહેર કરાયું છે. તેમાં કહેવાયું છે કે આ પદ પર અરજી કરવાની આવેદન પ્રક્રિયા 26મે 2021થી શરૂ થઈ છે. તેમાં અરજી કરનારા માટે 15 જૂન 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એવામાં જે પણ ઉમેદવાર આ પરીક્ષા માટે અરજી કરે છે તેણે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને વેકેન્સીની ડિટેલ્સ ચેક કરવાની રહે છે. આ સાખે ધ્યાન રાખવાનું રહેશે કે આ પદ પર અરજીની પ્રક્રિયા ઓફલાઈન મોડમાં યોજવામાં આવી રહી છે.

આ રીતે કરી લો અરજી

image source

અલગ અલગ પદ માચે અરજી જાહેર કરાયેલી આ વેકેન્સીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફલાઈન મોડની સુવિધા પસંદ કરવાની રહે છે. તેમાં અરજી કરવા માટે સૌ પહેલા આસામ ગ્રામીણ વિકાસ બેંકની ઓફિશિયલ સાઈટ પર જવાનું રહે છે. અહીં આપવામાં આવેલા ડાયરેક્શનના અનુસાર એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ લઈ લો. હવે એપ્લીકેશન ફોર્મને બરોબર રીતે ભરી લો અને માંગવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સને એટેચ કરી લો અને તેમાં આપવામાં આવેલા એડ્રેસ પર ઝડપથી મોકલી લો. એપ્લીકેશન ફોર્મ મોકલવાનું રહેશે. તેને માટેનું સરનામું આ છે.

image source

અરજી મોકલવાનું સરનામું- The Chairman Assam Gramin Vikash Prashikshan Trust Assam Gramin Vikash Bank Head Office, Bhangagarh Guwahati – 781005 latest by 15 June 2021.

કેટલો મળશે પગાર

image source

જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર ડાયરેક્ટરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 30000 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર મળશે. તો ફેકલ્ટીના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 20000 રૂપિયાનું વેતન આપવામાં આવશે. આ સિવાય અન્ય પદ જેવા કે ઓફિસ આસિસ્ટન્ટને 12000 રૂપિયા પ્રતિ મહિનાનું અને એટેન્ડન્ટને 8000 રૂપિયા પ્રતિ મહિનાનું વેતન મળશે.

શું રહેશે નોકરી માટેની લાયકાત

image source

બેંકે જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે અરજી કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જરૂરી છે. ફેકલ્ટીના પદ પર અરદી કરવા માટે ઉમેદવારોની કોમ્યુનિકેશન સ્કીલ સારી હોવી જોઈએ. સાથે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાની પાસેથી ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું અનિવાર્ય છે. આ સિવાય ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરવા માટે તમારી અંગ્રેજીના વિષય પર સારી પકડ હોય તે જરૂરી છે. અન્ય નોટિફિકેશનમાં યોગ્યતા સંબંધિત ડિટેલ્સ જોઈ શકાય છે.

તો હવે જરા પણ મોડું કર્યા વિના ચેક કરી લો તમામ માહિતિ અને ફટાફટ બેંકમાં સારા પગારની નોકરી માટે આજે જ કરી લો એપ્લાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!