સુરતમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના, કોરોનાના 12 ક્રિટિકલ દર્દી દાખલ હતા ત્યાં આયુષ હોસ્પિટલમાં 5માં માળે લાગી આગ

હજુ 3 દિવસ પહેલાંની જ વાત છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આ ઘટના સમયે ICUcex 15 દર્દી હતા અને સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ હતા. જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ત્યારે આજે એવી જ ઘટના ગુજરાતના સુરતમાં ઘટી છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો વિગતે વાત કરીએ તો લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં રાત્રે 11.30 કલાકે એસ.સીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને જેના પગલે દર્દીના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાને ગંભીરતાથી લઈ ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 12 કોરોના દર્દીના રેસ્ક્યૂ કર્યા હતા. આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા એ પણ બહાર આવ્યું છે. આ દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. છ ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યાં હતાં. ફાયરે ઘટનાને કાબૂમાં લઈ કોરોનાની સારવાર લેતા 12 દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા. હાલમાં એવી માહિતી મળી રહી છે કે આગની ઘટનામાં કોઇ જ જાનહાનિ કે કોઈ લોકોને ઇજા થઇ ન હતી. બધા જ 12 દર્દીને સિવિલ અને સ્મિમેર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વિશે વાત કરતાં ફાયર ઓફિસર જગદીશ પટેલે કહ્યું હતું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.

આગળ વાત કરતાં ઓફિસરે કહ્યું કે કોઇ ઇજા કે જાનહાનિ જોવા મળી નથી. હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. આઇસીયુ વોર્ડમાં 12 કોરોના દર્દી દાખલ હતા. જેને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા એના નામ જો જાણીએ તો IBCP હોસ્પિટલમાં કેતન પટેલ અને જીવકોરબેનને દાખલ કરવામાં આવ્યા છે.

એ જ રીતે સ્મિથ હોસ્પિટલમાં ધબુબેન ગોંડલીયા અને સંજીવની હોસ્પિટલમાં નિપાબેન જતીનભાઈ, ઉષાબેન ડુંગરાની, મહેશ સાસરિયા, રામજું મોહન, ધીરુ વૈકેરિયા, લાભુબેન પિન્કીયા, અરવિંદ, રામજી લૂખી અને સ્મીમેર હોસ્પિટલમાં ધર્મેશ લીંબા, અલપા બિપિન, ભીખુ માધવ, કસ્તુરી, લક્ષ્મીબેન ગણેશ, શોભા જગદીશ અને જ્યંતી સાલવીને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો વિરારની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે જણાવ્યુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!