સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોના મહામારીમાં ખાસ જાણી લો જલદી…

સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ઓક્સિજનની માંગ ઘટી ગઈ છે. ત્યાં જ બીજી બાજુ સુરત શહેરમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD ફરીથી શરુ કરી દેવામાં આવી છે.

  • -સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીથી કેટલાક અંશે રાહત.
  • -ઓક્સિજનની માંગ ૨૨૦ MT હતી જે હવે ઘટીને ૧૯૫ MT થઈ ગઈ.
  • -ઓક્સિજનની માંગમાં ઘટાડો થવા છતાં ૨૫ મેટ્રિક તન જથ્થો ઓછો મળી રહ્યો છે.
image source

ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલ કોરોના વાયરસ સંક્રમણના કેસોની વચ્ચે સૌથી વધારે અસર પામેલ સુરત અને અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા. સુરત શહેરની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસતી જઈ રહી છે. એવા સમયમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન સુરત શહેર રાહતના શ્વાસ લઈ શકે તેવા મહત્વના સમાચાર મળી રહ્યા છે.

ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા ઓક્સિજનની માંગ ઘટી ગઈ.

image source

સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણનો કહેર સતત વરસી રહ્યો છે, પરિણામે સ્થિતિ ગંભીર થઈ છે અને હવે હોસ્પિટલ્સમાં તો સ્મશાનમાં પણ હાલમાં જગ્યા છે નહી. આવા સમયમાં સુરત શહેરને કેટલાક અંશે રાહત મળી છે. સુરત શહેરમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જેના પરિણામે ઓક્સિજનની માંગમાં પણ ઘટાડો થયો છે.

image source

સુરત શહેરમાં પહેલા ૨૨૦ MT ઓક્સિજનની જરૂરિયાત પડતી હતી જે હવે ઘટીને ૧૯૫ MT સુધી ઘટાડો થઈ ગયો છે. તેમ છતાં પણ સુરત શહેરમાં માંગ ઘટી જવા છતાં પણ ઓછો ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ સરકાર તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓક્સિજનની કોઈ અછત સર્જાઈ જ નથી ત્યાં સુરત શહેર જે ઓક્સિજનનું મોટું ઉત્પાદક છે ત્યાં જ ૨૫ મેટ્રિક ટન જેટલો ઓછો ઓક્સિજન પહોચાડવામાં આવી રહ્યો છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD શરુ કરવામાં આવી.

image source

સુરત શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે અંતે સરકાર દ્વારા એકવાર ફરીથી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD શરુ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૦૩ દર્દીઓની OPDમાં તપાસ કરવામાં આવી છે એમાંથી ૩૯ દર્દીઓને એડમિટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સ્મીમેર હોસ્પિટલમાં ૭૬ દર્દીઓની તપાસ કરવામાં આવી છે જેમાંથી ૨૬ દર્દીઓને એડમિટ કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાયરસ સંક્રમણના કેસમાં થયો ઘટાડો. (તા. ૧ મે, ૨૦૨૧ના રોજ કેસ)

image source

ગુજરાત રાજ્ય પર કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર કહેર બનીને વરસી રહી છે આવા સમયમાં આખા એપ્રિલ મહિના દરમિયાન કોરોના વાયરસના કેસમાં સતત વધારો જ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ પણ ૧૩,૮૪૭ કેસ નોંધવામાં આવ્યા છે. તેમ છતાં રાહતની વાત કહી શકાય છે કે, ૧૦,૫૮૨ દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે, ગુજરાત રાજ્યમાં હજી પણ કોરોના વાયરસના લીધે મૃત્યુઆંક વધારે છે. એક જ દિવસમાં કોરોના વાયરસના લીધે ૧૭૨ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

image source

અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૯૮૦ કેસ નોંધવામાં આવ્યા છે. જયારે મહત્વનું એ છે કે, આ આંકડો પહેલાના દિવસો કરતા કેટલાક અંશે ઘટાડો નોંધાયો છો, આ સાથે જ ગુજરાત રાજ્યના અન્ય મહાનગરો જેવા કે, સુરત શહેરમાં અજ રોજ ૧૭૯૫ કેસ, રાજકોટ શહેરમાં ૬૦૫ કેસ અને વડોદરા શહેરમાં ૫૪૭ નવા કેસ નોંધવામાં આવ્યા છે ત્યાં જ અમદાવાદ શહેરમાં ૨૧ દર્દીઓના મૃત્યુ થયા છે, વડોદરા શહેરમાં ૧૧ દર્દીઓના મૃત્યુ થયા છે, જયારે રાજકોટ શહેરમાં ૧૦ દર્દીઓના મૃત્યુ થયા છે અને સુરત શહેરમાં ૧૮ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!