સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને રડી પડશો તમે પણ

માતાની કેટલીએ માનતા બાદ જન્મ્યો હતો સુશાંત – હંમેશા ‘પાપા કહતે હૈ, બડા નામ કરેગા…’ગીત ગણગણ્યા કરતા હતા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે આખાએ દેશને ફરી એકવાર શોકાતૂર કરી મુક્યો હતો. બોલીવૂડ પણ જાણે આઘાતમાં સરી પડ્યું હતું. અને તેના પરિવારની સ્થિતિ તો અત્યંત કફોડી બની ગઈ છે.

image source

આ સમાચાર મિડિયા દ્વારા ફેલાતા જ પટનામાં રાજીવનગર ખાતે આવેલા સુશાંતના ઘર બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેના પિતાની આ સમાચાર સાંભળતા જ તબિયત લથડી પડી હતી. સોશિયલ મિડિયા પર પણ સામાન્ય લોકોથી માંડીને બોલીવૂડ સેલેબ્રીટીઝથી માંડીને વડા પ્રધાન મોદી દ્વારા પણ સુશાંતના મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો પણ બદનસીબે તેની માતાનું 2002ની સાલમાં અવસાન થઈ ગયું હતું. ત્યારે સુશાંતને ખૂબ જ આઘાત લાગ્યો હતો. અને તેના પિતા તો જાણે એકલા જ પડી ગયા હતા. સુશાંતના કુટુંબમાં ચાર બહેનો અને તે એકલો ભાઈ હતો. તેની એક બહેનનું ઘણા સમય પહેલાં મૃત્યુ થઈ ગયું હતું.

image source

તેના પાડોશી અને પરિવારના નજીકના વ્યક્તિ એવા અંજની પાઠકે સુશાંતની માતા વિષે થોડી જાણકારી આપતા જણાવ્યું હતું. કે સ્વ ઉષા સિંહ એટલે કે સુશાંતની માતાએ સુશાંતના જન્મ માટે કેટલાએ મંદીરોમાં માનતા માની હતી. સુશાંતની મોટી બહેન અંજનીની મિત્ર છે. સુશાંતની નજીકના લોકોને હજુ પણ વિશ્વાસ નથી થતો કે સુશાંતે આવું પગલુ ભર્યું.

image source

અંજની જણાવે છે કે તેઓ બધા એક સાથે મોટા થયા હતા. સાથે રમતા સાથે શાળાએ જતા. સુશાંતને ઘરમાં બધા ગુલશન કહીને બોલાવતા હતા. ફિલ્મ સ્ટાર બન્યા બાદ તેનો સ્વભાવ પહેલા જેવો જ ડાઉન ટુ અર્થ જ રહ્યો હતો. પણ તે પહેલા કરતાં વધારે શાંત થઈ ગયો હતો. હજુ 8 મહિના પહેલાં જ તે ઘરે આવ્યો હતો ત્યારે પગે પણ લાગ્યો હતો.

માતા હંમેશા સુશાંતને રમાડતી વખતે આ ગીત ગાયા કરતી

image source

અંજની પાડોશી આંટી એટલે કે સુશાંતના માતા બાબતે જણાવતા કહે છે કે ઉષા આંન્ટીએ સુશાંતને ખૂબ લાડથી ઉછેર્યો હતો. તેઓ હંમેશા તેને રમાડતી વખતે ‘પાપા કેહતે હૈ એસા કામ કરેલા… બેટા હમારા બડા નામ કરેલા…’ ગીત ગાતા રહેતા હતા. સુશાંતને પણ તે ગીત ખૂબ ગમતું. માતાના આ સ્વપ્નએ સુશાંતે ખરા અર્થમાં સાકાર કર્યું હતું.

image source

પણ તેમનું આ સ્વપ્ન પૂર્ણ થતા તેઓ ન જોઈ શક્યા. જેનો વસવસો સુશાંતને હંમેશા રહ્યો હતો. પણ કદાચ સુશાંતની માતાના નસીબ એટલતા તો સારા હતા કે તેમને પોતાના દીકરાના મૃત્યુનું દુઃખ પણ નહોતું સહન કરવું પડ્યું કારણ કે તેમણે તો ક્યારની વિદાઈ લઈ લીધી હતી. એક માતા માટે દીકરાના અનેક ગણા સુખ કરતાં તેના મૃત્યુના સમાચાર અનેક ગણા દુઃખદાયી હોય છે. ઉષા સિંહનું 2002માં બ્રેન હેમરેજથી મૃત્યુ થયું હતું.

image source

તો વળી તેમના બીજા પાડોશી વિશાલ સિંહ જણાવે છે કે સુશાંત ઘણો સમજુ વ્યક્તિ હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને ખરેખર આઘાત લાગ્યો છે. તેમનું મન માનતું જ નથી કે તે આવું કંઈ કરી શકે. તે એક હિંમતવાળો યુવાન હતો. તે મુશ્કેલીઓ સામે હારી જાય તેવો નહોતો. ખરેખર તેની સાથે શું થયું હતું તેની તપાસ થવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ