સૂર્યને અર્ઘ્ય દેવાથી થાય છે અનેક લાભ, જાણો સાચી વિધિ…

સૂર્યને અર્ઘ્ય દેવાથી થાય છે અનેક લાભ, જાણો સાચી વિધિ

હિન્દુ ધર્મમાં સૂર્ય એ પિતાનો કારક છે. જો કુંડળીમાં સૂર્યનું સ્થાન નિમ્ન હશે તો વ્યક્તિએ તેના જીવનમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ જો સૂર્યને સવારે અર્ધ આપવામાં આવે તો કુંડળીમાં રહેલ દોષ દૂર થાય છે અને સૂર્યનું બળ જાતકને મળે જરૂર મળે છે.

સમસ્ત સૃષ્ટિના ઉર્જા અને પ્રકાશનું કારણ સૂર્ય જ છે. સૂર્યને સ્વાસ્થય, રાજ્ય, ઔષધિ, પિતા તેમજ ખાદ્ય પદાર્થના કારક માનવામાં આવે છે. સૂર્યથી નામ યશ અને રાજ્ય પદ મળે છે.

કોઈપણ પ્રકારની સ્વાસ્થય સમસ્યા પાછળ સૂર્ય જ હોઈ છે. સૂર્ય મજબૂત હોવાથી જીવનની લગભગ દરેક સમસ્યાનું નિવારણ થતુ ચાલ્યુ જાય છે.

સૂર્ય કૃપા માટે ચડાવો તેલ

કોઇપણ વ્યકિતની કુંડલીમાં રહેલા સૂર્ય ગ્રહને પિતા કે જ્યેષ્ઠનો દરજ્જો આપવામાં આવે છે. જે જાતકની કુંડલીમાં સૂર્યની સ્થિતિ બરાબર ના હોઈ કે તેમનો તાપ વધુ હોઈ તો તેણે સૂર્યને જળ ચડાવવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ ઘણીવાર એ વુ થાય છે કે નિયમિત રીતે જળ ચડાવ્યા બાદ પણ કોઈ અપેક્ષિત પરિણામ પ્રાપ્‍ત નથી થઈ શકતુ. આવી પરિસ્થિતિમાં આ ઉપાયોથી વિશ્વાસ ઉઠવા લાગે છે, જે કોઈપણ રુપમાં યોગ નથી. બની શકે છે તમે કાંઈ એ વુ કરી રહ્યા હોઈ જેનાથી તે ઉપાય વિફળ થઇ રહ્યો હોઈ, કે પછી તમારી રીત બરાબર ના હોઈ.

સૂર્યને જળ દેવાની વિધિ

સૂર્યને જળ ચડાવવાનો સૌથી પહેલો નિયમ આ છે કે તેમના દેખાવાના એ ક કલાકની અંદર તેમને અર્ઘ્ય આપવો જોઈએ . કે પછી આ સમય સવારે ૮ વાગ્યા સુધીનો જ છે. નિયમિત ક્રિયાઓથી મુક્ત થઈને અને સ્નાન કર્યા બાદ જ આવુ કરવામાં અાવવુ જોઈએ .

સૂર્યને જળ અર્પણ કરતા સમયે તમારુ મુખ પૂર્વ દિશા તરફ હોવુ જોઈએ . જો ક્યારેય પૂર્વ દિશા તરફ સૂર્ય નજર ના આવે ત્યારે એવી સ્થિતિમાં તે જ દિશા તરફ મુખ કરીને જ જળ અર્ઘ્ય આપી દો.

સૂર્યને જળ અર્પણ કરતા સમયે તમે તેમાં પુષ્પ અને અક્ષત (ચોખ) મેળવી શકો છો. સાથે જ જો તમે સૂર્ય મંત્રના જાપ પણ કરતા રહેશો તો તમને વિશેષ લાભ પ્રાપ્‍ત થશે.

લાલ વસ્ત્ર પહેરીને સૂર્યને જળ અર્પણ કરવુ વધુ પ્રભાવી માનવામાં આવ્યુ છે, જળ અર્પિત કર્યા બાદ ધૂપ, અગરબતીથી પૂજા પણ કરવી જોઈએ .

અર્ઘ્ય આપતા સમયે હાથ માથાથી ઉપર હોવા જોઈએ . આવુ કરવાથી સૂર્યના સાતે કિરણો શરીર પર પડે છે. સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી નવગ્રહની પણ કૃપા રહે છે.

ત્યારબાદ ત્રણ પરિક્રમા કરવી.

મનોવાંછિત ફળ મેળવવા માટે પ્રતિદિન આ મંત્રનું ઉચ્ચારણ કરવુ- ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહિ દેહિ સ્વાહા॥

ત્રાંબાના પાત્રનો કરો ઉપયોગ

સૂર્યને જળ અર્પણ કરવા માટે કાંચ, પ્લાસ્ટિક, ચાંદી…વગેરે કોઈપણ ધાતુના વાસણનો પ્રયોગ ના કરવો જોઈએ . સૂર્યને જળ અર્પણ કરતા સમયે ફક્ત ત્રાંબાના પાત્રનો જ પ્રયોગ ઉચિત છે.

સાથે જ સૂર્યને જળ ચડાવવાથી અન્ય ગ્રહ પણ મજબૂત થાય છે. અમુક લોકો સૂર્યને અર્ઘ્ય આપતા સમયે જળમાં ગોળ કે ચોખા પણ મેળવી લે છે. આ અર્થહિન છે, તેનાથી પ્રભાવ ઓછો થવા લાગે છે.

શું છે સૂર્ય કૃપા મેળવવા ફાયદા

માન્યતાને અનુસાર જો તમારા પર સૂર્યની કૃપા છે તો જીવન અને કામકાજમાં આવનાર તમામ બાધાઓ દૂર થાય છે. સાથે જ ધન પ્રાપ્તિના યોગ પણ બને છે.

ગ્રહ દોષના નકારાત્મક પ્રભાવ ઓછા થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે.

તમારા કૌશલમાં નિખાર આવે છે જેનાથી તમારો વેપાર અને કામકાજ સારા થવા લાગે છે.

સ્વાસ્થયથી પણ જોડાયેલુ છે વિધાન

સૂર્યના કિરણોથી મળતી ઉર્જાથી શરીરનાં અંગ યોગ્ય રીતે કામ કરે છે. સવારે સૂર્યના દર્શનથી વિટામીન ડીની ઉણપ નથી થતી. આ વિટામીન આપણા શરીરની કાર્યપ્રણાલીને બરાબર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ ૬ લોકો સૂર્યને જળ જરૂર ચડાવે,

૧.જે લોકોની કુંડલીમાં સૂર્ય નબળો હોઈ.

૨.જેમાં આત્મવિશ્વાસની કમી હોઈ.

૩.જે ભિડમાં ગભરાતા હોઈ.

૪.જે નિરાશાવાદી હોઈ, જેના પર નકારાત્મકતા હાવી રહેતી હોઈ.

૬.જે લોકોને ઘર પરિવાર અને સમાજમાં માન સમ્માન જોઈએ છે.

આ બધા લોકો એ રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચડાવવુ જોઈએ .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ