ગૂગલની જાહેરાત બાદ અફરા-તફરી, આવા સ્માર્ટફોનમાં 27 સ્પટેમ્બર પછી યુટ્યુબ, જીમેલ વગેરે થઈ જશે બંધ

એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ગૂગલ 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોન પર સાઇન-ઇન સપોર્ટ આપશે નહીં. ગૂગલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવેલા ઇમેઇલ પરથી જાણવા મળ્યું છે કે આ ફેરફાર 27 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જૂના ફોન યુઝર્સએ સપ્ટેમ્બર પછી ગૂગલ એપ્સનો ઉપયોગ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા એન્ડ્રોઇડ 3.0 હનીકોમ્બમાં અપડેટ કરવાની ભલામણ કરવામાં આવે છે.

image soucre

આ સિસ્ટમ અને એપ લેવલ સાઇન-ઇનને અસર કરશે પરંતુ યુઝર્સએ તેમના ફોનના બ્રાઉઝર દ્વારા જીમેલ, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઇવ, યુટ્યુબ અને અન્ય ગૂગલ સેવાઓમાં સાઇન ઇન કરી શકશે. મળતી માહિતી મુજબ 9to5Google એ આવા યુઝર્સને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જે આ ફેરફારથી પ્રભાવિત થવાની સંભાવના છે. એવા બહુ ઓછા યુઝર્સ છે જે એન્ડ્રોઇડના ખૂબ જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આવું કરવા પાછળનું કારણ છે કે યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા અને ડેટા સુરક્ષા માટે ગૂગલ આ ફેરફાર કરી રહ્યું છે.

ફોટો ક્રેડિટ: 9to5Google:

image soucre

27 સપ્ટેમ્બરથી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેનાથી નીચા વર્ઝનવાળા ફોન પરના યુઝર્સએ જ્યારે પણ લોડ કરેલી કોઈ પણ ગૂગલ એપમાં સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરશે ત્યારે તેમને ‘યુઝરનેમ અથવા પાસવર્ડ એરર’ દેખાશે. આ ઇમેઇલ આમાંના કેટલાક વપરાશકર્તાઓ માટે ચેતવણી ચિહ્ન કહેવાશે જેઓ હજી પણ જૂના સોફ્ટવેર વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. આવા યુઝર્સને સોફ્ટવેર અપડેટ કરવા અથવા ફો

ન બદલવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

ફેક્ટરી રીસેટ કર્યા પછી પણ એપ કામ કરશે નહીં:

image soucre

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બર પછી જૂના એન્ડ્રોઇડ વર્ઝનના યુઝર્સ જ્યારે જીમેલ, યુટ્યુબ અને મેપ્સ જેવી ગૂગલ પ્રોડક્ટ્સ અને સર્વિસમાં સાઇન ઇન કરવાનો પ્રયાસ કરશે ત્યારે એરર જોવા મળશે. જો યુઝર્સ નવું ગૂગલ એકાઉન્ટ બનાવીને અથવા ફોન રીસેટ કરીને ફેક્ટરી ફરીથી સાઇન ઇન કરવાનો પ્રયાસ કરશે તો પણ તેઓને તેમના ફોનની સ્ક્રીન પર તે જ એરર દેખાશે અને નવો પાસવર્ડ બનાવ્યા પછી અને ફરીથી સાઇન ઇન કર્યા પછી પણ આ એરર યુઝર્સને દેખાતી રહેશે.

image soucre

આ બધી બાબતો મુજબ જોવામાં આવે તો 27 સપ્ટેમ્બર પછી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાથી નીચેના ફોન યુઝર્સ પાસે કોઈ ઉપાય બાકી રહેશે નહીં કે જેના દ્વારા તેઓ ગૂગલ એપ્સ અને સેવાઓનો ઉપયોગ કરી શકે. તેથી તેમના માટે વધુ સારું એ જ રહેશે કે યુઝર્સ પોતાના માટે એક નવો ફોન લઈ લે. જો 27 સપ્ટેમ્બર પહેલા તમે ગૂગલના કહ્યાં મુજબ આવું નહી કરો તો ઘણી બધી સેવાઓ અને એપ તમે વાપરી શકશો નહી. જો કે ગૂગલ આ યુઝરની એકાઉન્ટ સિક્યોરિટી માટે કરી રહ્યું છે અને જે લોકો જૂના ફોન વાપરી રહ્યાં છે તેઓને આ મુજબ અપડેટ કરવાથી સારી સેવાઓ મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong