કોરોનાના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી, અ’વાદ સિવાય આ જિલ્લમાં માવાઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા

હાલમાં જે સમય ચાલી રહ્યો છે એમાં લોકો પર મુસીબત જ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક સમયે લોકો પણ કેટલી પરેશાનીને પહોંચી વળે. હજુ એક સંકટ ગયું નથી ત્યાં બીજું આવીને ઉભુ રહે છે. કંઈક એવું જ જોવા મળ્યું છે આપણા ગુજરાતમાં. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ રાજ્યભરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. શનિવારે પણ માઉન્ટ આબુ, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં હતા.

image source

આટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે હવે બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે કે બીજી તરફ હજુ આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાથે જ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, દિવ અને કચ્છમાં માવઠું થવાની પુરી શક્યતા છે.

image source

એ જ રીતે આગાહી કરવામાં આવી છે કે સોમવારે મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ધનસુરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એ જ રીતે વાતાવરણ વિશે વાત કરીએ તો આબુરોડમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે એકાએક કમોસમી વરસાદ પડ્યો હતો. સાથે બરફના કરા પડવાથી લોકોમાં કૌતુક સર્જાયુ હતું. ત્યારે હવે આ આગાહી થતાં જ લોકોમાં પણ ચિંતાનો માહોલ છે.

image source

રાજ્યના અનેક વિસ્તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની થઇ છે. અમદાવાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ચિંતા છે ખાસ ઘઉં,એરંડા,જીરું, કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાની જઈ શકે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ કોરોનાને લઈ કહ્યું હતું કે વર્તમાન મહામારી એ સદીઓમાં એકવાર આવતી આપત્તિ છે. તેણે વિશ્વ સમક્ષ એક મોટો પડકાર ઉભો કર્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં બનેલી 2 વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. બીજી અનેક વેક્સિન પણ આવી રહી છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!