અફેરની જોરદાર ચર્ચા વચ્ચે સારાએ કર્યું કંઈક આવું, લોકોએ કહ્યું- નક્કી શુભમન સાથે કંઈક તો અફેર ચાલે છે

ભારતનો યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ આ દિવસોમાં ભલે સારા ફોર્મમાં ન હોય, પરંતુ મેદાનની બહાર તે સતત સમાચારમાં રહે છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે ફક્ત 28 અને 8 રન જ બનાવી શક્યો હતો. સુપ્રસિદ્ધ બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે તેના અફેરના સમાચાર ભારે ચર્ચાઈ રહ્યા છે. બંને ઇન્સ્ટાગ્રામ પર પણ એક બીજાને ફોલો કરે છે. એટલું જ નહીં, બંનેએ એકબીજાના પરિવારના સભ્યોને પણ ફોલો કર્યા છે.

image source

સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર શુભમનની બહેન સેહનીલ ગિલને ફોલો કરી છે. આ તેમના સંબંધો વિશે ઘણું કહી જાય છે. શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં સતત સાત ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી શક્યો નથી. તેણે ઈંગ્લેન્ડ સામે ચેન્નઈમાં 5 ફેબ્રુઆરી 2021 ના રોજ છેલ્લી અડધી સદી ફટકારી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે, પરંતુ તેણે સારા સિવાય તેના પરિવારના કોઈ સભ્યને ફોલો કર્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે તે માસ્ટર-બ્લાસ્ટર સચિનને પણ ફોલો કરતો નથી. સારાની ટૂંકી યાદીમાં શુભમનનો સમાવેશ એ સંયોગ નથી. ચાહકો માને છે કે બંને એક બીજાને ઓળખે છે અને મિત્રો છે ત્યારે જ તેઓ એકબીજાને ફોલો કરે છે. શુભમન સિવાય સારા તેના પિતા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, હરભજન સિંઘ, ભાઈ અર્જુન તેંડુલકર, હાર્દિક પંડ્યા, અજિત અગરકર અને સિદ્ધેશ લાડને પણ ફોલો કરી રહી છે.

image source

શુભમને તાજેતરમાં સારા સાથેના તેના સંબંધ વિશે હાવભાવમાં વાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન એક ચાહકે શુભમન ગિલને પૂછ્યું, ‘શું તમે હજી પણ સિંગલ છો?’ તો જવાબમાં શુભમન ગિલએ કહ્યું, ‘ઓહ હા! હું સિંગલ છું મારે ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી. સારા અને શુભમન એકબીજા સાથેના સંબંધની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે બંને સોસિયલ મીડિયા પર એક બીજાની પોસ્ટ્સ પર કોમેન્ટ કરતી જોવા મળી.

image source

સચિનની દીકરી સારા તેંદુલકરએ મેચ જોવાની સાથે સાથે પોતાના અફેરના પણ સંકેત આપ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સારા તેંદુલકર શુભમન ગીલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે, હવે આ વાત સોશ્યલ મીડિયામાં એક પૉસ્ટને લઇને વધુ તેજ બની છે.

image source

આઇપીએલમાં સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો. સારા ઘરે મેચ જોઈ રહી છે, શુભમન ગિલ બાઉન્ડ્રી પર ડાઈલ લગાવીને બોલ રોકાવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્ટોરીની સાથે સારાએ દિલવાળા 3 ઈમોજી પણ મૂક્યા હતા. આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, બાદમાં સારાએ સોશિયલ મીડિયા પરથી આ સ્ટોરીની ડિલીટ કરી દીધી હતી. પરંતુ ફેન્સની વચ્ચે આ પૉસ્ટ વાયરલ થઇ ગઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong